Hockey World Cup Team India jersey: ભારતીય હોકી ટીમની ઓરેન્જ જર્સી પર હોબાળો, પૂર્વ કેપ્ટને તેને શરમજનક ગણાવ્યું

Hockey World Cup jersey : પુરુષોની ટુર્નામેન્ટ 14 થી 30 ઓગસ્ટ દરમિયાન બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં યોજાશે, જ્યારે મહિલાઓની સ્પર્ધા 15 થી 30 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ દરમિયાન ઓરેન્જ જર્સી વિવાદમાં આવી છે.

Hockey World Cup Team India jersey:  ભારતીય હોકી ટીમની ઓરેન્જ જર્સી પર હોબાળો, પૂર્વ કેપ્ટને તેને શરમજનક ગણાવ્યું
Image Credit source: AI
| Updated on: Jul 30, 2026 | 2:36 PM

Hockey World Cup Team India jersey : આગામી મહિને નેધરલેન્ડ એને બેલ્જિયમમાં થનાર ફીફા વર્લ્ડકપમાં ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમ પોતાની પારંપારિક કિટના બદલે કેસરિયા રંગની જર્સીમાં જોવા મળશે. જેના વિશે પૂર્વ કેપ્ટન વિરેન રાસ્કિન્હાએ સવાલ ઉઠાવ્યો છે. હોકી ઈન્ડિયાએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર નવી જર્સીને રજુ કરતા જર્સીની ડિઝાઈન અને રંગ ” ભારતનું ગૌરવ” દેખાડવા માટે છે.

હોકી ઈન્ડિયાએ કહ્યું કે, કેસરિયો રંગ સાહસ, ત્યાગ અને જીતનું પ્રતિક છે. સંસ્થાએ કહ્યું ભારતીય રાષ્ટ્રીય ધ્વજ અને ઉગતા સુરજથી પ્રેરિત આ જર્સી નવી શરુઆત દર્શાવે છે. તમને જણાવી દઈએ કે, વર્લ્ડકપ 15 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી ચાલશે.

સાંસ્કૃતિક વિરાસતનો જશ્ન

જર્સીમાં મંડલાથી પ્રેરિત પેટર્ન પણ છે. જે ભારતની સાંસ્કૃતિક વિરાસતનો જશ્ન માને છે. હોકી ઈન્ડિયાએ કહ્યું કે, નેવી બ્લુ રંગના ભાગમાં અશોક ચક્રથી પ્રેરિત છે. જે પ્રગતિ ,શાંતિ અને ફોકસનું પ્રતિક છે. હોકી ઈન્ડિયાએ કહ્યું છાતી પર બનેલા ગ્રાફિક સુદર્શન ચક્રનું આધુનિક રુપ છે. જે શક્તિ એકતા અને ગતિનું પ્રતિક છે. ખભા પર તિરંગાનું પાઈપિંગ છે. જે રાષ્ટ્રીય ગૌરવ તરફ વધારે છે.

 

 

હોકી ઈન્ડિયાએ જર્સી લોન્ચ વીડિયોમાં કહ્યું નવી જર્સીની ડિઝાઈન એક ભારત,શ્રેષ્ઠ ભારતની ભાવનાને દર્શાવે છે. કેસરિયા સિવાય ભારતીય ટીમની કિટમાં સફેદ જર્સી પણ છે.જેમાં આ નવી ડિઝાઈન હશે. મુખ્ય જર્સીનો રંગ વાદળીમાંથી કેસરિયો કરવાથી ભારતના પૂર્વ કેપ્ટન વિરેન રાસ્કિન્હાને પસંદ આવી નથી.

ઓલિમ્પિક ગોલ્ડ કેસ્ટના સીઈઓ રાસ્કિન્હાએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, હોકી ઈન્ડિયાએ અનેક સારા કામ કર્યા છે પરંતુ આ શર્મજનક છે. ભારતીય ટીમની ઓળખ અને વિરાસત હંમેશા વાદળી રંગની રહી છે. મે અનેક વર્ષો સુધી ગર્વ સાથે વાદળી જર્સી પહેરી છે. ચાહકો આપણી ભારતીય ટીમને વાદળી રંગમાં જોવા માંગે છે. ઓરેન્જ રંગ પાછળનો તર્ક શું છે?”

Breaking News : ભારતને કોમનવેલ્થમાં ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો, 100 મીટર ગોલ્ડ અને સિલ્વર 2 મેડલ આવ્યા અહી ક્લિક કરો

Published On - 1:22 pm, Thu, 30 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.