વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેન (Lakhsya Sen) ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ મેન્સ સિંગલ્સ કેટેગરીની સેમિફાઈનલમાં પહોંચી ગયો છે. તેને ક્વાર્ટર ફાઈનલ મેચના હરીફ ચીનના લુ ગુઆંગ ઝુએ વોકઓવર આપ્યો હતો. અલ્મોડાના 20 વર્ષીય લક્ષ્ય સેને જાન્યુઆરીમાં પ્રથમ સુપર 500 ઈન્ડિયા ઓપન ટાઈટલ જીત્યું હતું. ત્યારબાદ તે ગયા અઠવાડિયે જર્મન ઓપનમાં રનર-અપ રહ્યો હતો. હવે તેનો મુકાબલો છઠ્ઠી ક્રમાંકિત મલેશિયાના લી જી જિયા અને બીજા ક્રમાંકિત જાપાનના કેન્ટો મોમોટા વચ્ચેની મેચના વિજેતા સાથે થશે.
ભારતના પાંચમા ક્રમાંકિત સાત્વિક સાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ 22ના સ્કોર સાથે ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાના માર્કસ ફર્નાલ્ડી ગાઇડોન અને કેવિન સંજય સુકામુજોને માત આપી. 22-24, 17-21 થી હારી ગયું. ગુરુવારે લક્ષ્ય સેન વિશ્વના ત્રીજા નંબરના અને બે વખતના વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા ડેનમાર્કના એન્ડર્સ એન્ટોનસેનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો. આ પહેલા ભારતના પ્રકાશ પાદુકોણ અને પુલેલા ગોપીચંદ આ ટૂર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પહોંચી ચૂક્યા છે.
ભારતીય મહિલા ખેલાડીઓની વાત કરીએ તો ડબલ્સ ટીમમાં ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદે શુક્રવારે બીજી ક્રમાંકિત લી સોહી અને કોરિયાની શિન સેંગચાનને હરાવીને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ત્રિસા અને ગાયત્રીની 46મી ક્રમાંકિત જોડી લી અને શિનને 14-21, 22-20, 21-15 માત આપી.
ભારતના પાંચમા ક્રમાંકિત સાત્વિક સાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ 22ના સ્કોર સાથે ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાના માર્કસ ફર્નાલ્ડી ગાઇડોન અને કેવિન સંજય સુકામુજોને 22-24, 17-21 થી હાર આપી હતી.
ભારતના નેશનલ કોચ પુલેલા ગોપીચંદની પુત્રી ગાયત્રીએ મહિલા ડબલ્સ મેચ જીત્યા બાદ કહ્યું, અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. અમે પહેલો સેટ હારી ગયા અને બીજા સેટમાં પણ પાછળ રહી ગયા હતા. પરંતુ મને લાગ્યું કે અમારે હાર ન માનવી જોઈએ. અમારી પર અપેક્ષાઓ છે પરંતુ હું દબાણ અનુભવતી નથી. અમે ફક્ત જીતવાના ઈરાદાથી ઉતરીએ છીએ.
આ પણ વાંચો : Dhoni પ્રત્યેના અણગમાને લઇ ગૌતમ ગંભીરે કહ્યુ, હું હંમેશા ધોની સાથે છુ, અફવાભરી વાતો બકવાસ!
આ પણ વાંચો : એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં જય શાહનો કાર્યકાળ લંબાયો, 2024 સુધી પ્રમુખ તરીકે યથાવત રહેશે, એજીએમમાં લેવાયો નિર્ણય