CWG 2022 ની બ્રોન્ઝ મેડલિસ્ટ રેસલર દિવ્યા કાકરાનના ટ્વીટથી મચ્યો હંગામો, હવે BJP-AAP વચ્ચે થઈ ગઈ ટક્કર, જાણો શુ છે પૂરો મામલો

|

Aug 11, 2022 | 3:28 PM

દિવ્યા કાકરાને (Divya Kakran) પોતે દિલ્હીમાં રહેતી હોવાને લઈને એક ટ્વીટ કર્યુ છે, જેમાં તેણે પોતાને પ્રોત્સાહન કરવાને લઈને દિલ્હી સરકાર સામે કહેલી વાતે હવે હવે હંગામો મચવા લાગ્યો છે.

CWG 2022 ની બ્રોન્ઝ મેડલિસ્ટ રેસલર દિવ્યા કાકરાનના ટ્વીટથી મચ્યો હંગામો, હવે BJP-AAP વચ્ચે થઈ ગઈ ટક્કર, જાણો શુ છે પૂરો મામલો
Divya Kakranની પોષ્ટને લઈ સોશીયલ મીડિયા પર હંગામો

Follow us on

કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) માં દેશ માટે બે વખત બ્રોન્ઝ મેડલ જીતનારી દિવ્યા કાકરાન (Divya Kakran) હાલ ચર્ચામાં છે. હવે દિવ્યાના ટ્વીટ પર રાજકીય લડાઈ શરૂ થઈ છે, જે સતત દિલ્હી સરકાર (Delhi Government) પાસે મદદની વિનંતી કરી રહી હતી. આ જંગમાં આમ આદમી પાર્ટી અને ભાજપ આમને-સામને આવી ગયા છે. AAP જ્યાં દિવ્યા પર આરોપ લગાવી રહી છે, ત્યારે BJP દિલ્હી સરકાર હોવાની વાતને સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

દિવ્યાએ કેજરીવાલ પર નિશાન સાધ્યું

બર્મિંગહામમાં તાજેતરમાં પૂર્ણ થયેલી કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યા બાદ સૌએ સોશિયલ મીડિયા પર દિવ્યાને અભિનંદન પાઠવ્યા હતા. દિવ્યાએ અરવિંદ કેજરીવાલ માટે ટ્વિટ કરતા લખ્યું. ‘મેડલ માટે મને અભિનંદન આપવા બદલ દિલ્હીના માનનીય મુખ્યમંત્રીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મારી તમને એક વિનંતી છે કે હું છેલ્લા 20 વર્ષથી દિલ્હીમાં રહું છું અને અહીં મારી રમત કુસ્તીની પ્રેક્ટિસ કરું છું, પરંતુ આજ સુધી મને રાજ્ય સરકાર તરફથી કોઈ ઈનામ કે કોઈ મદદ આપવામાં આવી નથી. હું તમને એટલી જ વિનંતી કરું છું કે જે રીતે તમે દિલ્હી દ્વારા અન્ય રાજ્યમાંથી રમતા અન્ય ખેલાડીઓનું સન્માન કરો છો, તે જ રીતે મારું પણ સન્માન થવું જોઈએ.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

સૌરભ ભારદ્વાજે સવાલો ઉઠાવ્યા હતા

આના પર આમ આદમી પાર્ટીના સ્પોર્ટ્સ પર્સન સૌરભ ભારદ્વાજે ટ્વીટ કરીને કહ્યું, ‘કદાચ હું ખોટો હોઉં બહેન, પરંતુ જ્યારે મેં શોધ કરી તો મને જાણવા મળ્યું કે તમે હંમેશા ઉત્તર પ્રદેશ તરફથી રમતા છો, દિલ્હી રાજ્ય તરફથી નહીં. આજે આખા દેશને તમારા પર ગર્વ છે. ભગવાનને પ્રાર્થના કે તમે આગળ વધો. આ પછી દિવ્યા કાકરાને ટ્વિટ કરીને તેમને દિલ્હી સ્ટેટ ચેમ્પિયનશિપનું પ્રમાણપત્ર આપ્યું.

ભાજપે આમ આદમી પાર્ટી પર સવાલ ઉઠાવ્યા

આ દરમિયાન બીજેપીના શહજાદ જયહિંદે ટ્વીટ કર્યું કે, દિવ્યાને મદદ કરવાને બદલે આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજ તેની મજાક ઉડાવતા રહ્યા. આમ આદમી પાર્ટી આવા જુઠ્ઠાણા બોલે છે અને શ્રેય લે છે પરંતુ વાસ્તવમાં યુવાનોનું અપમાન કરે છે. આ ખેલાડીઓ, યુવાનો અને તિરંગાનું અપમાન છે. સ્ટેડિયમ હોય કે યુદ્ધનું મેદાન, લોકો હંમેશા તિરંગાના સન્માન માટે લડે છે. સીએમ કેજરીવાલે સૌરભ ભારદ્વાજને ના પણ પાડી. વર્ષ 2018માં એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ પણ દિવ્યા દ્વારા દિલ્હી સરકારના દાવા પર સવાલો ઉભા થયા હતા.

Published On - 3:24 pm, Thu, 11 August 22

Next Article