National Games: ટેબલ ટેનિસની ફાઈનલમાં ગુજરાતે જીત્યો ગોલ્ડ, દિલ્હીની ટીમને હરાવી બન્યા ચેમ્પિયન

National Gamesમાં આજે ગુજરાત અને દિલ્હી વચ્ચેની મેચમાં ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેચ સુરતમાં યોજાઈ હતી.

National Games: ટેબલ ટેનિસની ફાઈનલમાં ગુજરાતે જીત્યો ગોલ્ડ, દિલ્હીની ટીમને હરાવી બન્યા ચેમ્પિયન
National Games Gujarat wins gold in table tennis
Image Credit source: TV9 gfx
| Edited By: | Updated on: Sep 22, 2022 | 7:10 PM

National Games : સુરતમાં આજે પુરુષ ટેબલ ટેનિસની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં દિલ્હી સામે ગુજરાતની ટીમે શાનદાર જીત મેળવી છે. સુરતમાં સાંજે 6 વાગ્યાથી આ ફાઈનલ મેચની શરુઆત થઈ હતી. સાંજના સમયે સૂર્ય ધીરેધીરે અસ્ત થઈ રહ્યો હતો. પણ સુરતના (Surat) ઈન્દોર સ્ટેડિયમમાં ગુજરાતની ટેબલ ટેનિસ ટીમનો જીતના સૂર્યનો ઉદય થઈ રહ્યો હતો. દિલ્હી અને ગુજરાત વચ્ચે રમાયેલી આ મેચમાં રોમાંચ તેના ચરમ હતો. ઈન્ડોર સ્ટેડિયમનો માહોલ જોવા જેવો હતો. ગુજરાતની ટીમે 3-0ના સ્કોરથી આ મેચ જીતી લીધી હતી. આવનારા સમયમાં ટેબલ ટેનિશ સિન્ગલ, ડબલ અને મિક્સ ડબલની મેચ પણ રમાશેે.

ગુજરાતી ટીમના માનવ ઠક્કરે પ્રથમ મેચમાં દિલ્હીના સુધાંશુ ગ્રોવરને 11-3, 13-11, 14-12થી હરાવ્યો હતો. જ્યારે હરમીત દેસાઈએ 17 વર્ષના પાયસ જૈન સામે 11-7, 11-3, 12-10થી જીત મેળવી હતી. અને માનુષ શાહે ત્રીજી મેચમાં યશાંશ મલિકને 11-4, 11-9, 11-4થી પરાજય આપ્યો હતો.

આ સાથે જ પુરુષ ટેબલ ટેનિશની આ સ્પર્ધામાં ગુજરાતની ટીમ ગોલ્ડ મેડલ સાથે પહેલા નંબરે, દિલ્હીની ટીમ સિલ્વર મેડલ સાથે બીજા નંબરે અને મહારાષ્ટ્ર-પશ્ચિમ બંગાળ બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા નંબરે રહ્યા હતા.29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સનું આયોજન પ્રથમ વખત ગુજરાતમાં થઇ રહ્યું છે. નેશનલ ગેમ્સ અંતર્ગત સુરત (Surat) ખાતે બે ઇન્ડોર અને બે આઉટડોર ગેમ્સની સ્પર્ધામાં આયોજન કરવામાં આવ્યું છે.

 

 

 

સેમી ફાઇનલમાં પશ્ચિમ બંગાળ સામે જીત્યા હતા

ટીમ ગુજરાત હરમીત દેસાઈની આગેવાનીમાં રમી રહી છે. ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પશ્ચિમ બંગાળ સામે ગુજરાતે 3-0 થી વિજય મેળવ્યો હતો. પશ્ચિમ બંગાળને હરાવીને ગુજરાતનો ફાઇનલમાં પ્રવેશ થયો હતો.

ટેબલ ટેનિસ માટે 85 ખેલાડીઓએ લીધો છે ભાગ

નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસની ફાઇનલમાં ટીમ ગુજરાત ગોલ્ડની દાવેદાર માનવામાં આવી રહી હતી. સુરતમાં ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ નેશનલ ગેમ્સ અંતર્ગત રમાઈ રહી છે. આજે સાંજે મહારાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે સેમિફાઇનલ મેચ રમાઈ હતી.આ ફાઈનલ મેચમાં દિલ્હીની ટીમની જીત થતા તે ફાઈનલમાં પહોંચી હતી. ટેબલ ટેનિસમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર સહિત કુલ 6 રાજ્યની ટીમો ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દેશના તમામ રાજ્યોના 43 મહિલા અને 42 પુરૂષ મળીને કુલ 85 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 8:08 pm, Wed, 21 September 22