National Championship: 18 વર્ષની પહેલવાને સાક્ષી મલિકને હરાવી ગોલ્ડ મેડલ જીતી લીધો

ટોક્યો ઓલંપિક (Tokyo Olympics) ની તૈયારીમાં લાગેલી ભારતીય અનુભવી પહેલવાન સાક્ષી મલિક (Sakshi Malik) ને જબરદસ્ત ઝટકો લાગ્યો છે. સાક્ષીને એકવાર ફરી થી તેની સૌથી મોટી હરીફ સોનમ મલિકે (Sonam Malik) નિરાશ કરી દીધી છે.

National Championship: 18 વર્ષની પહેલવાને સાક્ષી મલિકને હરાવી ગોલ્ડ મેડલ જીતી લીધો
National Championship
| Edited By: | Updated on: Jan 31, 2021 | 9:57 AM

ટોક્યો ઓલંપિક (Tokyo Olympics) ની તૈયારીમાં લાગેલી ભારતીય અનુભવી પહેલવાન સાક્ષી મલિક (Sakshi Malik) ને જબરદસ્ત ઝટકો લાગ્યો છે. સાક્ષીને એકવાર ફરીથી તેની સૌથી મોટી હરીફ સોનમ મલિકે (Sonam Malik) નિરાશ કરી દીધી છે. સિનિયર વિમેન્સ નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપ (Wrestling Championship) હાલ આગ્રામાં ચાલી રહી છે. જેમાં યુવા પહેલવાન સોનમ મલિકએ પોતાનાથી વધારે અનુભવી પહેલવાનને ફાઇનલમાં 7-5 થી હરાવી દીધી છે. આમ આ સાથે જ શનિવાર 30 જાન્યુઆરીએ રિયો ઓલંપિકની (Rio Olympics) બ્રોન્ઝ મેડલિસ્ટ સાક્ષીને હરાવી ફરી એકવાર ચેમ્પિયનશિપ જીતી લઇને ગોલ્ડ મેડલ (Gold medal) પોતાના નામે કરી લીધો છે.

પાછળના કેટલાક વર્ષથી પાતાના ફોર્મ માટે સંઘર્ષ કરી રહેલી સાક્ષી મલિક ઓલંપિક મેડલિસ્ટ સાક્ષી 62 કિલોવર્ગમાં સોનમ સામે પોતાનો દમ નહોતો દેખાડી શકી. હરીયાણાનુ પ્રતિનિધિત્વ કરી રહેલી 18 વર્ષની સોનમ રેલ્વે માટે રમી રહેલી 27 વર્ષની સાક્ષીની સામે જબરદસ્ત હરીફાઇ દેખાડી હતી. સોનમે જીતનો સીલસીલો સાક્ષી આગળ વધારતા ત્રીજી વાર સાક્ષીને હરાવી છે. ગત વર્ષે એશિયાઇ ઓલંપિક ક્વોલીફાયર અને એશિયાઇ ચેમ્પિયનશીપના ટ્રાયલમાં સાક્ષીને હરાવી દીધી હતી. જીત બાદ રેસલંગ ટીવી એ સોનમ ના કોચ અજમેર મલિકના હવાલા થી કહ્યુ હતુ કે, આ જીત તેના માટે મહત્વની હતી, જેનાથી ટોક્યો ઓલંપિક પહેલા ખૂબ આત્મવિશ્વાસ પ્રાપ્ત થશે.