Strandja Memorial: નિખત ઝરીને યુક્રેનની બોક્સરને પછાડી બીજી વખત બની ચેમ્પિયન, નીતુએ પણ જીત્યો ગોલ્ડ, ભારતને 3 મેડલ મળ્યા

જ્યારે ભારતીય મહિલાઓનું પ્રદર્શન વધુ સારું રહ્યુ, તો ભારતીય પુરૂષ બોક્સરોનુ નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું અને 7માંથી કોઇ બોક્સરને સફળતા મળી ન હતી.

Strandja Memorial: નિખત ઝરીને યુક્રેનની બોક્સરને પછાડી બીજી વખત બની ચેમ્પિયન, નીતુએ પણ જીત્યો ગોલ્ડ, ભારતને 3 મેડલ મળ્યા
Nikhat Zareen ને કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ.
| Edited By: | Updated on: Feb 28, 2022 | 10:20 AM

સોફિયા, બલ્ગેરિયામાં રમાઈ રહેલી સ્ટ્રેન્ડજા મેમોરિયલ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2022 (Strandja Memorial Boxing Championship 2022) માં રવિવાર 27 ફેબ્રુઆરીએ ભારતનો દિવસ સારો રહ્યો. ભારતના બે ઉભરતા બોક્સર નિખાત ઝરીન (Nikhat Zareen) અને નીતુ (Neetu) એ પોતપોતાની અંતિમ મેચોમાં શાનદાર જીત નોંધાવીને ગોલ્ડ મેડલ જીત્યા હતો. નિખત ઝરીને 52 કિગ્રામાં ગોલ્ડ જીત્યો, જ્યારે નીતુએ 48 કિગ્રાની ફાઇનલમાં જીતીને ભારતને દિવસનો બીજો ગોલ્ડ અપાવ્યો. નીતુને જીતવા માટે વધારે સંઘર્ષ કરવો પડ્યો ન હતો અને તેને એકતરફી નિર્ણયમાં જીત મળી હતી, પરંતુ યુક્રેનિયન બોક્સર સામે નિખતને ઘણો પરસેવો પાડવો પડ્યો હતો.

બલ્ગેરિયાની રાજધાની સોફિયામાં આયોજિત 73મી ચેમ્પિયનશિપમાં રવિવારે રમાયેલી ફાઈનલમાં નીતુએ ઈટાલીની બોક્સર એરિકા પ્રિસિયાંડારોને હરાવી હતી. ભારતીય બોક્સરને વધારે મુશ્કેલી ન પડી. તેણીએ ભૂતપૂર્વ યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ-મેડલિસ્ટને 5-0થી હરાવીને ચેમ્પિયનશિપ જીતી હતી. નીતુએ ઇટાલિયન બોક્સર સામે તેની લાંબી પહોંચનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને શાનદાર વળતો હુમલો કર્યો.

નિખત ઝરીન, ‘સ્ટ્રેન્ડજાની રાણી’

બીજી તરફ નિખતે યુરોપિયન ચેમ્પિયનશીપમાં ત્રણ વખત મેડલ વિજેતા યુક્રેનની તેતીયાના કોબને 4-1 થી પરાજય આપ્યો હતો. જો કે ઝરીનને કઠિન પડકારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેણે તેના પ્રતિસ્પર્ધીને વર્ચસ્વ જમાવવાની તક આપી ન હતી. હૈદરાબાદની ઝરીને 2019માં સ્ટ્રાન્ડજા મેમોરિયલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ટુર્નામેન્ટમાં બે વખત ગોલ્ડ જીતનારી તે એકમાત્ર ભારતીય બોક્સર છે. આ સાથે ભારતે ત્રણ મેડલ સાથે ટૂર્નામેન્ટ પુરી કરી હતી. આ બે સિવાય, નંદિની (+81 કિગ્રા) બ્રોન્ઝ સાથે દેશની ત્રીજી મેડલ વિજેતા રહી હતી.

ટુર્નામેન્ટમાં બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યા બાદ ઝરીને ખુશીથી પોતાને ‘સ્ટ્રેન્ડજાની રાણી’ ગણાવી હતી. તેણે હળવા મૂડથી કહ્યું, તમે મને ‘સ્ટ્રેન્ડજાની રાણી’ કહી શકો છો. હું અત્યારે ખૂબ જ ખુશ છું. બે ગોલ્ડમાં આ વધુ ખાસ છે કારણ કે મેં સેમિફાઇનલમાં ઓલિમ્પિક મેડલ વિજેતા (તુર્કીના બસ નાઝ કાકીરોગ્લુ, જેણે ટોક્યોમાં સિલ્વર મેડલ જીત્યો હતો) ને હરાવી હતી. ત્રણ મુખ્ય ઇવેન્ટ્સ (વર્લ્ડ ચેમ્પિયનશિપ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ) લાઇનમાં છે. આવી સ્થિતિમાં મારો આત્મવિશ્વાસ વધશે.

બીજી તરફ હરિયાણાના ભિવાનીના ધનાના ગામની નીતુ 21 વર્ષની છે. દીકરીને બોક્સિંગનું કોચિંગ અપાવવા માટે તેના પિતાએ રાજ્ય સરકારની નોકરીમાંથી વગર પગારે ત્રણ વર્ષની રજા લીધી હતી. જ્યારે નીતુએ આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કરવાનું શરૂ કર્યું, ત્યારે તેણે ચંદીગઢમાં ફરી નોકરી શરૂ કરી હતી.

પુરૂષ ટીમનું ખરાબ પ્રદર્શન

જ્યારે મહિલા ટીમનું પ્રદર્શન વધુ સારું રહ્યું હતું, તો પુરૂષ ટીમનું પ્રદર્શન આ વખતે ઘણું નબળું રહ્યું હતું. જેમાં સાતમાંથી કોઈ પણ મેડલ રાઉન્ડ સુધી પહોંચી શક્યું ન હતું. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2019માં આવ્યું હતું. જ્યારે અમિત પંખાલ, નિખત અને મીના કુમારી દેવીએ ગોલ્ડ જીત્યો હતો. આ ઉપરાંત ટીમે એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. મેડલની સંખ્યાના સંદર્ભમાં, ભારતે 2018 માં 11 મેડલ સાથે સૌથી વધુ મેડલ જીત્યા હતા પરંતુ તેમાં માત્ર બે ગોલ્ડ હતા.

 

આ પણ વાંચોઃ IND vs SL: રોહિત શર્મા માટે શ્રીલંકાનો આ બોલર બન્યો માથાનો દુઃખાવો, હિટમેનને T20 સિરીઝમાં પરેશાન કરી દીધો

આ પણ વાંચોઃ IND vs SL: રોહિત શર્માએ તોડ્યો મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ, શ્રીલંકાને ત્રીજી T20 મેચમાં હરાવીને કર્યો મોટો કમાલ

Published On - 10:14 am, Mon, 28 February 22