AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commonwealth Games 2026: કોમનવેલ્થ ગેમ્સના ઉદઘાટન સમારોહ પહેલા જ ભારતનો પહેલો મેડલ કન્ફર્મ, જાણો કેવી રીતે?

કોમનવેલ્થ ગેમ્સ 2026 નો ઉદ્ઘાટન સમારોહ હજુ થવાનો બાકી છે અને ભારતનો પહેલો મેડલ પહેલાથી જ કન્ફર્મ થઈ ગયો છે. ભારતીય બોક્સર લોવલિના બોરગોહેનના સેમિફાઇનલમાં સીધા પ્રવેશથી આ શક્ય બન્યું છે.

Commonwealth Games 2026: કોમનવેલ્થ ગેમ્સના ઉદઘાટન સમારોહ પહેલા જ ભારતનો પહેલો મેડલ કન્ફર્મ, જાણો કેવી રીતે?
Lovlina BorgohainImage Credit source: X
| Updated on: Jul 23, 2026 | 6:11 PM
Share

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 ના ઉદઘાટન સમારોહ પહેલા જ ભારતનો પહેલો મેડલ કન્ફર્મ થઈ ગયો છે . ભારતની સ્ટાર મહિલા બોક્સર અને ભૂતપૂર્વ ઓલિમ્પિક મેડલ વિજેતા લોવલિના બોરગોહેને આ મેડલ નિશ્ચિત કરી લીધો છે. તેના વેઇટ કેટેગરીમાં બાય મેળતા લવલીના બોર્ગોહેને CWG 2026 ના સેમિફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો છે. તેના સેમિફાઇનલમાં પહોંચવાથી ભારતને બ્રોન્ઝ મેડલ પહેલાથી જ મળી ગયો છે. આનો અર્થ એ છે કે બોક્સિંગ રિંગમાં પ્રવેશતા પહેલા જ તેનું પોડિયમ પોઝિશન નિશ્ચિત થઈ ગયું છે.

લોવલિનાનો મેડલ કન્ફર્મ, સેમિફાઇનલ 31 જુલાઈએ

લોવલિના બોરગોહેન 31 જુલાઈના રોજ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની સેમિફાઇનલ મેચ રમશે , જેમાં જીતી તે ગોલ્ડ મેડલ મેચમાં આગળ વધવાની આશા રાખશે. લોવલિનાના કન્ફર્મ મેડલના સમાચારથી અન્ય ભારતીય ખેલાડીઓનું મનોબળ વધશે. ભારતીય ખેલાડીઓ 24 જુલાઈના રોજ લૉન બાઉલ્સ ઇવેન્ટ સાથે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. લૉન બાઉલ્સ ઇવેન્ટ્સ ઓપનિંગ સેરેમની પહેલા યોજાશે.

આ રમતો નહીં હોવાથી મેડલ ટેલી ઘટી શકે

આ વખતે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 માં હોકી, બેડમિન્ટન, કુસ્તી, ક્રિકેટ સહિતની તે 6 રમતો જેમાં ભારતે ગત વખતે 31 મેડલ જીત્યા હતા, તેમને સ્થાન મળ્યું નથી. આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં માત્ર 10 રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ભારતની મેડલ ટેલીમાં અસર થઈ શકે છે.

આ રમતોમાં ભારતીય ખેલાડીઓ પ્રતિભા બતાવશે

ભારતીય ખેલાડીઓ ગ્લાસગો CWG 2026 માં 10 રમતોમાંથી આઠમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં એથ્લેટિક્સ, બોક્સિંગ, વેઇટલિફ્ટિંગ, જુડો, આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ, ટ્રેક સાયકલિંગ, લોન બાઉલ્સ અને સ્વિમિંગનો સમાવેશ થાય છે. એથ્લેટિક્સ સ્પર્ધા 27 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન યોજાશે, જેમાં બધાનું ધ્યાન નીરજ ચોપરા પર કેન્દ્રિત રહેશે. નીરજે 2018 ગોલ્ડ કોસ્ટ CWG માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઈજાને કારણે તે બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો ન હતો.

IND vs ZIM: મયંક યાદવનો ખતરનાક અંદાજ, પહેલા જ બોલે 149 કિમી/કલાકની ઝડપે ઝિમ્બાબ્વેને આપ્યો ઝટકો

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
g clip-path="url(#clip0_868_265)">