FIFA World Cup 2026 ફાઈનલ પછી મેદાનનું ઘાસ હજારો રુપિયામાં વેચાશે, જાણો કેમ?

ફુટબોલની સર્વોચ્ચ સંસ્થા ફીફા વર્લ્ડકપમાં કમાણી કરવાની કોઈ તક ગુમાવતી નથી. હવે તેમણે ફીફા વર્લ્ડકપની ફાઈનલના મેદાનનું ખાસ વેચવાનો નિર્ણય લીધો છે. જેને ખરીદવા ચાહકોનો જંગ જામ્યો છે.

FIFA World Cup 2026 ફાઈનલ પછી મેદાનનું ઘાસ હજારો રુપિયામાં વેચાશે, જાણો કેમ?
Image Credit source: whisk photo
| Updated on: Jul 12, 2026 | 11:59 AM

ફીફા વર્લ્ડકપ 2026 હવે અંતિમ તબક્કામાં આગળ વધી રહ્યો છે. 10 જુલાઈના રોજ સ્પેન બેલ્જિયમને હરાવી સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું હતુ. શનિવારના રોજ ઈંગ્લેન્ડ અને નોર્વેની ટકકરમાંથી વધુ એક સેમિફાઈનલની ટીમ મળી છે. વર્લ્ડ ફુટબોલની સર્વોચ્ચ સંસ્થા ફીફા વર્લ્ડકપમાં કમાણી કરવાની કોઈ તક ગુમાવી રહી નથી. હવે તેમણે જ્યાં ફીફા વર્લ્ડકપની ફાઈનલ રમાશે, તે પિચના ટુકડા વેચવાનો નિર્ણય કર્યો છે.

430000 રુપિયામાં વેચાશે એક ટુકડો

ફીફાને પહેલા જ વર્લ્ડકપની ટિકિટ અને અન્ય વસ્તુઓ મોંઘી કિંમતે વેચવા પર અલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તે ન્યુ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં 19 જુલાઈના રોજ રમાનારી ફાઈનલમાં ઉપયોગમાં લેવાનારી પિચના દરેક ટુકડાને 43000 હજારમાં વેચવાનો પ્લાન બનાવ્યો છે.

FIFA ના સ્ટોર મુજબ, દરેક ટુકડાનું માપ 17.5 x 17.5 x 17.5 છે. આ આંકડો ઇંચ, સેન્ટિમીટર કે મિલીમીટરમાં છે કે નહીં તે સ્પષ્ટ નથી. ફૂટબોલ સંચાલક મંડળે ઇમેઇલનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો.

ફાઈનલ પછી ટુકડા મોકલાશે

ફીફાની વેબસાઈટ પર લખવામાં આવ્યું કે, ફુટબોલના ઈતિહાસના એક પ્રામાણિક હિસ્સાનેતમારી પાસે રાખો. જે FIFA 2026ની ફાઈનલની પિચનો એક ટુકડો છે.મેદાનનો આ ટુકડાઓ માત્ર યુએસ અને યુરોપના સરનામાંઓ પર મોકલવામાં આવશે. ફૂટબોલ ચાહકો તેમને હમણાં ઓર્ડર કરી શકે છે, અને તેમને ફાઇનલ પછી ટુકડાઓ મોકલવામાં આવશે.

 

Breaking News : ઇંગ્લેન્ડ ચોથી વખત ફિફા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પહોંચ્યું અહી ક્લિક કરો

Follow Us