AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Para Games 2026: બીજા દિવસે ભારતે જીત્યા 5 ગોલ્ડ મેડલ, એથ્લેટિક્સમાં ઐતિહાસિક પ્રદર્શન, અનેક રેકોર્ડ તૂટ્યા

એશિયન પેરા ગેમ્સના બીજા દિવસે ભારતનો દબદબો રહ્યો. ભારતે પાંચ ગોલ્ડ મેડલ સહિત કુલ 24 મેડલ જીત્યા. આનાથી ભારત 35 મેડલ સાથે મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું.

Asian Para Games 2026: બીજા દિવસે ભારતે જીત્યા 5 ગોલ્ડ મેડલ, એથ્લેટિક્સમાં ઐતિહાસિક પ્રદર્શન, અનેક રેકોર્ડ તૂટ્યા
Asian Para Games 2026Image Credit source: PTI
| Updated on: Oct 20, 2026 | 8:44 PM
Share

એશિયન પેરા ગેમ્સના બીજા દિવસે ભારતીય પેરા એથ્લેટ્સે ટ્રેક એન્ડ ફિલ્ડમાં જોરદાર પ્રદર્શન કર્યું અને મેડલનો વરસાદ કર્યો. મંગળવાર સંપૂર્ણપણે ભારતીય એથ્લેટિક્સનો દિવસ હતો, જ્યાં ખેલાડીઓએ ધૂમ મચાવી. ફક્ત એથ્લેટિક્સ ટ્રેકમાં જ પાંચ ગોલ્ડ મેડલ ભારતે જીત્યા હતા. આ મેડલ્સના આધારે બીજા દિવસના અંત સુધીમાં ભારત 35 મેડલ સાથે મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે, જેમાં 9 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. કુલ 35 મેડલમાંથી એકલા એથ્લેટિક્સ ટીમે 20 મેડલ જીત્યા છે.

નિષાદ કુમારના નામે રહ્યો બીજો દિવસ

દિવસનો સૌથી મોટો સ્ટાર નિષાદ કુમાર હતો, જેણે સોમવારે લોંગ જમ્પ T47 માં ગોલ્ડ જીત્યા બાદ, મંગળવારે હાઈ જમ્પ T47 માં 2.04 મીટર કૂદકો મારીને નવો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો. એટલું જ નહીં તે એક જ પેરા એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતનાર ત્રીજો ભારતીય પણ બન્યો.

ટ્રેક પર ભારતીય દીકરીઓની ગોલ્ડન સ્પીડ

ભારતીય દોડવીરોએ એથ્લેટિક્સમાં અનેક ઐતિહાસિક રેકોર્ડ તોડી નાખ્યા. તેલંગાણાની 23 વર્ષીય ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન અને પેરાલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા દીપ્તિએ 400 મીટર T20 દોડમાં 56.36 સેકન્ડના નવા ગેમ્સ રેકોર્ડ સમય સાથે સતત બીજી પેરા એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ જીત્યો. 200 મીટર T12 માં, પેરાલિમ્પિક મેડલ વિજેતા સિમરને 24.80 સેકન્ડના નવા ગેમ્સ રેકોર્ડ સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો. આ જ ઇવેન્ટમાં ભારતની ડેબ્યુટન્ટ તેજલબેન ડામોરે 25.23 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.

ડિસ્ક થ્રોમાં બે ગોલ્ડ મેડલ

બીજી તરફ, ડિસ્ક થ્રોમાં વ્હીલચેર એથ્લેટ્સ પ્રણવ સુરમા (F51/52/53 કેટેગરી) અને દેવેન્દ્ર કુમાર (F44/64 કેટેગરી) એ ડિસ્કસ થ્રોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંને ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીત્યા હતા અને મેડલટેલીમાં ભારતના મેડલ્સની સંખ્યા વધારી હતી.

શૂટિંગ-પાવરલિફ્ટિંગમાં સિલ્વર મેડલ

ભારતીય ખેલાડીઓ શૂટિંગ અને પાવરલિફ્ટિંગમાં પણ ચમક્યા. પેરિસ પેરાલિમ્પિક્સના સિલ્વર મેડલ વિજેતા મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં ફાઇનલમાં 233.7 ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો, જેનાથી 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સ માટે જગ્યા મળી. દરમિયાન, સોનીપતના ગોહાનાના અશોક કુમાર મલિકે પુરુષોની 65 કિગ્રા શ્રેણીમાં 192 કિગ્રા વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો, જેનાથી તેમનો અગાઉનો બ્રોન્ઝ મેડલ અપગ્રેડ થયો.

સ્વિમિંગ-ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ

જન્મથી જ અંધ 22 વર્ષીય હિમાંશુ નંદલે પુરુષોની 400 મીટર ફ્રીસ્ટાઇલ S11 માં 5:10.91 ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો, જ્યારે નિરંજન મુકુંદને પુરુષોની 200 મીટર મેડલી SM7 માં 2:57.01 ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. દરમિયાન ટેબલ ટેનિસમાં રવિ બેબી સહાના અને પ્રાચી પાંડે સ્ટેન્ડિંગ કેટેગરીમાં પોડિયમ સુધી પહોંચનારા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. ભાવીના પટેલ, સોનલબેન પટેલ, પ્રાચી અને સહાનાના બ્રોન્ઝ મેડલને કારણે ભારતે ટેબલ ટેનિસમાં કુલ ચાર મેડલ જીત્યા.

110 રનમાં અડધી ટીમ ખતમ, પછી કેપ્ટને એકલા હાથે ઓસ્ટ્રેલિયાની બાજી બગાડી, ફટકારી દમદાર સદી

Follow Us
ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો
ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો
ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ
ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ
ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ
મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે
મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે
સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ
સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ
સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video
સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video
ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત
ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, અટકેલા કાર્યો ગતિ પકડશે
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે, અટકેલા કાર્યો ગતિ પકડશે
ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા SMCના અધિકારીને બુટલેગરે માર્યો
ભાવનગરના મહુવામાં દરોડા પાડવા ગયેલા SMCના અધિકારીને બુટલેગરે માર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે દિલ્હીમાં 'મહત્વપૂર્ણ બેઠક'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની PM મોદી સાથે દિલ્હીમાં 'મહત્વપૂર્ણ બેઠક'
g clip-path="url(#clip0_868_265)">