ભારતીય મહિલા બેડમિન્ટન જગતમાં દિગ્ગજ ગણાતી એવી પીવી સિન્ધુ (PV Sindhu) અને સાઇના નેહવાલ (Saina Nehwal) પર તમામની નજર રહેલી છે. ત્યારે મલેશિયા ઓપન સુપર 750 (Malaysia Open Super 750) બેડમિન્ટન ટુર્નામેન્ટ હાલમાં જ શરૂ થઇ ગઇ છે અને આ બંને ભારતીય ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહ્યા છે. 29 જુનથી કુઆલાલંપુરમાં આ ટુર્નામેન્ટની શરૂઆત થઇ ગઇ છે.
મલેશિયા ઓપન સુપર 750 (Malaysia Open Super 750) બેડમિન્ટન ટુર્નામેન્ટ માં ભારતની સ્ટાર પીવી સિન્ધુએ જીત સાથે શરૂઆત કરી છે. તો સ્ટાર ખેલાડી સાઇના નેહવાલે ફરી પોતાના ચાહકોને નિરાશ કર્યા છે અને પહેલા જ રાઉન્ડમાં હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે.
@Pvsindhu1 through to the next round! ✨#Sindhu 🇮🇳 def. #Chochuwong 🇹🇭 21-17, 21-17 to advance to the Pre- Quarterfinals of #MalaysiaOpen! 🔥#IndiaontheRise #MalaysiaSuper750 #Badminton #pvsindhu #Badminton #India #sports #twitter pic.twitter.com/sOkhjOUVPu
— Trupti Murgunde (@TMurgunde) June 29, 2022
ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ (PV Sindhu) એ શાનદાર પ્રદર્શન કરીને વિશ્વ માં નંબર 10 થાઈલેન્ડની પોર્નપાવી ચોચુવોંગને સીધી ગેમમાં 21-13, 21-17 થી માત આપી હતી. પરંતુ લંડન ઓલિમ્પિક (London Olympics) ની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઈના નેહવાલ (Saina Nehwal) ને વિશ્વની 33માં ક્રમાંકિત અમેરિકાની આઈરિસ વાંગે 11-21, 17-21 થી હાર આપી હતી. અમેરિકાની આઈરિસ વાંગે ભારતની સાઇના નેહવાલને સીધી સેટમાં માત્ર 37 મિનિટમાં માત આપી હતી.
વિશ્વ બેડમિન્ટન રેન્કિંગમાં સાતમી ક્રમાંકિત ભારતની પીવી સિન્ધુ હવે આ ટુર્નામેન્ટમાં 21 વર્ષીય થાઈલેન્ડની યુવા ખેલાડી ફિતાયાપોર્ન ચાઈવાન સામે ટક્કર લેશે. જે વિશ્વ જુનિયર રેન્કિંગમાં વિશ્વની નંબર વન રહી ચુકી છે અને બેંગકોકમાં ઉબેર કપ (Uber Cup) માં બ્રોન્ઝ મેડલ જીતનારી થાઈલેન્ડની ટીમનો પણ ભાગ હતી.
Day 2️⃣ schedule 🔥
ℹ️: Matches are underway#MalaysiaOpen2022 #MalaysiaOpenSuper750#IndiaontheRise#Badminton pic.twitter.com/BefJff10Ll
— BAI Media (@BAI_Media) June 29, 2022
બીજી તરફ ભારતના જ બેડમિન્ટન ખેલાડી બી સુમિત રેડ્ડી અને અશ્વિની પોનપ્પાની મિશ્ર ડબલ્સની જોડી પણ 52 મિનિટની ચુસ્ત મેચમાં વિશ્વની 21 ક્રમાંકની નેધરલેન્ડ્સની રોબિન ટેબલિંગ અને સેલેના પીકની જોડી સામે 15-21 21-19 17-21 થી હારી ગઈ હતી.
Published On - 3:01 pm, Wed, 29 June 22