E-Auction of Gifts : નીરજ ચોપરાનું ભાલું ઈ-ઓક્શનના પ્રથમ દિવસે રૂ. 5 કરોડને પાર, લવલિનાના ગ્લોવ્સના રૂ.1.9 કરોડ બોલાયા

|

Sep 18, 2021 | 12:32 PM

પ્રધાનમંત્રીને મળેલ લગભગ 1300 ભેટોમાં રમત ગમત મેડલ વિજેતા ઓલિમ્પિયન્સ અને પેરાલિમ્પિયન્સના સાધનો, શિલ્પો, ચિત્રો વગેરેનો સમાવેશ થાય છે.

E-Auction of Gifts : નીરજ ચોપરાનું ભાલું ઈ-ઓક્શનના પ્રથમ દિવસે રૂ. 5 કરોડને પાર, લવલિનાના ગ્લોવ્સના રૂ.1.9 કરોડ બોલાયા
Neeraj Chopra's Javelin Crosses Rs 5 Cr on Day One of e-Auction

Follow us on

E-Auction of gifts: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi’s Birthday) જન્મ દિવસ પર કેન્દ્રિય સંસ્કૃતિ મંત્રાલય તેમને મળેલી ભેટો અને સ્મૃતિ ચિન્હોની ઇ-નિલામી કરશે. ઓનલાઈન હરાજી 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી ચાલશે. આ હરાજીમાં લગભગ 1300 વસ્તુઓ હશે. જેમાં પીએમ મોદીને ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક વિજેતાઓ દ્વારા આપવામાં આવેલી ભેટો પણ સામેલ કરવામાં આવી છે.

આ ભેટોમાં સુવર્ણ ચંદ્રક (Gold medal) વિજેતા નીરજ ચોપરાની બરછી અને પેરાલિમ્પિક રમતો (Paralympic Games)ની રજત પદક વિજેતા નોઈડા ડીએમ સુહાસ એલવાય યથિરાજ (Noida DM Suhas LY Yathiraj) તરફથી બેડમિન્ટન રેકેટનો સમાવેશ થાય છે. ગઈકાલથી ઈ-હરાજી શરૂ થઈ ગઈ છે ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં સિલ્વર મેડલ જીતનાર સુહાસના રેકેટની બોલી 10 કરોડ સુધી લાગી છે. નીરજ ચોપરા (Neeraj Chopra)ની બરછીની બોલી 5 કરોડ ને પાર લાગી છે બોક્સર (Boxer Lovlina Borgohain) લવલીના બોરગોહેનની ગ્લોવ્સની બોલી પણ 1 કરોડ 9 લાખને પાર કરી ગઈ છે.

ઈ-હરાજીમાં શું સામેલ છે

Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?

નીરજની બરછીની સાથે, પેરાલિમ્પિક ગેમ્સ (Paralympic Games)માં ભારત માટે ગોલ્ડ જીતનાર સુમિત એન્ટિલની બરછીની બેઝ પ્રાઇસ પણ અંદાજે 1 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ હરાજીમાં પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ જીતનારી અવની લેખારાની સહીવાળી ટી-શર્ટ પણ સામેલ છે. ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા (Bronze medal winner) હોકી ટીમની સ્ટીકની કિંમત 80 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

હરાજીમાં કઇ રીતે લેવો ભાગ

17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી વેબસાઇટ pmmementos.gov.in દ્વારા કોઇ પણ રસ ધરાવનાર વ્યક્તિ અથવા સંસ્થા ઇ-હરાજીમાં ભાગ લઇ શકે છે. જણાવી દઈએ કે 2019 માં પણ વડાપ્રધાન દ્વારા મળેલી ભેટોની હરાજી કરવામાં આવી છે. તે દરમિયાન 1,800 સ્મૃતિ ચિહ્નોની હરાજી કરવામાં આવી હતી. તે સમયે હાથથી બનેલી લાકડાની બાઇકની પાંચ લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી.

ગંગાના સંરક્ષણ અને કાયાકલ્પને ધ્યાનમાં રાખીને ઈ-હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગ મિશનમાં જશે. નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ પ્રધાનમંત્રી છે, જેમણે દેશની જીવાદોરી- ગંગા નદીને “નમામીગંગે” ના સંરક્ષણના ઉમદા હેતુ માટે મળેલી તમામ ભેટોની હરાજી કરવાનું નક્કી કર્યું છે. પ્રધાનમંત્રીએ ઘણી વખત ગંગાને દેશના સાંસ્કૃતિક ગૌરવ અને આસ્થાનું પ્રતીક ગણાવી છે અને ઉત્તરાખંડના ગૌમુખ ખાતે નદીની ઉત્પત્તિના બિંદુથી જ્યાં સુધી તે પશ્ચિમ બંગાળમાં સમુદ્ર સાથે ભળી ગઈ છે, ત્યાં સુધી શક્તિશાળી નદીએ દેશની વસ્તીના અડધા લોકોના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે.

 

આ પણ વાંચો : IRCTC: સમુદ્રની લહેરોનો આનંદ માણો, ભારતની પ્રથમ સ્વદેશી લગ્ઝરી ક્રૂઝ લાઇનર આજથી શરૂ થશે, વાંચો સંપૂર્ણ વિગતો

Next Article