
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 ના ઉદઘાટન સમારોહ પહેલા જ ભારતનો પહેલો મેડલ કન્ફર્મ થઈ ગયો છે . ભારતની સ્ટાર મહિલા બોક્સર અને ભૂતપૂર્વ ઓલિમ્પિક મેડલ વિજેતા લોવલિના બોરગોહેને આ મેડલ નિશ્ચિત કરી લીધો છે. તેના વેઇટ કેટેગરીમાં બાય મેળતા લવલીના બોર્ગોહેને CWG 2026 ના સેમિફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો છે. તેના સેમિફાઇનલમાં પહોંચવાથી ભારતને બ્રોન્ઝ મેડલ પહેલાથી જ મળી ગયો છે. આનો અર્થ એ છે કે બોક્સિંગ રિંગમાં પ્રવેશતા પહેલા જ તેનું પોડિયમ પોઝિશન નિશ્ચિત થઈ ગયું છે.
લોવલિના બોરગોહેન 31 જુલાઈના રોજ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની સેમિફાઇનલ મેચ રમશે , જેમાં જીતી તે ગોલ્ડ મેડલ મેચમાં આગળ વધવાની આશા રાખશે. લોવલિનાના કન્ફર્મ મેડલના સમાચારથી અન્ય ભારતીય ખેલાડીઓનું મનોબળ વધશે. ભારતીય ખેલાડીઓ 24 જુલાઈના રોજ લૉન બાઉલ્સ ઇવેન્ટ સાથે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. લૉન બાઉલ્સ ઇવેન્ટ્સ ઓપનિંગ સેરેમની પહેલા યોજાશે.
’ !
Tokyo Olympics boxing medallist Lovlina Borgohain has received a direct place in the women’s 75kg semi-finals, guaranteeing India a medal at the 2026 Commonwealth Games. ✅
Now, the colour… pic.twitter.com/m58KOeYaSJ
— Sportskeeda (@Sportskeeda) July 23, 2026
આ વખતે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 માં હોકી, બેડમિન્ટન, કુસ્તી, ક્રિકેટ સહિતની તે 6 રમતો જેમાં ભારતે ગત વખતે 31 મેડલ જીત્યા હતા, તેમને સ્થાન મળ્યું નથી. આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં માત્ર 10 રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ભારતની મેડલ ટેલીમાં અસર થઈ શકે છે.
ભારતીય ખેલાડીઓ ગ્લાસગો CWG 2026 માં 10 રમતોમાંથી આઠમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં એથ્લેટિક્સ, બોક્સિંગ, વેઇટલિફ્ટિંગ, જુડો, આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ, ટ્રેક સાયકલિંગ, લોન બાઉલ્સ અને સ્વિમિંગનો સમાવેશ થાય છે. એથ્લેટિક્સ સ્પર્ધા 27 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન યોજાશે, જેમાં બધાનું ધ્યાન નીરજ ચોપરા પર કેન્દ્રિત રહેશે. નીરજે 2018 ગોલ્ડ કોસ્ટ CWG માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઈજાને કારણે તે બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો ન હતો.