સાયનાની બાયોપિકમાં બાળપણનો રોલ કરનારી Naishaa રિઅલ લાઈફમાં છે બેડમિન્ટન ચેમ્પિયન

|

Jan 22, 2022 | 10:58 AM

ચેમ્બુર ગર્લ Naishaa જેણે બાયોપિકમાં બાળકી સાયના નેહવાલની ભૂમિકા ભજવી હતી, તાજેતરમાં U-15 ટાઇટલ જીત્યું છે.

સાયનાની બાયોપિકમાં બાળપણનો રોલ કરનારી Naishaa રિઅલ લાઈફમાં છે બેડમિન્ટન ચેમ્પિયન
Naishaa Kaur Bhatoye ( PS : Facebook)

Follow us on

Naishaa Kaur Bhatoye : 13 વર્ષની Naishaa કૌર ભટોયે, જેણે 2021ની બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ફિલ્મ, સાયનામાં તેની આદર્શ સાઇના નેહવાલની ભૂમિકા ભજવી હતી, તે વાસ્તવિક જીવનમાં પણ ચેમ્પિયન છે.ચેમ્બુર સ્થિત કિશોરીએ આ મહિનાની શરૂઆતમાં હરિયાણામાં અશ્વની ગુપ્તા મેમોરિયલ ઓલ ઈન્ડિયા સબ જુનિયર રેન્કિંગ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં અંડર-15 ગર્લ્સ સિંગલ્સ (U-15 girls singles) નો ખિતાબ જીત્યો હતો. 9 જાન્યુઆરીએ ફાઇનલમાં તેણે દિલ્હીની અન્વેષા ગૌડાને 17-21, 21-14, 21-16થી હાર આપી હતી.

સાયના એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. બાયોપિક છે. બેડમિન્ટનની દુનિયામાં દેશનું નામ રોશન કરનારી સાયના નહેવાલની વાર્તા છે. ફિલ્મ તેના ઉતાર-ચઢાવ, તેના સંઘર્ષ અને તમામ મુશ્કેલીઓ પાર કરીને દુનિયાની નંબર 1 ખેલાડી બનવાની સ્ટોરી છે.

પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડમીમાં તાલીમ

Naishaa તેના બેડમિન્ટન સપનાને સાકાર કરવા માટે મુંબઈ અને હૈદરાબાદ (Mumbai and Hyderabad)માં તાલીમ લે છે. મુંબઈમાં, તે ઉત્તર ભારતીય સંઘ, સાયન ખાતે જીતેશ પાદુકોણ શટલર્સ એકેડમીમાં તાલીમ લે છે, હૈદરાબાદમાં તે પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડમી (PGBA)માં તાલીમ લે છે.ભારતના મુખ્ય રાષ્ટ્રીય કોચ ગોપીચંદ નૈશાના વખાણ કરે છે. ગોપીચંદે (Gopichand) મિડ-ડેને કહ્યું, “તે ખૂબ જ કઠોર રમતવીર છે,

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ફક્ત મારી પરીક્ષાઓ માટે જ મુંબઈ આવું

Naishaa તેની શાળા, સેન્ટ ગ્રેગોરીઓસ હાઇસ્કૂલ, ચેમ્બુરની આભારી છે, તેને અલગ શહેરમાં તાલીમ ચાલુ રાખવામાં મદદ કરવા બદલ આભાર માન્યો છે. મેં 2015માં જીતેશ સરની નીચે રમવાનું શરૂ કર્યું જ્યારે હું સાત વર્ષની હતી અને બે વર્ષ પહેલા ગોપી સરની એકેડમીમાં જવાનું શરૂ કર્યું. કોવિડ-19 રોગચાળો શરૂ થયો તેના ઘણા સમય પહેલા મને ઓનલાઈન વર્ગોમાં પરવાનગી આપવા માટે શાળાનો આભાર માનું છું,હું ફક્ત મારી પરીક્ષાઓ માટે જ મુંબઈ આવું છું, Naishaa ધોરણ 8ની વિદ્યાર્થીની છે જે તેની માતા, સપના અને મોટી બહેન જસપ્રીત સાથે રહે છે. તેને ગોપીચંદ હેઠળ તાલીમ મેળવી શકે તે માટે તેના પિતા જાગીર સિંહે હૈદરાબાદમાં નોકરીની બદલી કરી છે.

ફિલ્મનું શૂટિંગ કર્યું ત્યારે હું માત્ર નવ વર્ષની હતી

Naishaa એ યાદ કર્યું કે તેણે ફિલ્મમાં સાયના બાળપણની ભૂમિકા કેવી રીતે નિભાવી.અભિનેત્રી શ્રદ્ધા કપૂર ફિલ્મમાંથી બહાર થયા પછી પરિણીતી ચોપરા મુખ્ય ભૂમિકા ભજવી હતી,ત્યારે તેણે મને નોર્થ ઈન્ડિયન એસોસિએશનમાં જોઈ અને ડિરેક્ટરને મારા નામની ભલામણ કરી. જ્યારે મેં ફિલ્મનું શૂટિંગ કર્યું ત્યારે હું માત્ર નવ વર્ષની હતી. મેં 20-30 મિનિટના રોલ માટે લગભગ દોઢ મહિના સુધી શૂટિંગ કર્યું.મારા આર્દેશની ભૂમિકા નિભાાવવી મારા માટે સ્વપ્ન સાકાર થયું તેવી ખુશી હતી.

ભૂતપૂર્વ રાષ્ટ્રીય શટલર કોચ પાદુકોણને વિશ્વાસ છે કે, Naishaa મહાન ઊંચાઈ હાંસલ કરશે.તે મારી એકેડમીના અન્ય કરતા ઘણી અલગ છે. તેની સખત મહેનત અને દ્રઢતા તેને ખાસ બનાવે છે. તે આક્રમક ખેલાડી છે. તે ભારતીય બેડમિન્ટનમાં મોટું નામ કરશે તેવું પાદુકોણે કહ્યું હતુ.

આ પણ વાંચો : IPL 2022: હાર્દિક પંડ્યા અમદાવાદ ટીમનો કેપ્ટન, રાશિદ ખાન અને શુભમન ગિલ પર વરસ્યા કરોડો

આ પણ વાંચો : મોદી સરકાર આ યોજના હેઠળ ખાતામાં જમા કરી રહી છે 10,000 રૂપિયા, આ રીતે મેળવો લાભ

Next Article