IND vs NZ: ભારતનો પ્રથમ દાવ 325 રન પર સમાપ્ત, મંયકના 150 અને અક્ષર પટેલની ફીફટી, એજાઝ પટેલે ટીમ ઈન્ડિયાની તમામ 10 વિકેટ ઝડપી અદભૂત કમાલ કર્યો

ભારત તરફથી મયંક અગ્રવાલે શાનદાર સદી ફટકારી હતી અને 152 રન બનાવ્યા હતા અને ટીમને સંભાળી હતી, જેના કારણે ભારત સારો સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું.

IND vs NZ: ભારતનો પ્રથમ દાવ 325 રન પર સમાપ્ત, મંયકના 150 અને અક્ષર પટેલની ફીફટી, એજાઝ પટેલે ટીમ ઈન્ડિયાની તમામ 10 વિકેટ ઝડપી અદભૂત કમાલ કર્યો
new zealand players
| Edited By: | Updated on: Dec 04, 2021 | 1:36 PM

IND vs NZ:ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ સીરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Mumbai Wankhede Stadium)માં રમાઈ રહી છે. મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયા (Team India)ને 4 વિકેટે 221 રનથી આગળ રમવાનું હતું. આ પછી ટીમ 325 રન પર સમેટાઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ (New Zealand)ના સ્પિનર ​​એજાઝ પટેલે મેચમાં ઈતિહાસ રચ્યો હતો.

ભારત તરફથી એજાઝે તમામ 10 વિકેટ લીધી હતી. આવું કરનાર તે વિશ્વનો માત્ર ત્રીજો બોલર છે. ભારત તરફથી મયંક અગ્રવાલે (Mayank Agarwal)સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 150 રનની ઇનિંગ રમી હતી. મયંક સિવાય અક્ષર પટેલે 52 રનની ઇનિંગ રમી હતી. ભારતે દિવસની શરૂઆત ચાર વિકેટના નુકસાન પર 221 રનથી કરી હતી. ભારતે બીજા દિવસે તેના ખાતામાં 104 રન ઉમેર્યા અને તેની વિકેટ ગુમાવીને ઓલઆઉટ થઈ ગઈ.

 

 

એજાઝે પ્રથમ દાવમાં ભારતની તમામ 10 વિકેટ લીધી હતી

પ્રથમ દાવમાં એજાઝે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, મોહમ્મદ સિરાજ અને મયંક અગ્રવાલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કોહલી, પૂજારા અને અશ્વિન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.

શુક્રવારથી ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ 2nd Test) વચ્ચે શ્રેણીની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટેસ્ટના પહેલા દિવસે એજાઝના પરિવારમાંથી કેટલાક લોકો આવ્યા જેઓ તેને સપોર્ટ કરી રહ્યા હતા.

આ પણ વાંચો : IND vs NZ 2nd Test, Day 2 LIVE Score: ભારત 325 રનમાં ઓલઆઉટ, એજાઝ પટેલે ઇનિંગ્સમાં તમામ 10 વિકેટો લીધી હતી

Published On - 1:07 pm, Sat, 4 December 21