Breaking News : HS Prannoy એ મલેશિયા માસ્ટર્સ 2023 જીતીને રચ્યો ઈતિહાસ, આ કમાલ કરનાર પહેલો ભારતીય બન્યો

HS Prannoy, Malaysia Masters: પ્રણોયે ચીનના વાંગ હોંગને હરાવીને મલેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ખિતાબ જીત્યો છે. આ તેનું પ્રથમ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ છે. આ સાથે તે મેન્સ સિંગલ્સમાં આ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય પણ બની ગયો છે. ફાઇનલમાં તેણે ચીનના પડકારને 21-19, 13-21, 21-18થી હરાવ્યો હતો.

Breaking News :  HS Prannoy એ મલેશિયા માસ્ટર્સ 2023 જીતીને રચ્યો ઈતિહાસ, આ કમાલ કરનાર પહેલો ભારતીય બન્યો
Malaysia Masters 2023
| Edited By: | Updated on: May 28, 2023 | 7:13 PM

New Delhi : ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી એચએસ પ્રણોયે રવિવારે કમાલ કરી બતાવી છે. તેણે એવું કર્યું જે ભારતીય બેડમિન્ટનના ઈતિહાસમાં પહેલાં ક્યારેય બન્યું ન હતું. પ્રણોયે ચીનના વાંગ હોંગને હરાવીને મલેશિયા માસ્ટર્સ સુપર 500 બેડમિન્ટન ખિતાબ જીત્યો છે. આ તેનું પ્રથમ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ છે. આ સાથે તે મેન્સ સિંગલ્સમાં આ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય પણ બની ગયો છે. ફાઇનલમાં તેણે ચીનના પડકારને 21-19, 13-21, 21-18થી હરાવ્યો હતો.

પ્રણોય એ ફાઈનલ મેચમાં ચીનના ખેલાડીને જબરદસ્ત ટક્કર આપી હતી. બંને વચ્ચે આ ખિતાબ માટે 94 મિનિટ સુધી મુકાબલો થયો હતો. પહેલી ગેમ જીત્યા બાદ તેણે બીજી ગેમ ખુબ ખરાબ રીતે હારી હતી. ત્રીજી અને નિર્ણાયક ગેમાં એક સમયે બંને ખેલાડીઓનો સ્કોર બરાબર પર ચાલતો હતો. રસાકસીવાળી આ અંતિમ ગેમમાં વોન્ગથી ભૂલ થઈ હતી અને ભારતીય સ્ટાર આગળ નીકળી ગયો હતો.

એચએસ પ્રણોયે રચ્યો ઈતિહાસ

 

 

પ્રણોયની કરિયરની ઉપલબ્ધિઓ

પ્રણોય 2022માં ઐતિહાસિક થોમસ કપ જીતનારી ટીમ ભારતીય ટીમનો ભાગ હતો. વર્ષ 2017 બાદ તે કોઈ વ્યક્તિગત ટાઈટલ જીતી શક્યો ન હતો. લગભગ 6 વર્ષ બાદ તેણે આ વ્યક્તિગત ટાઈટલ જીત્યું છે. વર્ષ 2017માં તેણે અમેરિકી ઓપન ગ્રાં પ્રી ગોલ્ડ જીત્યો હતો.

પ્રણોય એ દિગ્ગજોને હરાવ્યા

પ્રણોય ગયા વર્ષે સ્વિસ ઓપનની ફાઈનલમાં પહોંચ્યો હતો. પણ ટાઈટલ જીતી શક્યો ન હતો. ભારતીય બેડમિંટન સ્ટાર એ પોતાના વિજયી સફરની શરુઆત વોન્ગ પહેલા ચાઉ ટિએન ચેન, ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન લી શી ફેન્ગ અને જાપાનના કેંટા નિશિમોટોને હરાવીને કરી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:52 pm, Sun, 28 May 23