Hangzhou Asian Para Games 2023: એશિયન પેરા ગેમ્સમાં અવની લેખારાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો

ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સનું આયોજન કર્યા બાદ હવે એશિયન પેરા ગેમ્સ 2023 (Asian Para Games 2023) શરૂ થઈ ગઈ છે. આ ગેમ્સનો ઉદઘાટન સમારોહ રવિવારે (22 ઓક્ટોબર) સાંજે યોજાયો હતો. આ વખતે એશિયન પેરા ગેમ્સમાં 22 રમતોમાં કુલ 566 ગોલ્ડ મેડલ દાવ પર છે. 43 દેશોના લગભગ 4000 પેરા એથ્લેટ્સ આ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. ભારતે મેડલમાં ખાતું પણ ખોલાવી દીધું છે.

Hangzhou Asian Para Games 2023: એશિયન પેરા ગેમ્સમાં અવની લેખારાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો
| Edited By: | Updated on: Oct 23, 2023 | 3:33 PM

ભારતે આ ગેમ્સ માટે 313 ખેલાડીઓની ટુકડી પણ મોકલી છે, જે એશિયન પેરા ગેમ્સ (Asian Para Games 2023)માં અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે. ભારતીય ખેલાડીઓ 22માંથી 17 રમતોમાં ભાગ લઈ રહ્યા છે. આ વખતે ભારતે રોઈંગ, કેનોઈંગ, લૉન બોલ, તાઈકવાન્ડો અને બ્લાઈન્ડ ફૂટબોલ જેવી ઈવેન્ટ્સમાં પણ પોતાના પેરા એથ્લેટ્સને મેદાનમાં ઉતાર્યા છે. પેરા એશિયન ગેમ્સ 22 થી 28 ઓક્ટોબર સુધી રમાશે.ભારતીય મહિલા શૂટર અવની લેખારાએ એશિયન પેરા ગેમ્સમાં ધૂમ મચાવી છે. તેણે ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું.

શૈલેષ કુમારે હાઈ જમ્પમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે અવની લેખારાએ શૂટિંગમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 10 મીટર એર રાઈફલ SH1માં ગોલ્ડ મેડલ જીત્યો છે.

 

(sai media : Twitter)

એશિયન ગેમ્સની ચોથી સિઝન

તમને જણાવી દઈએ કે, આ એશિયન ગેમ્સની ચોથી સિઝન છે. સૌથી પહેલી વખત ચીનના ગ્વાગ્ઝુમાં રમાય હતી. ત્યારબાદ 2014માં દક્ષિણ કોરિયાના ઈંચન અને 2018માં જકાર્તાના પાલેમબાંગમાં પણ આયોજન કરાયું હતુ. ચોથી પેરા એશિયન ગેમ્સનું આયોજન 9 થી 15 ઓક્ટોબર 2022ના રોજ રમાવાની હતી પરંતુ ચીનમાં ગયા વર્ષે કોવિડ 19 સંક્રમણના ફેલાવાને કારણે સ્થગિત કરવામાં આવ્યું હતુ.

પેરા એશિયન ગેમ્સમાં ભારતનું અત્યારસુધીનું પ્રદર્શન

વર્ષ 2010માં રમાયેલી પેરા એશિયન ગેમ્સમાં ભારતીય ટીમે 14 મેડલ જીત્યા હતા. ત્યારે ભારત મેડલ ટેલીમાં 15માં ક્રમે હતું. ત્યારબાદ પેરા એશિયન ગેમ્સ 2014માં ભારત 15માં સ્થાને રહ્યું હતુ. પેરા એશિયન ગેમ્સ 2018માં ભારતનું પ્રદર્શન સુધર્યું હતુ અને 9માં સ્થાને રહ્યું હતુ. આ વખતે પેરા એશિયન ગેમ્સમાં ભારત ટોપ-5માં રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો