FIFA World Cupનો સૌથી મોટો અપસેટ, ઇક્વાડોરે 4 વખતના ચેમ્પિયન જર્મનીને હરાવતા રાષ્ટ્રપતિએ એક દિવસની રાષ્ટ્રીય રજા જાહેર કરી

FIFA World Cup 2026 : ફીફા વર્લ્ડકપ 2026માં એક મોટો ઉલેટફેર જોવા મળ્યો છે. ઈક્વાડોરે ઈતિહાસ રચતા 4 વખતની ચેમ્પિયન જર્મનીને 2-1થી હરાવ્યું છે. આ સાથે તેમણે નોકઆઉટ સ્ટેજમાં એન્ટ્રી પણ કરી લીધી છે.

FIFA World Cupનો સૌથી મોટો અપસેટ, ઇક્વાડોરે 4 વખતના ચેમ્પિયન જર્મનીને હરાવતા રાષ્ટ્રપતિએ એક દિવસની રાષ્ટ્રીય રજા જાહેર કરી
Image Credit source: AI
| Updated on: Jun 26, 2026 | 9:48 AM

ફીફા વર્લ્ડકપ 2026ના ગ્રુપ ઈની એક રોમાંચક અને હાઈવોલ્ટેજ મેચમાં ઈક્વાડોરે ઈતિહાસ રચ્યો છે. ન્યુજર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઈક્વાડોરે શાનદાર પ્રદર્શન કરી ફુટબોલની દિગ્ગજ ટીમ જર્મનીને 2-1થી હરાવી ટૂર્નામેન્ટના નોકઆઉટ સ્ટેજની ટિકિટ મેળવી છે. પોતાની પહેલી 2 મેચમાં એક પણ ગોલ ના કરનારી ઈક્વાડોરની ટીમ આ મેચમાં મોટો અપસેટ સર્જવામાં સફળ રહી છે.

ઈક્વાડોરે પરત ફરતા બાજી મારી

મેચની શરુઆત જર્મની માટે સારી રહી હતી. મેચ શરુ થયાના 2 મિનિટની અંદર લેરોય સોને ગોલ કરી પોતાની ટીમને 1-0થી લીડ અપાવી હતી. આ ગોલ લઈ ઈક્વાડોરના ખેલાડીઓ નારાજ હતા કારણ કે, પહેલા એક વિવાદાસ્પદ ફાઉલ થયો હતો. જેમણે રેફરીએ નજરઅંદાજ કર્યો. જવાબી કાર્યવાહીમાં ઈક્વાડોરે જલ્દી બરાબરી કરી હતી. વિંગર નિલ્સન એન્ગુલોએ 20 ગજ દુરથી શાનદાર શોર્ટ મારી બોલને જર્મન ગોલકીપર મૈનુઅલ ન્યુઅરની પાસે થઈ સ્કોર 1-1 કર્યો હતો. આ ગોલે ઈખ્વાડોરની ટીમમાં જીવ નાંખ્યો હતો.

બીજા હાફમાં ટીમ જીતતી જોવા મળી હતી. જર્મનીના કોચે જૂલિયન નાગેલ્સૈને બદલાવ કર્યો પરંતુ ઈક્વાડોર વિરુદ્ધ ખેલાડીઓએ દબાવ બનાવી રાખ્યો હતો. આ જીતની સાતે ઈક્વોડોર વર્લ્ડકપના નોકઆઉટ સ્ટેજમાં પહોંચનારી ત્રીજી ટીમમાં સામેલ થઈ છે. આ ઈક્વાડોર માટે બીજી વખત નોકઆઉટ સ્ટેજમાં પહોંચવું છે.

જર્મનીને ન થયું નુકસાન

આ હાર છતાં, જર્મની ગ્રુપ E માં પ્રથમ સ્થાને રહ્યું અને હવે આગામી રાઉન્ડમાં ત્રીજા ક્રમે રહેલી ટીમ સામે તેનો સામનો થશે. 2014 માં વર્લ્ડ કપ જીત્યા પછી આ મેચ જર્મનીનો પ્રથમ નોકઆઉટ મેચ હશે. પાછલી બે સીઝનમાં, તેઓ ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગયા હતા.

 

 

 

રાષ્ટ્રપતિ નોબોઆએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટીમની જીતની પ્રશંસા કરતા લખ્યું, “ખેલાડીઓ અને કોચનો આભાર, જેમણે ટીકા, અપમાન અને મુશ્કેલ સમયનો સામનો કરવા છતાં, એક અદ્ભુત વાપસી કરી અને સમગ્ર રાષ્ટ્રને અપાર આનંદ આપ્યો. આવતીકાલે રાષ્ટ્રીય રજા હશે! ઇક્વાડોર અમર રહો.”

દુનિયાના ત્રીજા સૌથી મોંઘા ફૂટબોલ ખેલાડી નેમાર જુનિયરનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us