FIH Pro League: આર્જેન્ટિનાની મહિલા ટીમ પ્રો-લીગની નવી ચેમ્પિયન બની, ભારતને હરાવ્યું જુઓ VIDEO

|

Jun 20, 2022 | 11:33 AM

Fih Pro League: આર્જેન્ટિનાની હોકી ટીમે મહિલા પ્રો-લીગ (Pro League) નો ખિતાબ જીત્યો છે. તેણે ભારત (Indian Hockey) સામેની મેચમાં 3-2થી જીત મેળવીને ટાઈટલ પર કબજો કર્યો હતો.

FIH Pro League: આર્જેન્ટિનાની મહિલા ટીમ પ્રો-લીગની નવી ચેમ્પિયન બની, ભારતને હરાવ્યું જુઓ VIDEO
Argentina Women Hockey (PC: Twitter)

Follow us on

ભારતીય મહિલા હોકી (Indian Women Hockey) ટીમ રવિવારે FIH પ્રો લીગ (FIH Pro League) ડબલ લેગ મેચની બીજી મેચમાં ગોલની લીડ ગુમાવ્યા બાદ ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા આર્જેન્ટીના સામે 2-3 થી હારી ગઈ હતી. આર્જેન્ટિનાએ 16 મેચમાં 42 પોઈન્ટ સાથે FIH પ્રો લીગ ટાઈટલ જીત્યું. ટીમે પ્રથમ વાર જ ટાઇટલ કબજે કર્યું હતું. તો બીજા સ્થાને રહેલી ડિફેન્ડિંગ ચેમ્પિયન નેધરલેન્ડ્સથી 10 પોઈન્ટ આગળ રહી છે. જોકે હજુ બે મેચ બાકી છે. ભારતીય ટીમ પોતાની ડેબ્યૂ સિઝનમાં 12 મેચમાં 24 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહી હતી. શનિવારે રમાયેલી પ્રથમ મેચમાં ભારતીયોએ શાનદાર પ્રદર્શન કરતા આર્જેન્ટિનાને નિર્ધારિત સમયમાં 3-3ની બરાબરી બાદ શૂટઆઉટમાં 2-1થી અપસેટ સર્જ્યુો હતો.

આ જીત સાથે ભારતીય મહિલા ખેલાડીઓનું મનોબળ વધ્યું હતું અને તેઓએ આ ભાવના સાથે રમતા આર્જેન્ટિનાના ડિફેન્સ પર શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું. ભારતીયોએ માત્ર આક્રમણ જ નહીં પરંતુ બેકલાઇનમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓછામાં ઓછા પ્રથમ બે ક્વાર્ટરમાં સવિતા પૂનિયાની આગેવાની હેઠળની ટીમના સંરક્ષણે આર્જેન્ટિનાના ઘણા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. બંને ટીમોએ પ્રથમ ક્વાર્ટરમાં એકબીજાને સમાન સ્પર્ધા આપી હતી. જોકે ગોલ કરી શક્યા ન હતા.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

પહેલો ગોલ ભારતીય ટીમે કર્યો

ભારતે 23મી મિનિટે સરસાઈ મેળવી. જ્યારે કાઉન્ટર-એટેક કરતી સલીમા ટેટે શાનદાર શોટ લગાવ્યો અને તે આર્જેન્ટિનાના ડિફેન્સને પછાડીને ગોલકીપર બેલેન સુકીને પણ પાર કરી લીધો હતો. 3 મિનિટ પછી ભારતીય ગોલકીપર સવિતાએ જુલિતા જાંકુનાસના શોટના શાનદાર બચાવ સાથે પોતાની ટીમની સરસાઈ જાળવી રાખી હતી. ત્યાર બાદ આર્જેન્ટિનાએ ગોલ તરફ 3 શોટ લગાવ્યા. પરંતુ સવિતાએ તેમને અંદર આવવા દીધા નહીં.

આર્જેન્ટીનાએ બરોબરી કરી

આર્જેન્ટિનાએ તેમના હુમલામાં વધારો કર્યો અને ત્રીજા ક્વાર્ટરના મોટા ભાગ સુધી નિયંત્રણ જાળવી રાખ્યું. ભારતીય ખેલાડી આર્જેન્ટિનાની ગતિને મેચ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને ભારતીય હાફની અંદર રમત ચાલી રહી હતી. 37મી મિનિટમાં સવિતાએ જંકુનાસના ક્લોઝ રેન્જ શોટને નિષ્ફળ બનાવ્યું. પરંતુ એક મિનિટ બાદ ડેલ્ફીના થોમે તેની ટીમના સ્તરને સોફિયા ટોકાલિનોએ કરેલા ગોલમાં ફેરવી દીધું. ભારતને ટૂંક સમયમાં પેનલ્ટી કોર્નર મળ્યો. જોકે ઉદિતાએ તક ગુમાવી દીધી.

 


આર્જેન્ટિનાએ ફરી 3 મિનિટમાં 2 પેનલ્ટી કોર્નર ફટકાર્યા બાદ 2 ગોલ કર્યા અને 3-1ની સરસાઈ મેળવી લીધી. યુજેનિયા ત્રિચિનેટ્ટીએ 41મી મિનિટે શાનદાર પહેલો ગોલ કર્યો અને ત્યાર પછી બે મિનિટ બાદ ગત મેચમાં હેટ્રિક બનાવનારી ઓગસ્ટિના ગોઝરલાનીએ ગોલ કર્યો. પરંતુ ભારતીય ખેલાડી પણ પડકાર આપ્યા વિના હાર માની લેવાના મૂડમાં ન હતા. 3 મિનિટ પછી દીપ ગ્રેસ એક્કાએ પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને હારનો માર્જીન 2-3 કર્યો હતો.

મેચ પુરૂ થવાનું બ્યુગલ વાગે ત્યાં સુધી ભારતીયો પ્રયાસ કરતા રહ્યા અને 55મી મિનિટમાં વંદના કટારિયા વળતા હુમલામાં બરાબરી કરવા નજીક આવી. પરંતુ તેની રિવર્સ હિટનો સુકી દ્વારા સારી રીતે બચાવ થયો. ભારતીય ટીમ હવે 21 અને 22 જૂને અમેરિકા સામે રમશે.

Published On - 11:31 am, Mon, 20 June 22

Next Article