Cricket News: 18 વર્ષ પછી પાકિસ્તાન પહોંચી આ ક્રિકેટ ટીમ, આતંકીઓની ગોળીઓનો સામનો કરનાર ખેલાડી પણ પાકિસ્તાન પહોંચ્યો

|

Sep 13, 2021 | 10:34 AM

2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ક્રિકેટ ટીમોએ પાકિસ્તાન જવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે ઘણા વર્ષો સુધી પાકિસ્તાની ધરતી પર આંતરરાષ્ટ્રીય મેચ રમી શકાઈ ન હતી.

Cricket News: 18 વર્ષ પછી પાકિસ્તાન પહોંચી આ ક્રિકેટ ટીમ, આતંકીઓની ગોળીઓનો સામનો કરનાર ખેલાડી પણ પાકિસ્તાન પહોંચ્યો
new zealand cricekt team arrive in pakistan after 18 years odi and t20i series

Follow us on

Cricket team :પાકિસ્તાન ક્રિકેટ ટીમ(Pakistan Cricket Team)ને ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી રહી છે. 2009માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમોએ લાંબા સમય સુધી પાકિસ્તાની ધરતીથી પોતાનું અંતર જાળવી રાખ્યું હતું,વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમોના સફળ પ્રવાસ બાદ હવે બીજી મોટી ટીમ પાકિસ્તાન (Pakistan)પહોંચી છે.

ટી 20 વર્લ્ડ કપ પહેલા જ, ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ (New Zealand Cricket Team)વનડે અને ટી 20 સીરિઝ માટે પાકિસ્તાની ધરતી પર ઉતરી હતી. છેલ્લે 2003માં પાકિસ્તાનની મુલાકાત લેનાર ન્યુઝીલેન્ડ (New Zealand Cricket Team)18 વર્ષ બાદ એશિયન દેશમાં પ્રવેશ્યું છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

 

જો કે, ન્યૂઝીલેન્ડની ટીમ (New Zealand Cricket Team) આ સીરિઝ માટે કેપ્ટન કેન વિલિયમસન સહિત તેના ઘણા મહત્વના ખેલાડીઓ વગર આવી છે. કેન વિલિયમસન સહિત ટી 20 વર્લ્ડ કપ ટીમ સાથે સંકળાયેલા મોટા ભાગના ખેલાડીઓ કાં તો આઈપીએલ (IPL)નો ભાગ છે અથવા હાલમાં બ્રેક પર છે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે 3 વનડે મેચ અને 5 ટી 20 મેચની સીરિઝ રમાવાની છે. આ સીરિઝ ખાસ કરીને પાકિસ્તાન (Pakistan Cricket Team)માટે વર્લ્ડ કપની તૈયારીઓ માટે કામ કરશે.

સમરાવીરા આતંકવાદીઓની ગોળીઓની ઝપેટમાં આવ્યા હતા

આ સીરિઝ સાથે, ન્યુઝીલેન્ડની ટીમ જ પરત ફરી રહી નથી પરંતુ 2009 માં લાહોરમાં થયેલી ભયાનક આતંકવાદી ઘટનાની ઝપેટમા આવેલા ખેલાડીમાં પરત ફરવાની પણ તક છે. શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન (Former batsman)થિલાન સમરાવીરા પણ ન્યૂઝીલેન્ડના બેટિંગ કોચ તરીકે ટીમ સાથે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પગ મૂકનારાઓમાંના એક છે.

જે દિવસે ગદ્દાફી સ્ટેડિયમ (Gaddafi Stadium)તરફ જઈ રહેલી શ્રીલંકન ટીમ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, ત્યારે સમરવીરા પણ શ્રીલંકાની ટીમનો ભાગ હતો અને ટીમ બસમાં બેઠો હતો. આતંકીઓની એક ગોળી તેની જાંઘમાં વાગી હતી, ત્યારબાદ તેની સારવાર કરવામાં આવી હતી. હવે 12 વર્ષ પછી, સમરવીરા ફરી એકવાર તે જ દેશમાં પરત ફર્યા છે.

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ સીરિઝ 17 સપ્ટેમ્બરથી વનડે મેચો સાથે શરૂ થશે. આ મેચ રાવલપિંડીમાં રમાશે. જ્યારે 5 મેચોની ટી 20 સીરિઝ 25 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તમામ મેચ લાહોરમાં રમાશે. ખાસ વાત એ છે કે, વનડે સીરિઝ 2023ના વર્લ્ડ કપ માટે ક્વોલિફાયર તરીકે રમાતી સુપર લીગનો ભાગ રહેશે નહીં, કારણ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) સીરિઝ માટે ડિસીઝન રિવ્યૂ સિસ્ટમ (DRS) સિસ્ટમ ગોઠવી શક્યું નથી. ICCના નિયમો હેઠળ, આ સિસ્ટમ તેનાથી સંબંધિત તમામ ઇવેન્ટ્સની મેચ માટે ઉપલબ્ધ હોવી જોઈએ. આવી સ્થિતિમાં, પીસીબી અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટે સુપર લીગમાંથી સીરિઝને બહાર રાખવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો : Tokyo Paralympics ખેલાડીઓ પીએમ સાથે વાત કરતી વખતે ભાવુક થઈ ગયા, કહ્યું – કોઈએ આવું સન્માન આપ્યું નથી

Published On - 12:12 pm, Sun, 12 September 21

Next Article