Devendra jhajharia : પેરાલિમ્પિક પદક વિજેતા દેવેન્દ્ર ઝાઝડિયા, રાષ્ટ્રીય રમત પુરસ્કાર માટે ખેલાડીઓની કરશે પસંદગી

|

Sep 09, 2021 | 11:30 AM

દેવેન્દ્ર ઝાઝડિયાએ ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ 2020 માં ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો. પેરાલિમ્પિક ગેમ્સમાં આ તેમનો ત્રીજો મેડલ હતો.

Devendra jhajharia : પેરાલિમ્પિક પદક વિજેતા દેવેન્દ્ર ઝાઝડિયા, રાષ્ટ્રીય રમત પુરસ્કાર માટે ખેલાડીઓની કરશે પસંદગી
national sports awards devendra jhajharia venkatesh prasad named in selection committee

Follow us on

Devendra jhajharia :ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) અને પેરાલિમ્પિક ગેમ્સ (Paralympic Games)ના અંત પછી, ભારત સરકાર ટૂંક સમયમાં સ્પોર્ટ્સ એવોર્ડ્સ (Sports Awards)ના વિજેતાઓની જાહેરાત કરવા જઈ રહી છે. ખેલાડીઓની પસંદગી માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. ત્રણ વખતના પેરાલિમ્પિક મેડલ વિજેતા, ભાલા ફેંકનાર દેવેન્દ્ર ઝાઝડિયા ( Devendra jhajharia), ભૂતપૂર્વ ક્રિકેટર (Former cricketer) વેંકટેશ પ્રસાદ અને ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન બોક્સર એલ સરિતા દેવીને આ વર્ષના રાષ્ટ્રીય રમત પુરસ્કારો માટે પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ (Retired Supreme Court Judge) જસ્ટિસ મુકુંદકમ શર્મા પસંદગી સમિતિનું નેતૃત્વ કરશે, જેમાં પૂર્વ શૂટર અંજલી ભાગવત અને મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અંજુમ ચોપરા પણ સામેલ છે. રમત મંત્રાલયના પરિપત્રમાં આ માહિતી આપવામાં આવી હતી. દર વર્ષે આ પુરસ્કારો 29 ઓગસ્ટના રોજ સ્પોર્ટ્સ ડે નિમિત્તે આપવામાં આવે છે પરંતુ આ વખતે ઓલિમ્પિક ગેમ્સ (Olympic Games)ને કારણે તે મોડા આપવામાં આવી રહ્યા છે.

દેવેન્દ્ર ઝાઝડિયાને સમિતિનો ભાગ બનાવ્યો

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઝાઝડિયાએ તાજેતરમાં સમાપ્ત થયેલી ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics) રમતોમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે તેણે અગાઉ 2004 અને 2016 માં ગોલ્ડ મેડલ જીત્યા હતા. વિજેતાઓ નક્કી કરવા માટે સમિતિ આગામી દિવસોમાં બેઠક કરશે. આ વર્ષે એવોર્ડમાં વિલંબ થયો કારણ કે સરકારે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક બંને રમતોમાં ભારતના પ્રદર્શનની રાહ જોવાનો નિર્ણય કર્યો હતો.

ભારતે બંને રમતોમાં પોતાનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, અસાધારણ પરિણામો પ્રાપ્ત કર્યા છે. ભારતે ઓલિમ્પિકમાં સાત મેડલ જીત્યા હતા જ્યારે પેરાલિમ્પિક્સમાં પાંચ ગોલ્ડ સહિત 19 મેડલ. ભાલા ફેંકનાર નીરજ ચોપરા ગોલ્ડ મેડલ સાથે ઓલિમ્પિકનો સૌથી મોટો સ્ટાર હતો. તેણે ગેમ્સની એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારતનો પ્રથમ મેડલ અને 13 વર્ષમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ (Gold medal)જીત્યો હતો.

સ્પોર્ટ્સ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે

રમતગમત ક્ષેત્રે સૌથી મોટું સન્માન આ વર્ષથી રાજીવ ગાંધી ખેલ રત્નને બદલે ધ્યાનચંદ ખેલ રત્ન તરીકે ઓળખાશે. રમતવીરોને અર્જુન એવોર્ડ પણ આપવામાં આવે છે. ખેલ રત્ન પુરસ્કારને 25 લાખ રૂપિયાની ઇનામી રકમ મળશે જ્યારે અર્જુન પુરસ્કારને 15 લાખ રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવશે. દ્રોણાચાર્ય એવોર્ડ કોચને આપવામાં આવે છે.

આ વાર્ષિક પુરસ્કારો દરમિયાન આજીવન સિદ્ધિ પુરસ્કાર, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર (National Sports Promotion Award)અને મૌલાન અબુલ કલામ આઝાદ ટ્રોફી પણ આપવામાં આવશે. પસંદગી સમિતિમાં હોકી કોચ બલદેવ સિંહ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Sports Authority of India)ના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાન અને વરિષ્ઠ પત્રકારો વિજય લોકપલ્લી અને વિક્રાંત ગુપ્તાનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Odisha: ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રમોદ ભગતને ઓડિશા સરકાર 6 કરોડ રૂપિયા સાથે નોકરી આપશે

Next Article