પહેલા આઇપીએલ 2020 અને પછી, ભારતીય ટીમની સાથે પોતાના પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર નટરાજને સૌને પ્રભાવિત કર્યા છે. પોતાની પ્રથમ ચાર આંતર રાષ્ટ્રીય મેચ રમીને 8 વિકેટ ઝડપી લઇને ખૂબ ચર્ચામાં તે રહ્યો છે. ટી20 સીરીઝમાં શાનદાર પ્રદર્શનને લઇને વિરાટ કોહલીએ જે વાત કહી છે તેના થી નટરાજન અને તેના પ્રશંસકો પણ ખુશ થઇ ગયા હશે. 29 વર્ષીય નટરાજને આઇપીએલમાં યોર્કર બોલ થી સૌનુ ધ્યાન ખેંચ્યુ હતુ. જેને લઇને જ તે ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે પસંદ કરાયો હતો.
મંગળવારે ટી20 સીરીઝની અંતિમ મેચ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, આગલા વર્ષએ યોજાનાર ટી20 વિશ્વકપ ને ધ્યાને રાખીને નટરાજન ટીમ માટે મહત્વનો સાબિત થઇ શકે છે. કોહલી એ કહ્યુ હતુ કે હું નટરાજનને ખાસ યાદ કરીશ, શામી અને બુમરાહની ગેરહાજરીમાં તેણે સારી જવાબદારી નિભાવી હતી. દબાણની સ્થિતીમાં પણ શાનદાર બોલીંગ કરી હતી. તે શ્રેષ્ઠ છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની શરુઆતી મેચ રમી રહ્યો છે.
કોહલીએ કહ્યુ હતુ કે, તે ખુબ ધૈર્યવાન, વિનમ્ર અને આકરી મહેનત કરવા વાળો ખેલાડી લાગી રહ્યો છે. તે જાણે છે કે તે શુ કરી રહ્યો છે. મને વિશ્વાસ છે કે તે પોતાની રમત પર આકરી મહેનત કરવાનુ જારી રાખશે. તે શ્રેષ્ઠ બોલર બનતો જશે કારણ કે ડાબા હાથનો ઝડપી બોલર કોઇ પણ ટીમ માટે મહત્વપૂર્ણ હોય છે. જોતે આવી જ રીતે બોલીંગ કરવાનુ જારી રાખશે તો આવતા વર્ષે યોજાનારા વિશ્વકપ પહેલા તે અમારે માટે ખૂબ સારી વાત હશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો