security alert : સુરક્ષાના કારણોસર ન્યુઝિલેન્ડની ક્રિકેટ ટીમ પાકિસ્તાનથી પરત ફરશે,વન ડે અને T20 સિરીઝ રદ

|

Sep 17, 2021 | 4:01 PM

પાકિસ્તાન પ્રવાસ પર ન્યૂઝીલેન્ડે 3 વનડે અને 3 ટી 20 ની શ્રેણી રમવાની હતી.સુરક્ષાના કારણોસર ન્યુઝિલેન્ડની ક્રિકેટ ટીમ પાકિસ્તાનથી પરત ફરશે

security alert  : સુરક્ષાના કારણોસર ન્યુઝિલેન્ડની ક્રિકેટ ટીમ પાકિસ્તાનથી પરત ફરશે,વન ડે અને T20 સિરીઝ રદ
New Zealand cricket team is abandoning their tour of Pakistan following a New Zealand government security alert New Zealand Cricket

Follow us on

security alert :સંકટનાં વાદળોએ ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટને ઘેરી લીધું છે. સુરક્ષાના કારણોસર ન્યૂઝીલેન્ડનો આખો પાકિસ્તાન પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન પ્રવાસ પર ન્યૂઝીલેન્ડે 3 વનડે અને 3 ટી 20 ની સીરિઝ રમવાની હતી.

2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ક્રિકેટ ટીમોએ પાકિસ્તાન જવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે ઘણા વર્ષો સુધી પાકિસ્તાની ધરતી પર આંતરરાષ્ટ્રીય મેચ રમી શકાઈ ન હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

પાકિસ્તાન ક્રિકેટ ટીમ(Pakistan Cricket Team)ને ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી રહી છે. 2009માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમો (International cricket teams)એ લાંબા સમય સુધી પાકિસ્તાની ધરતીથી પોતાનું અંતર જાળવી રાખ્યું હતું,વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમોના સફળ પ્રવાસ બાદ હવે બીજી મોટી ટીમ પાકિસ્તાન (Pakistan)પહોંચી હતી.
સંકટનાં વાદળોએ ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ (Pakistan Cricket))ને ઘેરી લીધું છે. સુરક્ષાના કારણોસર ન્યુઝીલેન્ડનો સમગ્ર પાકિસ્તાન પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન પ્રવાસ પર ન્યૂઝીલેન્ડે 3 વનડે અને 5 ટી 20 ની સીરિઝ રમવાની હતી. ન્યૂઝીલેન્ડનો પાકિસ્તાન પ્રવાસ વનડે સીરિઝથી શરૂ થવાનો હતો. સીરિઝની ત્રણ વનડે રાવલપિંડીમાં રમાવાની હતી, જે આજથી શરૂ થઈ હતી. પરંતુ, પ્રથમ મેચમાં ટોસથી 20 મિનિટ પહેલા જે બન્યું, તેણે ન્યૂઝીલેન્ડના ખેલાડી (Player)ઓમાં ભય ભરી દીધો. જો સૂત્રોનું માનીએ તો ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ મેચ રમવા માટે મેદાનઆવવાનો ઇનકાર કર્યો હતો.
3 વનડે સીરિઝ બાદ ન્યૂઝીલેન્ડે લાહોરમાં 5 વનડે સીરિઝ રમવાની હતી. પરંતુ રાવલપિંડીમાં જ જે બન્યું તે પછી, ન્યૂઝીલેન્ડની ટીમે દેશમાં પરત ફરવું વધુ યોગ્ય માન્યું છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ (New Zealand cricket team)દ્વારા ઘરે પરત આવવાની વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડના આ પગલાથી, પાકિસ્તાન (Pakistan) જેણે લાંબા સમય પછી ઘરે ફરી મોટી ટીમોનું આયોજન કરવાનું સ્વપ્ન જોયું હતું, તે મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે.
ન્યૂઝીલેન્ડ બાદ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ (Australian team)ને પણ પાકિસ્તાન પ્રવાસ કરવો પડ્યો હતો. પરંતુ, કિવિ ટીમનો પ્રવાસ રદ કરવાનો અને સ્વદેશ પરત ફરવાના નિર્ણય બાદ હવે તેઓ પાકિસ્તાન પ્રવાસ કરતા પહેલા પણ વિચારશે. ઇંગ્લેન્ડને ટી 20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો છે. આ બે ટીમો ઉપરાંત આગામી એક વર્ષમાં ઘણી મોટી ટીમો પાકિસ્તાન (Pakistanઆવવાની હતી. પરંતુ, હવે દરેક પર સસ્પેન્સની તલવાર લટકી રહી છે. અને, પાકિસ્તાન ક્રિકેટ (Pakistan Cricket)માટે આ સારા સમાચાર નથી. ન તો ત્યાંના ક્રિકેટ ચાહકો માટે.

આ પણ વાંચો : Namo@71 : રાહુલ ગાંધીએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું,“Happy Birthday, Modi ji”

Published On - 3:14 pm, Fri, 17 September 21

Next Article