પાંચ અઠવાડિયામાં તેની પ્રથમ ટુર્નામેન્ટ રમી રહેલ વિશ્વનો પ્રથમ ક્રમાંકિત સર્બિયાનો સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ મોન્ટે કાર્લો માસ્ટર્સ ટુર્નામેન્ટમાં ત્રીજા રાઉન્ડમાં હારીને બહાર થઇ ગયો હતો. નોવાક જોકોવિચને ઇટાલીના લોરેન્ઝો મુસેટીએ ટુર્નામેન્ટમાંથી બહાર કર્યો હતો. લોરેન્ઝોએ નોવાકને હરાવીને અપસેટ સર્જયો હતો. 2 કલાક અને 54 મીનિટની મેચમાં મુસેટીએ નોવાકને 4-6, 7-5, 6-4 થી માત આપી હતી.
જોકોવિચ તેના ટોચ ફોર્મમાં ન હતો અને તેની કોર્ટ પરની મૂવમેન્ટ પણ સ્મૂધ ન હતી. સર્વિસે પણ જોકોવિચનો સાથ આપ્યો ન હતો અને મુસેટી આ જીત પછી ભાવુક થઇ ગયો હતો કારણ કે આ તેના કારકિર્દીની આ એક મોટી જીત હતી.
નોવાક જોકોવિચે મેચમાં સારી શરૂઆત કરી હતી અને પ્રથમ સેટમાં 5-2ની લીડ મેળવી હતી, પણ નોંધપાત્ર છે કે મુસેટીએ મેચમાં કમબેક કર્યું હતું. જોકોવિચ પ્રથમ સેટ 6-4 થી જીત્યો હતો પણ બીજા સેટમાં નોવાક જોકોવિચ તેની રમતના કારણે તકલીફમાં મૂકાયો હતો. જોકોવિચે બીજા સેટમાં 4-2 ની લીડ મેળવી હતી પણ મુસેટીએ જોકોવિચની સર્વિસ તોડી હતી અને તે બાદ પાંચ ગેમ જીતી હતી જયારે જોકોવિચે એક જ ગેમ જીતી હતી. મુસેટીએ બીજો સેટ 7-5 થી જીત્યો હતો.
Tell me it’s clay season without telling me it’s clay season 🙃#RolexMonteCarloMasters pic.twitter.com/ntvMVwwDqR
— Tennis TV (@TennisTV) April 13, 2023
બીજા સેટ દરમિયાન નોવાક જોકોવિચ એક લાઇન કોલને લઇને અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચામાં પડયો હતો. અમ્પાયરે ‘ઇન’નો કોલ આપ્યો હતો જ્યારે નોવાક જોકોવિચ અમ્પાયરને કહ્યું હતું કે બોલ ‘આઉટ’ એટલે કે બહાર પડયો હતો. આ પછી જોકોવિચ મેચ દરમિયાન ગુસ્સામાં દેખાયો હતો અને તેણે પોતાના એક્સ્ટ્રા રેકેટને લાત મારીને તોડી નાખ્યું હતું.
Emotions running HIGH rn#RolexMonteCarloMasters pic.twitter.com/niiCvGsMka
— Tennis TV (@TennisTV) April 13, 2023
COMING OF AGE 🌟
21-year-old @Lorenzo1Musetti stuns world No.1 Djokovic for the biggest win of his young career!#RolexMonteCarloMasters pic.twitter.com/pmzMlQIQmK
— Tennis TV (@TennisTV) April 13, 2023
મેચનો ત્રીજો સેટ પણ રોમાંચક અને સંઘર્ષપૂર્ણ રહ્યો હતો અને પ્રેક્ષકો પણ મેચ દરમિયાન ઉત્સાહમાં જોવા મળ્યા હતા. ત્રીજા સેટમાં ઇટાલીના લોરેન્ઝો મુસેટીની 6-4થી જીત થઇ હતી. લોરેન્ઝોના ટેનિસ કારકિર્દીની આ મોટી જીત હતી.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…