બુધવારે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે AFC એશિયન કપ ક્વોલિફાયર્સ (Asian Cup Qualifiers) ના ત્રીજા રાઉન્ડની મેચમાં ભારતીય ફુટબોલ ટીમ (Indian Football) એ નીચલા ક્રમાંકિત કંબોડિયાને 2-0 થી હરાવતાં પ્રભાવશાળી સ્ટ્રાઈકર સુનીલ છેત્રી (Sunil Chhetri) એ બે ગોલ કર્યા હતા. શનિવાર 11 જૂને ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડની ગ્રુપ-ડીની બીજી મેચમાં ભારતીય ફુટબોલ ટીમનો મુકાબલો હવે અફઘાનિસ્તાન ફુટબોલ ટીમ સામે થશે. હાલ ફુટબોલ રેન્કિંગમાં અફઘાનિસ્તાનનો ક્રમ 150 નો છે.
કંબોડિયા ટીમ સામેના 2 ગોલમાંથી સુનીલ છેત્રી (Sunil Chhetri) એ 81 ગોલ કર્યા છે. તેણે 14મી મિનિટે પેનલ્ટીથી બીજો ગોલ કર્યો અને પછી 60મી મિનિટે હેડરથી 106 માં ક્રમે રહેલી ભારતીય ટીમને જીત અપાવી. જો કે પોતાનાથી 65 સ્થાન નીટે 171 માં સ્થાને રહેલ કંબોડિયાની ટીમ પર મોટી જીત નોંધાવવાના ઈરાદા સાથે ભારતની ફુટબોલ ટીમ મેદાન પર ઉતરી હતી. પરંતુ માત્ર બે ગોલના તફાવતથી તેને હરાવી શકી હતી.
ભારત સામે રમાયેલી આ મેચમાં કંબોડિયાની ટીમ ખાસ કઇ કરી શકી ન હતી. ભારતે શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું. જો કે વિપક્ષી ટીમે ઘણી વખત વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ભારતની મજબૂત સંરક્ષણ રેખાને ભેદી શકી ન હતી. ટીમ ઈન્ડિયા (Indian Football Team) ને આ મેચમાં શરૂઆતથી જ એક ધાર મળી હતી. મહત્વું છે કે વર્ષ 2022 માં ભારતીય ફૂટબોલ ટીમની આ પ્રથમ જીત છે.
Scenes after the Full-time whistle ♥️💯#INDCAM ⚔️ #AsianCup2023 🏆 #BlueTigers 🐯 #BackTheBlue 💙 #IndianFootball ⚽ pic.twitter.com/ioBNVJwvrW
— Indian Football Team (@IndianFootball) June 8, 2022
Hugs from the skipper 🤗@chetrisunil11 🫂 @SureshWangjam#INDCAM ⚔️ #AsianCup2023 🏆 #BlueTigers 🐯 #BackTheBlue 💙 #IndianFootball ⚽ pic.twitter.com/fJBIKuLcHb
— Indian Football Team (@IndianFootball) June 8, 2022
જીત બાદ ભારતીય સુકાની સુનીલ છેત્રી (Sunil Chhetri) એ કહ્યું, ‘સારુ લાગે છે કે અમે જીત્યા છીએ. અમે હજુ વધુ સારૂ પ્રદર્શન કરી શક્યા હોત. અમે આખો સમય અમારી લય જાળવી શક્યા નહીં. સંજોગોને કારણે મેચમાં બહાનું આપવા માંગતો નથી. પહેલી મેચ જીત્યા બાદ ત્રણ પોઈન્ટ મેળવતા સારું લાગે છે. પરંતુ અમે મેચમાં મોટાભાગની તકોનો ફાયદો ઉઠાવ્યો ન હતો. એકંદરે જીતથી ખુશ.’