100 મીટરની રેસમાં 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, 24 વર્ષીય ભારતીય દોડવીરે કરી કમાલ

|

Aug 30, 2022 | 11:30 AM

24 વર્ષીય અમલાન પુરૂષ વર્ગમાં ભારતનો સૌથી ઝડપી દોડવીર છે. અમલાને 10.26 સેકન્ડમાં 100 મીટરમાં નવો ભારતીય રેકોર્ડ બનાવ્યો છે.

100 મીટરની રેસમાં 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, 24 વર્ષીય ભારતીય દોડવીરે કરી કમાલ
Amlan Borgohain sets new 100m National Record
Image Credit source: AFP

Follow us on

Athlete : ભારતમાં સૌથી ઝડપી દોડનાર (fast runner) વ્યક્તિ કોણ છે? 140 કરોડ ભારતીયોમાં સૌથી ઝડપી કોણ છે જે 100 મીટરની રેસ ઝડપી દોડી શકે છે? તો આ સવાલોનો નવો જવાબ મળી ગયો છે. અને તે અમલાન બોર્ગોહેન (Amlan Borgohain) છે. આ 24 વર્ષીય દોડવીર પુરૂષ વર્ગમાં ભારતનો સૌથી ઝડપી દોડવીર છે. અમલાને 100 મીટર રેસમાં નવો ભારતીય રેકોર્ડ બનાવ્યો છે. તેણે આ રાષ્ટ્રીય રેકોર્ડ 10.25 સેકન્ડમાં બનાવ્યો અને તેની સાથે તેણે 6 વર્ષ જૂનો રેકોર્ડ પણ નષ્ટ કર્યો.

અમલાન બોર્ગોહન પહેલા આ રેકોર્ડ વર્ષ 2016માં અમિયા કુમાર મલિકે વર્ષ 2016માં બનાવ્યો હતો. આસમના સ્પ્રિંટરે 10.26 સેકન્ડનો સમય લીધો હતો પરંતુ હવે આ 0.1 સેકન્ડ ઓછો સમય લઈ અમલાન બોર્ગોહને અમિયા કુમાર મલિકનો નેશનલ રેકોર્ડ તોડી નાંખ્યો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

 

અગાઉના પ્રદર્શનમાં સુધારો કરી રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો

હવે જાણો કે અમલાન બોર્ગોહેને 100 મીટરનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ ક્યાં બનાવ્યો છે. તેણે રાયબરેલીમાં આયોજિત ઈન્ટર રેલવે એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં આ કારનામું કર્યું છે. આ રેકોર્ડ બનાવવા માટે, અમલાને તેના અગાઉના સમયમાં 0.9 સેકન્ડનો સુધારો કર્યો હતો. પ્રથમ 100 મીટરની દોડમાં તેનો શ્રેષ્ઠ સમય 10.34 સેકન્ડ હતો. પરંતુ હવે તેણે 10.25 સેકન્ડનો સમય લીધો છે.

100 મી પહેલા 200 મીટરનો નેશનલ રેકોર્ડ પણ અમલાનના નામે

અમલાન બોરગોર્હોન ઓડિશા સ્થિત રિસાયન્સ હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં પોતાની ટ્રેનિંગ લીધી હતી. તેના નામે પહેલા 200 મીટરનો નેશનલ રેકોર્ડ હતો. આ રેકોર્ડ તેણે વર્ષની શરુઆતમાં 25માં નેશનલ ફેડરેશન કપમાં 20.52નો સમય લઈ બનાવ્યો હતો. હવે 100 મીટરનો રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે.

Next Article