CWG 2022 : ઈન્જેક્શને ભારતીય શિબિરમાં ખળભળાટ મચાવ્યો, જાણો શા માટે છેલ્લી કોમનવેલ્થ ગેમ્સમાં હંગામો થયો હતો

|

Jul 21, 2022 | 12:21 PM

ગત્ત કોમનવેલ્થ ગેમ્સ(commonwealth games)માં ભારતીય કેમ્પ સાથે સિરીંજનો વિવાદ થયો હતો. ભારતીય ડૉક્ટરને પણ CGF તરફથી સખત ઠપકો મળ્યો હતો.

CWG 2022 : ઈન્જેક્શને ભારતીય શિબિરમાં ખળભળાટ મચાવ્યો, જાણો શા માટે છેલ્લી કોમનવેલ્થ ગેમ્સમાં હંગામો થયો હતો
ઈન્જેક્શને ભારતીય શિબિરમાં ખળભળાટ મચાવ્યો
Image Credit source: AFP

Follow us on

CWG 2022 : કોમનવેલ્થ ગેમ્સ (commonwealth games 2022)નું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે, ગેમનું આયોજન બર્મિગહામમાં 28 જુલાઈ થી 8 ઓગસ્ટના રોજ થશે. જેના માટે ભારતીય દળ સમગ્ર રીતે તૈયાર છે. ખેલાડીઓની સાથે સાથે સ્ટાફે પણ ખુબ કમર કસી છે. આ વખતે ભારતીય દળના સ્ટાફનો પ્રયત્ન ગત્ત કોમનવેલ્થમાં થયેલી ભુલથી બચવાનો છો. 2018 કોમનવેલ્થ ગેમ્સ એક ઈન્જેક્શન વિવાદ (injection controversy)ના કારણે ભારતીય કેમ્પમાં ધમાલ મચી હતી. આ ધમાલ ખુબ આગળ સુધી પહોંચી ગઈ હતી. ભારતીય બોક્સિંગ ટીમની સાથે એક સિરીંજ વિવાદ જોડાયો હતો પરંતુ ત્યારબાદ બાદમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ ફેડરેશન (Commonwealth Sports Federation)ની સીજીએફ કોર્ટે સિરીંજ વિવાદમાં ડો. અમોલ પાટીલને ઠપકો આપ્યો હતો. પાટિલ પર નો નીડલ પોલિસીના ઉલ્લંધનનો આરોપ હતો. તેમણે થાકી ગયેલા ખેલાડીઓને વિટામીન બી કોમ્પલેક્સ ઈન્જેક્શન દ્વારા આપ્યા હતા.

ભારતીય કેમ્પની સાથે વધારે ડોક્ટર ન હતા

નો નીડલ પોલિસી હેઠળ સિરીંજ એક નિર્ધારિત સ્થળ પર રાખવાની હોય છે, જ્યાં માત્ર સીજીએના અધિકૃત મેડિકલ કર્મચારીઓ જ પહોંચી શકે છે. પોલિક્લીનિકના 2 વખત પ્રવાસ કર્યા બાદ પણ આ સિરીંજનો નાશ કરવામાં આવ્યો ન હતો. સિરીંજ મળ્યા બાદ ડોપ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો. ભારતીય ડોક્ટરે સિરીંજ રુમમાં જ રાખવાની જરુર હતી પરંતુ તે ફેંકવા માટે શાર્પબીન લેવા પોલીક્લીનિકમાં ગયો હતો. આટલું જ નહીં, ગત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમ સાથે ઘણા ડોક્ટરો ન હતા. 327 સભ્યોની ભારતીય ટીમમાં માત્ર એક ડૉક્ટર અને એક ફિઝિયો હતો.

નો નીડલ પોલિસી

નો નીડલ પોલિસી અનુસાર ઈજાગ્રસ્ત કે બીમારી દરમિયાન સિરીંજનો ઉપયોગ કરી શકાય છે પરંતુ આનો ઉપયોગ કરતા પહેલા પણ મંજુરી લેવામાં આવે છે, માત્ર ખેલાડી જ નહિ સ્ટાફને પણ સિરીંજના ઉપયોગ માટે પરવાનગી લેવાની હોય છે. સિરીંજનો ઉપયોગ કર્યા બાદ એક ચોક્કસન સ્થાન પર ફેંકવાનો નિયમ છે, ગેમ્સ દરમિયાન જો ખેલાડીને ઈન્જેક્શનની જરુર પડે છે તો તે પહેલા એક ફોર્મ ભરવાનું હોય છે. નિયમ તોડવા પર કાર્યવાહીની સાથે સાથે કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ છે

આ વખતે કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commenwealth Games 2022) માં ભારતની આશાઓ વિશે વાત કરીએ તો ભારત જેવલિન થ્રો, બેડમિન્ટન, વેઈટલિફ્ટિંગ, બોક્સિંગ, કુસ્તી અને ક્રિકેટમાં મેડલ જીતે તેવી અપેક્ષા છે. નીરજ ચોપરા, પીવી સિંધુ, રવિ દહિયા, મીરાબાઈ ચાનુ, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, અમિત પંઘાલ, લવલીના બોર્ગોહેન, નિખાત ઝરીન અને લક્ષ્ય સેન એવા નામ છે જેમની પાસેથી દેશવાસીઓ મેડલની આશા રાખી રહ્યા છે

Next Article