
IPL 2023 ના લીગ મેચના તબક્કાનો અંત થઈ રહ્યો છે. 69મી મેચ મુંબઈના વાનખેડેમાં રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર જીત વાનખેડેમાં નોંધાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર વિવ્રાંત શર્મા અને મંયક અગ્રવાલે અડધી સદીની ઈનીંગ રમી હતી.જેને લઈ નિર્ધારીત 20 ઓવરમાં હૈદરાબાદે 5 વિકેટ ગુમાવીને 200 રનનો સ્કોર નોંધાવ્યો હતો. મુંબઈએ પણ શાનદાર શરુઆત રનચેઝ કરવા માટે કરી હતી. આ દરમિયાન સુકાની રોહિત શર્મા અને કેમરન ગ્રીને શાનદાર રમત રમી હતી. વિશાળ લક્ષ્ય સામે વિશાળ ઈનીંગ ગ્રીને રમી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર રમત વડે વાનખેડેમાં 201 રનના વિશાળ લક્ષ્યને પાર કરી લીધુ હતુ. આ સાથે જ મુંબઈએ પ્લેઓફની આશાઓને જીવંત બનાવી રાખી હતી. મુંબઈ માટે આજે શાનદાર જીતની જરુર હતી અને એ કામ તેણે કરી દેખાડ્યુ હતુ. મુંબઈ માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચના પરિણામ સુધી પ્લેઓફને લઈ રાહ જોવી પડશે.
મુંબઈ ઈન્ડિયન્સે રણનિતી પૂર્વક ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે હૈદરાબાદને મેદાને ઉતાર્યુ હતુ. હૈદરાબાદે વિશાળ લક્ષ્ય આપવા છતા મુંબઈએ શાનદાર રમત બતાવી હતી. રોહિત શર્મા અને કેમરન ગ્રીને શાનદાર રમત બતાવી હતી. બંનેએ ચોગ્ગા અને છગ્ગા વાળી કરીને હૈદરાબાદને પરેશાન કરી દીધુ હતુ. મુંબઈએ શરુઆતમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યાર બાદ રોહિત અને ગ્રીનની જોડીએ મુંબઈની વાત બનાવી દીધી હતી. ઈશાન કિશન 13 બોલનો સામનો કરીને 14 રન નોંધાવી પરત ફર્યો હતો. ઈશાને 1 છગ્ગો અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. તે ત્રીજી ઓવરમાં ભૂવનેશ્વર કુમારનો શિકાર થયો હતો.
રોહિત શર્માએ શાનદાર અડધી સદી નોંધાવી હતી. રોહિતે મહત્વની ઈનીંગ રમતા 37 બોલમાં 56 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન હિટમેને 1 છગ્ગો અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. કેમરન ગ્રીને પણ શાનદાર ઈનીંગ રમી હતી. રોહિત અને ગ્રીનની 65 બોલમાં 128 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. ગ્રીને આતશી ઈનીંગ રમી હતી.
ગ્રીને આતશી ઈનીંગ રમી હતી. તેણે શરુઆતથી જ તોફાની શરુઆત કરી હતી. અને સમયાંતરે ચોગ્ગા અને છગ્ગા ફટકારવા જારી રાખ્યા હતા. કેમરન ગ્રીને 47 બોલની ઈનીંગ રમીને સદી પુરી કરી હતી. આ દરમિયાન તેણે 8 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે તેનો સ્ટ્ર્રાઈક રેટ આ દરમિયાન 212.77 નો રહ્યો હતો. ગ્રીને જીત માટેના અંતિમ રન સાથે જ પોતાની સદી પુરી કરી હતી.
!
How good was that knock in the chase
Relive that moment here #TATAIPL | #MIvSRH pic.twitter.com/ZugNklUFKI
— IndianPremierLeague (@IPL) May 21, 2023
સૂર્યાકુમારે કેમરન ગ્રીનને સારો સાથ પૂરો પાડ્યો હતો. રોહિત શર્માના પરત ફર્યા બાદ સૂર્યા મેદાને આવતા તેણે ગ્રીનને મહત્વનો સાથ પૂરો પાડતા 25 રન નોંધાવ્યા હતા. 16 બોલનો સામનો કરીને 4 ચોગ્ગા સાથે સૂર્યાએ આ રન નોંધાવ્યા હતા.
Published On - 7:20 pm, Sun, 21 May 23