IND VS NZ: ન્યુઝીલેન્ડે કાનપુરમાં કર્યો જબરદસ્ત પલટવાર, વિલ યંગ-લેથમે કરી શ્રેયસ અય્યરની સદી ‘બેકાર’

|

Nov 26, 2021 | 5:46 PM

ન્યુઝીલેન્ડે બીજા દિવસે રમત પૂરી થવા સુધી પ્રથમ દાવમાં 129 રન બનાવ્યા હતા. લેથમ 50 અને વિલ યંગ 74 રને અણનમ રહ્યા હતા. ભારતીય ટીમ 57 ઓવરમાં એક પણ વિકેટ લઈ શકી ન હતી.

IND VS NZ: ન્યુઝીલેન્ડે કાનપુરમાં કર્યો જબરદસ્ત પલટવાર, વિલ યંગ-લેથમે કરી શ્રેયસ અય્યરની સદી બેકાર
IND VS NZ

Follow us on

કાનપુર ટેસ્ટ (Kanpur Test)ના પહેલા દિવસે મોટા સ્કોરનું ટ્રેલર રિલીઝ કરનાર ભારતીય ટીમ બીજા દિવસે નિષ્ફળ રહી છે. ગ્રીન પાર્કમાં બીજા દિવસે ન્યુઝીલેન્ડ (New Zealand)ના બોલરો અને તેના બાદ બેટ્સમેનોએ રહાણે અને સાથી ખેલાડીને પ્રદર્શનથી હેરાન કરી દીધા હતા. કીવી ટીમના બોલરોએ પહેલા ભારતીય ટીમ (Indian Team)ને 345 રન પર સમેટી અને ત્યારબાદ ઓપનર ટોમ લેથમ (Tom Latham) અને વિલ યંગે (Will Young) કમાલ શતકીય ઓપનિંગ ભાગીદારી કરી પોતાની ટીમની સ્થિતિ મજબૂત કરી હતી.

 

ન્યુઝીલેન્ડે બીજા દિવસે રમત પૂરી થવા સુધી પ્રથમ દાવમાં 129 રન બનાવ્યા હતા. લાથમ 50 અને વિલ યંગ 74 રને અણનમ રહ્યા હતા. ભારતીય ટીમ 57 ઓવરમાં એક પણ વિકેટ લઈ શકી ન હતી. આ પહેલા ભારતીય ટીમ માત્ર 345 રનમાં સમેટાઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજા 50 અને શ્રેયસ અય્યરે 105 રન બનાવીને આઉટ થયા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

શુભમન ગિલે 52 રનની ઈનિંગ રમી હતી. અશ્વિને પણ 38 રનનું યોગદાન આપ્યું હતું. બીજા દિવસે કિવિ ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ બોલિંગ કરીને તબાહી મચાવી હતી. સાઉદીએ 69 રનમાં 5 વિકેટ લીધી હતી. એજાઝ પટેલે પણ 2 વિકેટ પોતાના નામે કરી હતી. જેમસને 3 શિકાર કર્યા.

 

બીજા દિવસે ન્યુઝીલેન્ડનો વળતો પ્રહાર

પ્રથમ દિવસે 4 વિકેટે 254 રન બનાવનાર ટીમ ઈન્ડિયાની બીજા દિવસે ખરાબ શરૂઆત થઈ હતી. સ્કોરમાં માત્ર 12 રન ઉમેરાયા હતા કે રવિન્દ્ર જાડેજાને ટીમ સાઉદીએ આઉટ કર્યો. જાડેજા તેના પ્રથમ દિવસના સ્કોરમાં એક પણ રન ઉમેરી શક્યો નહોતો અને 50 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જો કે શ્રેયસ અય્યરે કેટલાક સારા શોટ ફટકાર્યા અને તે તેની પ્રથમ ટેસ્ટ સદી સુધી પહોંચી ગયો.

 

અય્યરની સદી પહેલા ટીમ ઈન્ડિયાએ સાહાની વિકેટ ગુમાવી હતી, જે માત્ર 1 રન બનાવી શક્યો હતો. સદી બાદ તરત જ અય્યરે પણ સાઉદીને વિકેટ આપી બેઠો. અય્યરના બેટમાંથી 105 રન થયા હતા. ટિમ સાઉથીએ ઓલરાઉન્ડર અક્ષર પટેલને 3 રન પર આઉટ કરીને પોતાની પાંચ વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને સારી બેટિંગ કરી હતી, પરંતુ 38 રનના અંગત સ્કોર પર તેણે એજાઝ પટેલને વિકેટ આપી હતી. અંતે ઈશાંત શર્મા પણ એજાઝનો શિકાર બન્યો અને ટીમ ઈન્ડિયા 350 રનના સ્કોર સુધી પણ પહોંચી શકી નહીં.

 

લાથમ-યંગે બલ્લાનો કમાલ બતાવ્યો

નવા ઓપનરો સાથે મેદાનમાં ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટોમ લાથમનો સોલિડ ડિફેન્સ દેખાયું હતું અને તેની પાંચમી ટેસ્ટ રમી રહેલા વિલ યંગે જ્યારે તક મળી ત્યારે ઝડપી હતી. આ બંને ખેલાડીઓએ ભારતના ક્વોલીટી બોલિંગ આક્રમણનો હિંમતપૂર્વક સામનો કર્યો.

 

કિવી ટીમ 21મી ઓવરમાં 50 રન સુધી પહોંચી ગઈ હતી. વિલ યંગે તેની ટેસ્ટ કારકિર્દીની બીજી અડધી સદી 88 બોલમાં ફટકારી હતી. વિલ યંગ અને લાથમે કીવી ટીમને 234 બોલમાં 100 રનની પાર પહોંચાડી હતી. દિવસની રમતની છેલ્લી ઓવરમાં લાથમે 157 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

 

આ પણ વાંચો: પેટ્રોલથી 27 રૂપિયા સસ્તુ છે આ શેવાળમાંથી બનેલું બાયોફ્યુઅલ, કૃષિ વૈજ્ઞાનિકોની મદદથી એન્જીનિયરે કર્યું તૈયાર

 

આ પણ વાંચો: દેશમાં કૃષિ ક્ષેત્રે સંકટને સમજવા માટે સ્વતંત્ર કિસાન આયોગની થશે રચના: પી સાઈનાથ

Published On - 5:42 pm, Fri, 26 November 21

Next Article