અફધાનિસ્તાનના MMA સ્ટાર અબ્દુલ બદાક્શીએ ભારતીય ખેલાડી પર હુમલો કર્યો

રિંગની બહાર અફધાનિસ્તાનના MMA સ્ટાર અબ્દુલ બદાક્શીએ ભારતીય ફાઈટર શ્રીકાંત શેખર પર હુમલો કર્યો હતો, આ હુમલામાં શ્રીકાંત ઈજાગ્રસ્ત થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો

અફધાનિસ્તાનના MMA સ્ટાર અબ્દુલ બદાક્શીએ ભારતીય ખેલાડી પર હુમલો કર્યો
અફધાનિસ્તાનના ફાઇટરે ભારતીય ફાઇટર પર હુમલો કર્યો
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jun 28, 2022 | 3:25 PM

fighter : રમત ગમે તે હોય, મર્યાદામાં રહીને જ રમવી જોઈએ,પરંતુ નવી દિલ્હીમાં એમએમએની લડાઈમાં, સ્થિતિ અતિ ખરાબ થઈ ગઈ. જો આ બધું રિંગની અંદર થયું હોત, તો તેને સંભાળી શકાયું હોત, અથવા તેને વાજબી ગણવામાં આવ્યું હોત. પરંતુ, જે ઘટના બની તે રીંગની બહારની હતી. રિંગની બહાર અફઘાનિસ્તાન (Afghanistan)ના MMA સ્ટાર અબ્દુલ બદાક્શીએ ભારતીય ફાઇટર શ્રીકાંત શેખર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં શ્રીકાંત ઈજાગ્રસ્ત થયો હતો તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો આ સમગ્ર ઘટના 24 જૂનની છે.આ ઘટનાની જાણ થતાં અને ભારતીય ફાઇટર વતી એફઆઇઆર નોંધ્યા પછી, અફઘાનિસ્તાનના એમએમએ ફાઇટર(MMA fighter)એ ભારત છોડવાનો પ્રયાસ શરૂ કર્યો. અને પછી તેની સાથે જોડાયેલા અન્ય એક સત્યે બધાને હચમચાવી દીધા.

 

 

ભારતના એક્ટર અને MMA ટોક શો એક્સપર્ટ પ્રવિણ દબાસે અફઘાનિસ્તાનના MMA ફાઈટર અબ્દુલ બદાક્શી પર ટ્વિટ કરીને ઘણા આરોપો લગાવ્યા છે. જેમાં તેણે 2 પાસપોર્ટ રાખવાની પણ વાત કરી છે. જેમાં એક અફધાનિસ્તાનનો અને એક ભારતનો છે, આ સિવાય અફધાનિસ્તાનના MMA fighterની પાસે તેના નામના આધાર કાર્ડ હોવાનો પણ આરોપ છે, ડબાસે દાવો કર્યો કે, અબ્દુલ બદાક્શી શ્રીકાંત પર હુમલા બાદ તેને પકડવાની રાહમાં છે

પ્રવીણ ડબાસે આરોપ લગાવ્યો

પ્રવીણ ડબાસે તેના ટ્વિટમાં અબ્દુલ બદાક્શી સાથે સંબંધિત તમામ માહિતી શેર કરી છે. તેના આધાર કાર્ડ પર તેનું નામ અજીમ શેટ્ટી છે, તેણે લખ્યું કે, મને ખબર નથી કે દિલ્હી પોલીસ ફરિયાદ દાખલ કરી કે નહિ પરંતુ આજે રાત્રે દેશ છોડવાનો પ્રયાસ કરી શકે છે,

MFN અફધાની ફાઈટર પર પ્રતિબંધ લગાવ્યો

ભારતીય ફાઈટર પર હુમલા બાદ મૈટ્રિક્સ ફ્રાઈડે નાઈટ તરફથી અફધાની MMA સ્ટાર પ્રતિબંધ કરી દીધો છે, અબ્દુલ બદાક્શી આયોજનમાં ભાગ લેવા માટે મોટો ફાઈટર છે,24 જૂનની રાત્રે અબ્દુલ બદાક્શી અને શ્રીકાંત શેખર વચ્ચે ધર્ષણ થયું હતુ ત્યારે બંન્ને એક મુકાબલામાં પોતાના ટીમમેટને રિંગ બહાર સપોર્ટ કરી રહ્યા હતા