બબીતા ​​ફોગાટે સાક્ષી મલિક પર વળતો પ્રહાર કર્યો, કહ્યું- દીદી તમને કાંઈ ન મળ્યું

|

Oct 23, 2024 | 2:00 PM

સાક્ષી મલિકે લગાવેલા આરોપ બાદ બબીતા ફોગાટે હવે તેના પર કટાક્ષ કર્યો છે. બબીતા ફોગાટે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સાક્ષી મલિકને તેની વાતો ર જવાબ આપ્યો છે.

બબીતા ​​ફોગાટે સાક્ષી મલિક પર વળતો પ્રહાર કર્યો, કહ્યું- દીદી તમને કાંઈ ન મળ્યું

Follow us on

જેમણે દેશ માટે દંગલ લડ્યું મેટ પર વિરોધીઓને પછાડ્યા અને ભારત માટે મેડલ જીત્યા. હવે આ બે મહિલા રેસલર આમને-સામને આવી છે. પહેલા સાક્ષી મલિકે ખુલાસો કર્યો તો હવે બબીતા ફોગાટે તેના પર પલટવાર કર્યો છે. સાક્ષી મલિકે પોતાના પુસ્તકમાં ખુલાસો કરતા કહ્યું બબીતા ફોગાટ પર ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે બબીતા ​​ભારતીય રેસલિંગ ફેડરેશનની પ્રમુખ બનવા માંગતી હતી, જેના માટે તેણે આ કર્યું હતું.

સાક્ષી મલિક પર બબીતા ફોગાટનો પ્રહાર

સાક્ષી મલિકે લગાવેલા આરોપ પર બબીતા ફોગાટે પ્રહાર કર્યો છે. બબીતા ફોગાટે 23 ઓક્ટોબરના રોજ સવારે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું દીદી તુમકો કુછ ના મિલા, હમ સમજ શકતે હૈ તુમ્હારા દર્દ, કિતાબ વેંહચવાના ચક્કરમાં તમે તમારો વિશ્વાસ વેચી દીધો. સાક્ષીના આરોપો બાદ બબીતાની આ પહેલી પ્રતિક્રિયા છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

બબીતાએ નામ લીધા વગર સમગ્ર વાત કહી

બબીતા ફોગાટ માટે આ પોસ્ટ સૌથી ખાસ છે. સાક્ષી મલિકનું લીધા વગર કહ્યું છે. સાક્ષીએ હાલમાં પોતાના પુસ્તકમાં આંદોલન પાછળની માસ્ટમાઈન્ડ કહી હતી. સમજવું મુશ્કેલ છે કે, આ પોસ્ટ કોના માટે છે.

વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાની સાથી મળી સાક્ષી મલિકે ગત વર્ષ જંતર-મંતર પર WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ મોર્ચો ખોલ્યો હતો. સાક્ષી મલિક મુજબ આ પ્રદર્શન બબીતાના કહેવા પર કરવામાં આવ્યું હતુ. સાક્ષી મલિકની વાત માનીએ તો આ પ્રદર્શનમાં બબીતાએ પોતાનો એજન્ડા સામેલ કર્યો હતો. તે બ્રિજભૂષણ સિંહને દુર કરી ખુદ અધ્યક્ષ બનવા માંગતી હતી.

 

 

વિટનેસ નામથી સાક્ષી મલિકે હાલમાં પોતાની બુકનું વિમોચન કર્યું હતુ. આ પુસ્તકમાં તેમણે બબીતા ફોગાટ પર ગંભીર આરોપ લગાવ્યા સિવાય મિત્ર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાની પણ પોલ ખોલી છે. સાક્ષી મુજબ વિનેશ અને બજરંગના સ્વાર્થી નિર્ણયોના કારણે કુસ્તીબાજોના પ્રદર્શનથી કોઈ ફાયદો થયો નથી.

Published On - 1:58 pm, Wed, 23 October 24

Next Article