FIFA World Cup 2026 વચ્ચે નેમારની ગર્લફ્રેન્ડે આપ્યા ગુડન્યુઝ, 5મી વખત પિતા બનશે ફૂટબોલર

Neymar Girlfriend Bruna Biancardi : નેમારની ગર્લફ્રેન્ડ બ્રુનાએ ગુડન્યુઝ આપ્યા છે. તેમણે જાણકારી શેર કરી કે, નેમાર 5મી વખત પિતા બનવા જઈ રહ્યો છે. આ જાણકારી તેમણે પોતાના યુટ્યુબ ચેનલ પર આપી છે.

FIFA World Cup 2026 વચ્ચે નેમારની ગર્લફ્રેન્ડે આપ્યા ગુડન્યુઝ, 5મી વખત પિતા બનશે ફૂટબોલર
| Updated on: Jun 16, 2026 | 1:38 PM

Neymar Set to become Father : બ્રાઝીલનો સ્ટાર ફુટબોલર નેમાર 5મી વખત પિતા બનશે. આ ગુડ ન્યુઝ તેની ગર્લફ્રેન્ડ બ્રુના બાયનકાર્ડીએ શેર કરી છે. બ્રુનાએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કરી આ ગુડન્યુઝનો ખુલાસો કર્યો છે. નેમાર હાલમાં ફીફા વર્લ્ડકપ 2026માં બ્રાઝીલની ટીમની સાથે છે. મોરક્કો વિરુદ્ધ પહેલી મેચમાં તે ઈજાગ્રસ્ત હોવાના કારણે રમી શક્યો ન હતો. નેમારની ગર્લફ્રેન્ડ બ્રુના બાયનકાર્ડી પણ વર્લ્ડકપ દરમિયાન નેમાર સાથે જોવા મળે છે.

યુટ્યુબ પર વીડિયો શેર કરી ગુડન્યુઝ આપ્યા

બ્રુના બાયનકાર્ડીએ જે વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કર્યો છે. તેમાં તેની ગર્લફ્રેન્ડ બ્રુના સિવાય નેમાર અને તેની બંન્ને દીકરીઓ માવી અને મલ અને મોટો દીકરો ડાવી લુક્કા જોવા મળી રહ્યો છે. નેમારની દીકરી મેળનો જન્મના અંદાજે એક વર્ષની અંદર પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.

 

 

નેમાર-બ્રુનાના 3 બાળકનો પિતા

નેમાર ભલે 5 બાળકનો પિતા હોય પરંતુ બ્રુનાનું આ ત્રીજું બાળકે છે. આ પહેલા નેમારના 2 અન્ય બાળકો બ્રાઝીલિયન મોડલ અમાંડા કિમ્બ્રેલીથી છે. બ્રુના થી નેમાર 2 દીકરીનો પિતા છે. દીકરો ડાવી લુક્કા સિવાય એક દીકરી હેલેના બ્રાઝીલના સ્ટાર ફુટબોલર પહેલી ગર્લફ્રેન્ડથી છે. ચાહકો નેમારની ગર્લફ્રેન્ડની ફુટબોલની ક્વીન કહે છે.

 

 

 

ફીફા વર્લ્ડકપમાં ક્યારે રમશે નેમાર?

નેમાર સતત ઈજાગ્રસ્તનો શિકાર બન્યો છે. ત્યારે ફીફા 2026માં તેનો આ છેલ્લો વર્લ્ડકપ માનવામાં આવી રહ્યો છે. જેનાથી ચાહકોને સારા પ્રદર્શનની આશા છે. એવા પણ સમાચા છે કે, વર્લ્ડકપમાં બ્રાઝીલની ત્રીજી મેચમાં રમી શકે છે. ફીફા વર્લ્ડકપ 2026માં નેમારનું પ્રદર્શન કેવું રહે તે જોવાનું રહેશે. પરંતુ આ પહેલા તેની ગર્લફ્રેન્ડે ગુડ ન્યુઝ આપી દીધા છે.

બ્રુના, જેના ઇન્સ્ટાગ્રામ પર 15 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, તે પહેલા પણ ઘણી વખત હેડલાઇન્સમાં આવી છે, પરંતુ આ વખતે વાત થોડી અલગ છે. વર્લ્ડ કપના સૌથી મોટા સ્ટેજ પર તેની હાજરીએ તેને ટુર્નામેન્ટના સૌથી ચર્ચિત સેલિબ્રિટી ચાહકોમાંની એક બનાવી છે.

FIFA World Cup 2026 : અમદાવાદમાં 2 લક્ઝરી ફ્લેટ આવી જાય એટલી છે ફીફા વર્લ્ડકપની ટિકિટ અહી ક્લિક કરો

Follow Us