FIFA World Cup 2026: મેક્સિકો સામેની મેચ પહેલા ઈંગ્લેન્ડનો સિક્રેટ પ્લાન, હોટલથી લઈને ઊંઘ સુધી બધું રહેશે ગુપ્ત

FIFA વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 16માં મેક્સિકો સામેની હાઈ-વોલ્ટેજ મેચ પહેલા ઈંગ્લેન્ડે મેદાનની બહાર પણ ખાસ રણનીતિ તૈયાર કરી છે. સ્થાનિક ચાહકોના હોબાળા અને મુશ્કેલ પરિસ્થિતિઓથી ખેલાડીઓને બચાવવા માટે ટીમે ગુપ્ત હોટલ, વ્હાઇટ નોઇઝ મશીન અને ખાસ ઊંઘની વ્યવસ્થા સહિત અનેક મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે.

FIFA World Cup 2026: મેક્સિકો સામેની મેચ પહેલા ઈંગ્લેન્ડનો સિક્રેટ પ્લાન, હોટલથી લઈને ઊંઘ સુધી બધું રહેશે ગુપ્ત
England secret plan
Image Credit source: X
| Updated on: Jul 03, 2026 | 6:06 PM

FIFA વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 16માં ઈંગ્લેન્ડનો સામનો યજમાન મેક્સિકો સામે થવાનો છે. આ મહત્વપૂર્ણ મુકાબલો મેક્સિકો સિટીમાં રમાશે, જ્યાં મેદાનની સાથે બહારની પરિસ્થિતિઓ પણ મોટી પડકારરૂપ બની શકે છે. તેથી ઈંગ્લેન્ડે મેચ પહેલા એક ખાસ ગુપ્ત યોજના તૈયાર કરી છે.

મેક્સિકો સામેની મેચ પહેલા ઈંગ્લેન્ડનો સિક્રેટ પ્લાન

તાજેતરમાં ઈક્વાડોર સામેની મેચ દરમિયાન મેક્સિકન ચાહકોએ વિરોધી ટીમની હોટલ બહાર રાત્રે લાઉડસ્પીકર, હોર્ન અને મોટરસાઈકલના અવાજથી ખેલાડીઓની ઊંઘમાં ખલેલ પહોંચાડી હતી. ત્યારબાદ ઈક્વાડોરે ફિફામાં સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી હતી. આ ઘટનામાંથી શીખ લઈને ઈંગ્લેન્ડ હવે કોઈ જોખમ લેવા તૈયાર નથી.

હોટલનું નામ ગુપ્ત રાખશે, ઊંઘ માટે દવાઓ

મીડિયા અહેવાલો મુજબ, ઈંગ્લેન્ડ ટીમ મેક્સિકો પહોંચ્યા બાદ પોતાની હોટલનું નામ સંપૂર્ણ ગુપ્ત રાખશે. ખેલાડીઓને આરામદાયક ઊંઘ મળે તે માટે ઈયરપ્લગ, સ્લીપ બેન્ડ અને કુદરતી ઊંઘમાં મદદરૂપ દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ રૂમમાં ‘વ્હાઇટ નોઇઝ’ મશીનોનો ઉપયોગ કરીને બહારનો અવાજ સંપૂર્ણપણે દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ચાર દાયકા બાદ ઇંગ્લેન્ડ ફરી આ મેદાન પર ઉતરશે

હેડ કોચ થોમસ તુશેલે પણ આ મુકાબલાને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે 1986ના વર્લ્ડ કપમાં એઝટેકા સ્ટેડિયમ ખાતે ડિએગો મેરાડોનાના ચર્ચિત ‘હેન્ડ ઓફ ગોડ’ ગોલની યાદ અપાવી હતી. લગભગ ચાર દાયકા બાદ ઇંગ્લેન્ડ ફરી એ જ મેદાન પર ઉતરશે.

મેક્સિકો સિટીની પાતળી હવા પણ મોટો પડકાર

આ ઉપરાંત ઇંગ્લેન્ડ માટે સમુદ્ર સપાટીથી 2,000 મીટરથી વધુ ઊંચાઈએ આવેલી મેક્સિકો સિટીની પાતળી હવા પણ મોટો પડકાર બનવાની છે. મેદાનની અંદર અને બહાર બંને મોરચે સંપૂર્ણ તૈયારી સાથે ઇંગ્લેન્ડની ટીમ હવે મેક્સિકો સામેની નિર્ણાયક ટક્કર માટે તૈયાર છે.

Breaking News: FIFA વર્લ્ડ કપ 2026 બાદ ફૂટબોલને અલવિદા કહેશે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, બહેને કર્યો મોટો ખુલાસો

Follow Us