AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 46.24 કરોડ રુપિયાની પ્રાઈઝમની યાનિક સિનર વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો

આ વર્ષે યાનિક સિનર છેલ્લા બંને ગ્રાન્ડ સ્લેમમાં ખિતાબી સફળતા મળી ન હતી. ત્યારે વર્લ્ડ નંબર-1 માટે ફાઈનલ ખુબ મહત્વની હતી.તે ગયા વર્ષથી પોતાના ટાઇટલનો બચાવ કરી રહ્યો હતો, અને ઇટાલિયન સ્ટાર સફળ રહ્યો.

Breaking News : 46.24 કરોડ રુપિયાની પ્રાઈઝમની યાનિક સિનર વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો
| Updated on: Jul 13, 2026 | 9:56 AM
Share

ઈટલીના ટેનિસ સુપરસ્ટાર યાનિક સિનરનો જલવો ચાલું છે. ફ્રેન્ચ ઓપન 2026માં ફિટનેસના કારણે ચૂકી જનારા સિનરે વિમ્બલ્ડન 2026માં શાનદાર વાપસી કરી હતી. સતત બીજી વખત ચેમ્પિયન બન્યો હતો. રવિવારે 12 જુલાઈના રોજ સેન્ટર કોર્ટ પર રમાયેલી મેન્સ સિંગલ્સની ફાઈનલમાં સિનરે 4 સેટ સુધી ચાલેલી રમતમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવને 6-7, 7-6, 6-3, 6-4થી હરાવ્યો હતો. આ રીતે સિનરે પોતાનો ખિતાબનો બચાવ કરતા સતત બીજી વખત વિમ્બલ્ડન અને કુલ 5મો ગ્રાન્ડ સ્લેમ જીત્યો છે.

યાનિક સિનર વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો

સેન્ટર કોર્ટ પર ફરી એક વખત વિમ્બલ્ડન મેન્સ સિંગલની ફાઈનલ માટે મોટી સંખ્યામાં સેલિબ્રિટીઓનો જમાવડો થયો હતો. હજાર અન્ય ચાહકો વચ્ચે જોવા મળ્યા હતા. આ વખતે નજર ફરી એક વખત યાનિક સિનર પર હતી કારણ કે,તેમણે ગત્ત વર્ષે પણ આ ખિતાબ જીત્યો હતો પરંતુ આ વખતે શાનદાર લયમાં હતો. સેમિફાઇનલમાં નોવાક જોકોવિચ સામે ત્રણ સેટની જીત બાદ સિનરને ફરી એકવાર દાવેદાર માનવામાં આવતો હતો. જોકે, આ સિઝનમાં ટોચના ફોર્મમાં રહેલો અને તાજેતરમાં ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બનેલો ઝ્વેરેવ માટે આટલી સરળ સિદ્ધિ નહોતી.

ફાઈનલમાં વાપસી કરી, વર્ષનો પહેલો ગ્રાન્ડ સ્લૈમ

જ્યારે ફાઈનલ શરુ થઈ તો પહેલા જ સેટમાં મોટી ટકકર જોવા મળી હતી. જેમા ટાઈ બ્રેકરમાં એલેક્ઝાન્ડર ઝ્વેરેવ જીત્યો હતો. તેમજ ખિતાબની રેસમાં લીડ લીધી હતી. તેમણે 2 સેટ જીત્યા હતા. જ્યારે સિનરને સતત 3 સેટ જીતવાની જરુર હતી. આ કામ અંતે થયું બીજા સેટમાં પણ ટાઈ બ્રેકરમાં પહોંચ્યો હતો. પરંતુ આ વખતે વર્લ્ડ નંબર-1ને બાજી મારી હતી. ત્યારબાદના 2 સેટમાં તો સિનરે જર્મન સ્ટારને કોઈ તક આપી ન હતી અને સતત બીજા વર્ષે મેન્સ સિંગલનો ખિતાબ જીત્યો હતો.

સિનર માટે આ ટ્રોફી ખુબ ખાસ છે કારણ કે, આ સીઝનમાં તેનો આ પહેલો ગ્રાન્ડ સ્લૈમ ખિતાબ છે. જેમાં પહેલા ઓસ્ટ્રેલિયન ઓપનના સેમિફાઈનલમાં હાર મળી હતી. જ્યારે ફ્રેન્ચ ઓપનમાં તે બીજા રાઉન્ડમાં બહાર થયો હતો. માત્ર 24 વર્ષના સિનરે હવે 2 ઓસ્ટ્રેલિયન ઓપન સિવાય 2 વિમ્બલ્ડન પણ જીત્યા છે. જ્યારે એક યુએસ ઓપનનો ખિતાબ તેની પાસે છે.ગયા વર્ષે તે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં હારી ગયો હતો અને આ એકમાત્ર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે જે તેણે હજુ સુધી જીત્યું નથી.

સ્કીઇંગથી ટેનિસ સુધીની સફર

તમને જણાવી દઈએ કે, અનેક ખેલાડીઓની જેમ સિનરે પણ બાળપણથી ટેનિસ રમવાનું શરુ કર્યું ન હતુ. જ્યારે તે નાનો હતો. આ તેની રમત ન હતી. ઈટલીના ફેમસ ડોલોમાઈટ્સ પહાડોમાં વસેલા શહેરમાં જન્મેલા અને ભણેલા-ગણેલા યાનિક સિનર નાની ઉંમરમાં સ્કીઈંગ રમતો હતો. 7 વર્ષની ઉંમરમાં તેમણે સ્કીઈંગ ચેમ્પિયનશીપ જીતી હતી પરંતુ પછી તે ટેનિસ તરફ વળ્યો અને અહીંથી આ યુવા ખેલાડીએ ક્યારેય પાછળ વળીને જોયું નહીં.

અડધી પ્રાઈઝમની મળશે

વિમ્બલ્ડન 2026નો ખિતાબ જીત્યા બાદ સિનરે અંદાજે 46.24 કરોડ રુપિયા જીત્યા છે. પરંતુ તેને માત્ર 24.78 કરોડ રુપિયા મળશે. હવે સવાલ એ છે કે, સિનરને આખી પ્રાઈઝ મની કેમ ન મળી. તો તેનો જવાબ છે યુકેનો ટેક્સ કાનુન, જેના હેઠળ તેની પ્રાઈઝમનીમાં 45 ટકાનો કાપ આવ્યો છે. યુકેના ટેક્સ કાનુન હેઠળ પ્રાઈઝમનીમાં 20 ટકા રકમ તો ઓટોમેટિક કપાય ગઈ છે. બાકીની અન્ય 25 ટકાની રકમ 1.6 મિલિયન ડોલર હોવાની કપાયા છે.

ટેનિસની રમત ફ્રાન્સમાં 12મી સદીમાં શરૂ થઈ હતી. આ રમતમાં ક્રાંતિકારી પરિવર્તન 16મી સદીમાં આવ્યું જ્યારે પ્રથમ વખત રેકેટનો ઉપયોગ કરવામાં આવ્યો. અહી ક્લિક કરો

Follow Us
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">