sports awards: નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ્સ કાર્યક્રમ આ વખતે મોડો યોજાશે, જાણો કારણ

|

Aug 13, 2021 | 1:51 PM

રાષ્ટ્રીય રમત પુરસ્કારો દર વર્ષે દેશના રાષ્ટ્રપતિ દ્વારા 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય રમત દિન નિમિત્તે આપવામાં આવે છે જે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતી પણ છે.

sports awards: નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ્સ કાર્યક્રમ આ વખતે મોડો યોજાશે, જાણો કારણ
નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ્સ કાર્યક્રમ આ વખતે મોડો યોજાશે, જાણો કારણ

Follow us on

sports awards: ટોક્યો ઓલિમ્પિક  (Tokyo Olympics-2020) સમાપ્ત થઈ ગયો છે અને ભારતે આ વખતે સાત મેડલ જીતીને મહાકુંભમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પરંતુ જાપાનની રાજધાનીમાં ગેમની ઉજવણી હજી પૂરી થઈ નથી. ઓલિમ્પિક ગેમ બાદ અહીં પેરાલિમ્પિક ગેમ યોજાવાની છે. 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ (Paralympic Games)નું આયોજન કરશે અને આ રમતોને ધ્યાનમાં રાખીને ભારતીય રમત મંત્રાલયે મહત્વનો નિર્ણય લીધો છે.

દર વર્ષે 29 ઓગસ્ટના રોજ યોજાનાર રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર સમારોહમાં આ વર્ષે વિલંબ થશે કારણ કે સરકાર ઈચ્છે છે કે, પસંદગી પેનલ ટોક્યો પેરાલિમ્પિક્સ -2020 (Tokyo Paralympic Games)માં ભાગ લેનારા પેરા ખેલાડીઓના પ્રદર્શનને ઈનામ તરીકે સામેલલ કરે. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ,પુરસ્કાર વિજેતાઓને પસંદ કરવા માટે પસંદગી પેનલનું ગઠન કરવામાં આવ્યું છે પરંતુ તેઓ પસંદગી પ્રક્રિયા સાથે આગળ વધતા પહેલા થોડો વધુ સમય રાહ જોશે. ઠાકુરે રાષ્ટ્રીય યુવા પુરસ્કાર સમારોહ દરમિયાન જણાવ્યું હતું કે, “આ વર્ષે રાષ્ટ્રીય રમત પુરસ્કાર સમિતિની રચના કરવામાં આવી છે,

પરંતુ પેરાલિમ્પિક્સ (Paralympic Games)નું આયોજન થવાનું છે તેથી અમે પેરાલિમ્પિક્સ વિજેતાઓને પણ સામેલ કરવા માંગીએ છીએ. મને આશા છે કે તેઓ સારું પ્રદર્શન કરશે. “રાષ્ટ્રીય પુરસ્કારો – ખેલ રત્ન પુરસ્કાર, અર્જુન પુરસ્કાર, દ્રોણાચાર્ય પુરસ્કાર અને ધ્યાનચંદ પુરસ્કાર (Dhyan Chand Award)- દેશના રાષ્ટ્રપતિ (President)દ્વારા દર વર્ષે 29 ઓગસ્ટના રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે આપવામાં આવે છે

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

જે મહાન હોકી ખેલાડી મેજરની જન્મજયંતિ પણ છે. ધ્યાનચંદ. મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ગત વખતની જેમ આ વર્ષે પણ એવોર્ડ સમારંભોને વર્ચ્યુઅલ યોજાઈ શકે છે.રાષ્ટ્રીય પુરસ્કારો માટે નામાંકન પ્રક્રિયા બે વખત લંબાવવામાં આવ્યા બાદ 5 જુલાઈએ સમાપ્ત થઈ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને, જે ખેલાડીઓએ અરજી કરી હતી તેમને પોતાને ઓનલાઇન નામાંકિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી,

રાષ્ટ્રીય સંઘોએ તેમના પસંદ કરેલા ખેલાડીઓને પણ મોકલ્યા હતા. તાજેતરમાં સમાપ્ત થયેલી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટુકડીએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જેમાં દેશના ખેલાડી (Player)ઓએ એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ સહિત કુલ સાત મેડલ જીત્યા હતા.

ભારતની સૌથી મોટી ટુકડી પેરાલિમ્પિક્સમાં જશે

ભારત 54 પેરા રમતવીરોની સૌથી મોટી ટુકડી ટોક્યો મોકલી રહ્યું છે. છેલ્લી પેરાલિમ્પિક રમતોમાં, ભારતીય ખેલાડીઓએ બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત ચાર મેડલ સાથે પરત ફર્યા હતા. દેશના સર્વોચ્ચ રમત સન્માન ખેલ રત્નનું નામ તાજેતરમાં હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના નામે રાખવામાં આવ્યું હતું, જેનું નામ અગાઉ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી (Former Prime Minister Rajiv Gandhi)ના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

ગત્ત વર્ષે સ્પોર્ટ્સ એવોર્ડ (Sports Awards)ની ઇનામી રકમ નોંધપાત્ર રીતે વધારી દેવામાં આવી હતી. ખેલ રત્નને હવે 25 લાખ રૂપિયાનું ઇનામ મળે છે, જે અગાઉના સાડા સાત લાખ કરતા ઘણું વધારે છે. અર્જુન પુરસ્કારની ઇનામની રકમ 5 લાખથી વધારીને 15 લાખ કરવામાં આવી છે.અગાઉ દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતાઓને 5 લાખ રૂપિયા આપવામાં આવતા હતા જે વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. દ્રોણાચાર્ય એવોર્ડ મેળવનાર દરેક કોચને 5 લાખને બદલે 10 લાખ રૂપિયા મળે છે.

આ પણ વાંચો : Rajputana Rifles: જાણો તે રેજિમેન્ટ વિશે જેની સાથે જોડાયેલો છે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર સુબેદાર નિરજ ચોપરા

Next Article