Argentina vs Croatia Semi final: પ્રથમ સેમિફાઈનલ મેચમાં ટકરાશે આર્જેન્ટિના અને ક્રોએશિયા, જાણો બંને ટીમોના રસપ્રદ રેકોર્ડ

|

Dec 13, 2022 | 8:53 PM

વર્લ્ડ રેંકિગમાં આર્જેન્ટિનાની ટીમ 1773.88 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ક્રોએશિયાની ટીમ 1645.63 પોઈન્ટ સાથે 12માં સ્થાને છે. આર્જેન્ટિના અને ક્રોએેશિયા વચ્ચેની પ્રથમ સેમિ ફાઈનલ મેચ પહેલા ચાલો જાણીએ બંને ટીમોના રસપ્રદ રેકોર્ડ વિશે. 

Argentina vs Croatia Semi final: પ્રથમ સેમિફાઈનલ મેચમાં ટકરાશે આર્જેન્ટિના અને ક્રોએશિયા, જાણો બંને ટીમોના રસપ્રદ રેકોર્ડ
FIFA 2022 Argentina vs Croatia Semi final
Image Credit source: Twitter

Follow us on

ફિફા વર્લ્ડકપ 2022 હવે તેના અંતિમ તબક્કામાં છે. ગ્રુપ સ્ટેજ, પ્રી કવાર્ટર ફાઈનલ અને કવાર્ટર ફાઈનલની કુલ 60 રોમાંચક મેચો બાદ હવે સેમિ ફાઈનલ 4 દમદાર ટીમો વચ્ચે જંગ જામશે. 14 ડિસેમ્બરના રોજ પ્રથમ સેમિફાઈનલ મેચ અને 15 ડિસેમ્બરના રોજ બીજી સેમિફાઈનલ મેચ રમાશે. આર્જેન્ટિના અને ક્રોએેશિયા વચ્ચે પ્રથમ સેમિફાઈનલ મેચ 14 ડિસેમ્બરના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 12.30 કલાકે રમાશે. આ મેચ કતારના લુસેલ સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ રેન્કિંગમાં આર્જેન્ટિનાની ટીમ 1773.88 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ક્રોએશિયાની ટીમ 1645.63 પોઈન્ટ સાથે 12માં સ્થાને છે. આર્જેન્ટિના અને ક્રોએેશિયા વચ્ચેની પ્રથમ સેમિફાઈનલ મેચ પહેલા ચાલો જાણીએ બંને ટીમોના રસપ્રદ રેકોર્ડ વિશે.

લોકપ્રિય ફૂટબોલર લિયોનલ મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમ 2 વાર વર્લ્ડકપ ચેમ્પિયન રહી છે. જ્યારે ક્રોએશિયાની ટીમ વર્ષ 2018ના વર્લ્ડકપની રનર અપ ટીમ છે. આર્જેન્ટિનાની ટીમ ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં આ છઠ્ઠી સેમિફાઈનલ મેચ રમશે. જ્યારે ક્રોએશિયાની ટીમ ત્રીજી સેમિફાઈનલ મેચ રમશે. આ બંને ટીમો કવાર્ટર ફાઈનલમાં પેનલટી શૂટઆઉટમાં જીતીને સેમિફાઈનલમાં પહોંચી છે. લુસેલ સ્ટેડિયમમાં જ આર્જેન્ટિનાની ટીમ કવાર્ટર ફાઈનલ મેચમાં નેધરલેન્ડને હરાવીને સેમિફાઈનલમાં જીતી છે. આ મેચમાં આર્જેન્ટિના ટીમ જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ સેમિફાઈનલ મેચ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

હેડ ટુ હેડ રેકોર્ડ – આર્જેન્ટિના અને ક્રોએશિયાની ટીમ એકબીજા સામે 5 વાર મેચ રમી છે. જેમાંથી 2-2 મેચ આર્જેન્ટિના અને ક્રોએશિયાની ટીમે જીત મેળવી છે. આ બંને ટીમો વર્લ્ડકપમાં 3 વાર રમી છે. 2 મેચમાં આર્જેન્ટિના અને 1 વાર ક્રોએશિયાની ટીમે જીત મેળવી હતી.

ફિફા વર્લ્ડકપમાં બંને ટીમોનું પ્રદર્શન: આર્જેન્ટિનાની ટીમ છઠ્ઠી વાર સેમિફાઈનલ રમશે.આર્જેન્ટિનાની ટીમ 18 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ છે. આ ટીમ વર્લ્ડકપની 86 મેચમાંથી 46માં મેચમાં જીત મેળવી શકી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 146 ગોલ કર્યા છે. આર્જેન્ટિનાની ટીમ 2 વાર વર્લ્ડ ચેમ્પિયન (1978, 1986) બની છે. જ્યારે 3 વાર રનર અપ (1930, 1990, 2014) ટીમ રહી છે.

ક્રોએશિયાની ટીમ આ વખતે ત્રીજીવાર વર્લ્ડકપ સેમિફાઈનલ રમશે. આ ટીમ 6 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ છે. આ ટીમે વર્લ્ડકપની 28 મેચમાંથી 12માં મેચમાં જીત મેળવી છે. ક્રોએશિયાની ટીમે વર્લ્ડકપમાં કુલ 40 ગોલ કર્યા છે. આ ટીમ 1 વાર રનર અપ ટીમ રહી (2018) છે અને 1 વાર ત્રીજા સ્થાને (1998) રહી છે.

ફિફા વર્લ્ડકપ 2022માં બંને ટીમોનું પ્રદર્શન

આર્જેન્ટિનાની ટીમ ગ્રુપ સ્ટેજની 3 મેચમાંથી 2 મેચ જીતી શકી હતી. ફિફા વર્લ્ડકપની પ્રથમ મેચમાં જ આ ટીમને સાઉદી અરબ સામે 1-2ના સ્કોરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમે મેક્સિકો સામે 2-0થી અને પોલેન્ડ સામે 2-0થી જીત મેળવી હતી. પ્રી કવાર્ટર ફાઈનલમાં આર્જેન્ટિનાની ટીમે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને કવાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતુ. રોમાંચક કવાર્ટર ફાઈનલ મેચમાં આ ટીમે પેનલટી શૂટઆઉટમાં નેધરલેન્ડની ટીમને હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન મેળ્યુ છે.

ક્રોએશિયાની ટીમ ફિફા વર્લ્ડકપ 2022ની અજેય ટીમોમાંથી એક છે. આ ટીમે ફિફા વર્લ્ડકપની ગ્રુુપ સ્ટેજની 3 મેચમાંથી 2 મેચમાં જીત મેળવી છે. મોરોક્કો સામેની પ્રથમ મેચ ડ્રો રહી હતી. પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં જાપાન સામે પેનલટી શૂટઆઉટમાં જીત મેળવી આ ટીમ કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. કવાર્ટર ફાઈનલમાં પણ ક્રોએશિયાની ટીમે પેનલટી શૂટઆઉટમાં દુનિયાની નંબર વન ટીમ બ્રાઝિલને હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન પાક્કુ કર્યુ હતુ.

Published On - 8:04 pm, Tue, 13 December 22

Next Article