Neeraj Chopra : શું તમે નીરજ ચોપરાનું આ સુંદર ફોટોશૂટ જોયું, તસવીરો થઈ વાયરલ ચાહકોએ કહ્યું સુપર મોડલ

ગોલ્ડન બોય નીરજ ચોપરાએ વોગ ઈન્ડિયા મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં નીરજ મોટા મોડલ્સને કોમ્પિટિશન આપતો જોવા મળી રહ્યો છે.

Neeraj Chopra : શું તમે નીરજ ચોપરાનું આ સુંદર ફોટોશૂટ જોયું, તસવીરો થઈ વાયરલ ચાહકોએ કહ્યું સુપર મોડલ
Neeraj Chopra
| Edited By: | Updated on: Nov 07, 2021 | 11:07 AM

Neeraj Chopra : સ્પોર્ટ્સ ઉપરાંત જેવલિન થ્રોઅર નીરજ ચોપરા હવે એક્ટિંગ અને ફેશનની દુનિયામાં પણ હરતા ફરતા જોવા મળે છે. તાજેતરમાં, નીરજે (Neeraj Chopra) ક્રેડિટ માટે એક જાહેરાતમાં તેના અદ્ભુત અભિનયથી લોકોના દિલ જીતી લીધા. તમને જણાવી દઈએ કે આમાં તેણે પાંચ અલગ-અલગ પાત્રો ભજવ્યા હતા. હવે તેણે એક મેગેઝીન માટે ફોટોશૂટ (Photoshoot) કરાવ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેણે ‘વોગ ઈન્ડિયા’ (Vogue India) માટે તેનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં નીરજ મોટા મોડલને કોમ્પિટિશન આપતો જોવા મળે છે.

 

 

વોગ મેગેઝીને નીરજ ચોપરાને Man of the Yearનો ખિતાબ આપ્યો છે. મેગેઝિને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે. આ તસવીરો જોઈને કોઈ કહી શકે નહીં કે નીરજ પહેલીવાર આવું કંઈક કરી રહ્યો છે. વોગના ફોટોશૂટમાં ‘ગોલ્ડન બોય’ એક પ્રોફેશનલ જેવો દેખાય છે.

 

 

 

વોગ સાથેની વાતચીતમાં નીરજે કહ્યું કે, હું પહેલા જેવો હતો તેવો જ છું. તે જોઈને આનંદ થયો કે, લોકો તમને ઓળખે છે અને પ્રશંસા કરે છે. નીરજ ચોપરાએ એ વાત પર ખુશી વ્યક્ત કરી છે કે જે ગેમને લોકો પહેલા સમજતા ન હતા, હવે તેઓ તેના વિશે જાણવા લાગ્યા છે. નીરજે કહ્યું, પહેલા લોકોને આ ગેમ વિશે જણાવવું પડતું હતું. આ પછી પણ તેઓ સમજી શક્યા નહીં. હવે દેશનો દરેક વ્યક્તિ જાણવા લાગ્યો છે કે જેવલિન શું છે?

 

નીરજ ચોપરા માત્ર એક અદ્ભુત એથ્લેટ જ નથી, પરંતુ હવે એક મહાન અભિનેતા પણ છે. 19 સપ્ટેમ્બરના રોજ, તેણે તેના ટ્વિટર હેન્ડલ પરથી ક્રેડિટની જાહેરાત શેર કરી. જેમાં તેણે પોતાના અદભૂત અભિનયથી તેના ચાહકોનું દિલ જીતી લીધું હતું. આ જાહેરાત શેર કરતી વખતે નીરજે કેપ્શનમાં લખ્યું, 360 ડિગ્રી માર્કેટિંગ. નીરજની આ અલગ સ્ટાઈલ જોયા બાદ ફેન્સ પણ તેની એક્ટિંગના કન્વીન્સ થઈ ગયા છે.

જણાવી દઈએ કે, ટોક્યો ઓલિમ્પિક 2020માં નીરજ ચોપરાએ 87.58 મીટરની બરછી ફેંકીને દેશનો ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારથી લોકો તેને ‘ગોલ્ડન બોય’ કહેવા લાગ્યા.

આ પણ વાંચો : Helpline number for Cyber Fraud : સાયબર ફ્રોડના શિકાર થયા છો તો સૌથી પહેલા કરો આ કામ, ચોરી થયેલા પૈસા પરત મળી જશે