IPL 2022માં આજે મુંબઈ ઈન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. મુંબઈએ અગાઉ એક મેચ રમી હતી જેમાં તેને દિલ્હી કેપિટલ્સ સામે હાર મળી હતી. બીજી તરફ રાજસ્થાનની ટીમ પોતાનો જીતનો ક્રમ જાળવી રાખવા માંગશે. પ્રથમ મેચમાં તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જીત મેળવી હતી. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ હાલમાં 2 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે જ્યારે મુંબઈની ટીમનો એક પણ પોઈન્ટ નથી અને તે નવમા સ્થાને છે.
રાજસ્થાન રોયલ્સ : જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, દેવદત્ત પડ્ડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, નવદીપ સૈની, પ્રસિદ્ધ ક્રિષ્ણા
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા, ઇશાન કિશન, અનમોલપ્રીત સિંહ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ટાઇમલ મિલ્સ, બેસિલ થમ્પી
મુરુગન અશ્વિન 19મી ઓવરના અંતિમ બોલ પર રન દોડવા જતા આઉટ થયો હતો.
પ્રસિદ્ધ કૃષ્ણાની 19મી ઓવર લઈને આવ્યો હતો, આ દરમિયાન પોલાર્ડે ઓવરના 5 બોલને બાઉન્ડરી માટે મોકલ્યો હતો.
ટ્રેન્ટ બોલ્ટ લઈને આવેલ 18મી ઓવરમાં પોલાર્ડે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં મુંબઈને 11 રન મળ્યા હતા.
પ્રસિદ્ધ કૃષ્ણા 17મી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરમાં મુંબઈએ 7 રન મેળવ્યા હતા. ઓવરના 5માં બોલ પર મુરુગન અશ્વિને બાઉન્ડરી મેળવી હતી.
યુઝવેન્દ્ર ચહલ લઈને આવેલ 16મી ઓવરમાં મુંબઈ એક બાદએક સળંગ બે વિકેટ ગુમાવી દીધી હતી. ચહલ હેટ્રીકના મોકા પર આવી ચુક્યો હતો. ચહલે ઓવરના ટીમ ડેવિડને આઉટ કર્યો હતો. ત્યાર બાદ બીજા બોલે ડેનિયલ સેમ્સને ગોલ્ડન ડક આઉટ કર્યો હતો.
અશ્વિને 15મી ઓવરમાં 7 રન આપીને તિલક વર્માની વિકેટ લીધી હતી. મુંબઈને છેલ્લી 5 ઓવરમાં 58 રન બનાવવાના છે અને 6 વિકેટ બાકી છે. પોલાર્ડ 0 અને ટિમ ડેવિડ 1 રન પર રમી રહ્યા છે.
આર અશ્વિને મુંબઈ ઈન્ડિયન્સને ચોથો ઝટકો આપ્યો હતો. તિલક વર્મા 33 બોલમાં 61 રન બનાવીને અશ્વિનના હાથે બોલ્ડ થયો હતો. તેણે 3 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. ટીમે હજુ 34 બોલમાં 59 રન બનાવવાના છે.
તિલક વર્માએ તેની IPL કારકિર્દીની પ્રથમ અડધી સદી પૂરી કરી છે. તેણે 28 બોલમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. તે IPLમાં મુંબઈ માટે અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે ઈશાન કિશનનો રેકોર્ડ તોડ્યો છે.
ચહલે 14મી ઓવર નાખી. તિલકે પ્રથમ બોલ પર એક રન લીધો હતો. પોલાર્ડ બીજા બોલ પર એક રન. ત્રીજા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. ચોથા બોલ પર ચાર. 5મા બોલ પર એક રન. છઠ્ઠા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. આ ઓવરમાં 8 રન બનાવ્યા હતા. 3 વિકેટે 129 રન બનાવ્યા. તિલક 55 અને પોલાર્ડ 0 રન પર રમી રહ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સને મેચ જીતવા માટે 42 બોલમાં 73 રનની જરૂર છે. તિલક વર્મા 49 રને અને પોલાર્ડ શૂન્ય પર રમી રહ્યા છે.
ટ્રેન્ટ બોલ્ટે 13મી ઓવર નાખી. પ્રથમ બોલ પર એક રન. બીજા બોલ પર તિલકે એક રન લીધો. ત્રીજા બોલ પર ઈશાન કિશને ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. ચોથા બોલ પર એક રન. 5મા બોલ પર તિલકે એક રન લીધો. છેલ્લા બોલ પર ઈશાન આઉટ. આ ઓવરમાં 9 રન બનાવ્યા હતા. 3 વિકેટે 121 રન બનાવ્યા. ઈશાન 54 રન બનાવીને આઉટ થયો હતો. તિલક 49 રન પર રમી રહ્યો હતો.
ઈશાન કિશને IPL કરિયરની 11મી ફિફ્ટી પૂરી કરી છે. આ સિઝનમાં આ તેની સતત બીજી ફિફ્ટી છે.
લેગ સ્પિનર રેયાન પરાગે 12મી ઓવર ફેંકી હતી. ઈશાને પ્રથમ બોલ પર 2 રન લીધા હતા. બીજા બોલ પર એક રન. ત્રીજા બોલ પર તિલકે એક રન લીધો હતો. ચોથા બોલ પર એક રન. તિલકે 5માં બોલ પર સિક્સર ફટકારી હતી. છેલ્લા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. ઓવરમાં 11 રન આવ્યા હતા. 2 વિકેટે 112 રન. ઈશાન 48 અને તિલક 47 રને રમી રહ્યા છે.
ઈશાન કિશન અને તિલક વર્માએ સાથે મળીને બે વિકેટે મુંબઈનો સ્કોર 100ની પાર પહોંચાડ્યો હતો. બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી રહી છે. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે ઈશાન કિશનનો મુશ્કેલ કેચ છોડ્યો હતો. આ કેચ રાજસ્થાનની ટીમ માટે ભારે પડી શકે છે. જો જયસ્વાલે આ કેચ પકડ્યો હોત તો તેની ટીમ ચોક્કસપણે આ મેચમાં આગળ આવી શકી હોત.
11મી ઓવર ઓફ સ્પિનર આર અશ્વિને ફેંકી હતી. પ્રથમ બોલ પર કોઈ રન નોંધાયો નહીં. ઈશાને બીજા બોલ પર એક રન લીધો હતો. ત્રીજા બોલ પર 2 રન. ચોથા બોલ પર તિલકે એક રન લીધો. 5મા બોલમાં 2 રન. છેલ્લા બોલ પર એક રન. આ ઓવરમાં 7 રન બનાવ્યા હતા. 2 વિકેટે 101 રન. ઈશાન 44 અને તિલક 40 રન પર રમી રહ્યા હતા.
ઈશાન કિશન અને તિલક વર્માએ સાથે મળીને બે વિકેટે મુંબઈનો સ્કોર 100ની પાર પહોંચાડ્યો હતો. બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી રહી છે.
ચહલે ઇનિંગની 10મી ઓવર ફેંકી હતી. તિલકે પ્રથમ બોલ પર એક રન લીધો હતો. બીજા બોલ પર ઈશાને એક રન બનાવ્યો હતો. ત્રીજા બોલ પર તિલકે સિક્સર ફટકારી હતી. ચોથા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. 5માં બોલ પર ચાર. છઠ્ઠા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. આ ઓવરમાં 12 રન બનાવ્યા હતા. 2 વિકેટે 94 રન. ઈશાન 40 અને તિલક 37 રને રમી રહ્યા છે.
જો રાજસ્થાનને અહીં વધુ એક કે બે વિકેટ મળી જશે તો મુંબઈ માટે મેચમાં વાપસી કરવી મુશ્કેલ બની જશે. ઈશાન કિશનને અહીં શાનદાર બેટિંગ કરવાની જરૂર છે
ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ ઇનિંગની 9મી ઓવર નાખી. તિલકે પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બીજા બોલ પર એક રન. ઈશાને ત્રીજા બોલ પર 2 રન લીધા હતા. ચોથા બોલ પર એક રન. તિલકે 5માં બોલ પર સિક્સર ફટકારી હતી. છેલ્લા બોલ પર એક રન. આ ઓવરમાં 15 રન બનાવ્યા હતા. 9 ઓવર પછી સ્કોર 2 વિકેટે 82 રન હતો. ઈશાન 39 અને તિલક 26 રને રમી રહ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સને 12 ઓવરમાં 127 રન બનાવવાના છે. એટલે કે રનરેટ 10થી ઉપર છે. ઈશાન કિશન પર ફરી એકવાર મોટી જવાબદારી આવશે.
લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 8મી ઓવરમાં નાખી. ઈશાને પ્રથમ બે બોલ પર એક રન બનાવ્યો હતો. ત્રીજા બોલ પર તિલકે 2 રન લીધા હતા. ચોથા બોલ પર એક રન. ઈશાને 5માં બોલ પર એક રન બનાવ્યો હતો. છેલ્લા બોલ પર એક રન. 8 ઓવર પછી સ્કોર 2 વિકેટે 67 રન હતો. ઈશાન 36 અને તિલક 14 રને રમી રહ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સને 12 ઓવરમાં 127 રન બનાવવાના છે. એટલે કે રનરેટ 10થી ઉપર છે. ઈશાન કિશન પર ફરી એકવાર મોટી જવાબદારી આવશે.
તિલક અને કિશન વચ્ચે સારી ભાગીદારી રોહિત અને અનમોલપ્રીતના આઉટ થયા બાદ ઈશાન કિશને તિલક વર્મા સાથે સારી ભાગીદારી કરી છે. બંને સાવધાનીપૂર્વક બેટિંગ કરી રહ્યા છે અને ધીમે ધીમે પોતાની ટીમને લક્ષ્યની નજીક લઈ જઈ રહ્યા છે.
લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 8મી ઓવરમાં નાખી. ઈશાને પ્રથમ બે બોલ પર એક રન બનાવ્યો હતો. ત્રીજા બોલ પર તિલકે 2 રન લીધા હતા. ચોથા બોલ પર એક રન. ઈશાને 5માં બોલ પર એક રન બનાવ્યો હતો. છેલ્લા બોલ પર એક રન. 8 ઓવર પછી સ્કોર 2 વિકેટે 67 રન હતો. ઈશાન 36 અને તિલક 14 રને રમી રહ્યા હતા.
અશ્વિને 7મી ઓવર નાખી. પ્રથમ બોલ પર ઈશાન અને બીજા બોલ પર તિલક એક રન લીધો હતો. ત્રીજા બોલ પર એક રન. ચોથા બોલ પર તિલકે એક રન બનાવ્યો હતો. ઈશાને 5માં બોલ પર એક રન લીધો હતો. તિલકે છઠ્ઠા બોલ પર સિક્સર ફટકારી હતી. 7 ઓવર પછી સ્કોર 2 વિકેટે 61 રન હતો. ઈશાન 34 અને તિલક 10 રને રમી રહ્યા છે.
ફાસ્ટ બોલર કૃષ્ણાએ ઇનિંગની છઠ્ઠી ઓવર નાખી. ઈશાને પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બીજા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. ત્રીજા બોલ પર પણ રન નહીં. ચોથા બોલ પર એક રન. 5માં અને છેલ્લા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. 6 ઓવર પછી સ્કોર 2 વિકેટે 50 રન હતો. ઈશાન 2 અને તિલક 31 રન પર રમી રહ્યા હતા.
આર અશ્વિને ઇનિંગની પાંચમી ઓવર ફેંકી હતી. પ્રથમ 2 બોલમાં 2 રન. ત્રીજા બોલ પર તિલક વર્મા રન બનાવી શક્યો નહોતો. ચોથા બોલ પર એક રન. 5મા અને 6ઠ્ઠા બોલ પર એક-એક રન. 5 ઓવર પછી સ્કોર 2 વિકેટે 45 રન હતો. ઈશાન 26 અને તિલક 2 રને રમી રહ્યા છે.
મેચની ચોથી ઓવરમાં ઈશાન કિશને સારી રમત બતાવી હતી. તેણે ઝડપી બોલર નવદીપ સૈનીની ઓવરમાં એક છગ્ગા અને બે ચોગ્ગા સહિત 16 રન બનાવ્યા હતા. પરંતુ અનમોલપ્રીત સિંહ છેલ્લા બોલ પર 5 રન બનાવીને આઉટ થયો હતો. 2 વિકેટે 40 રન.
ટ્રેન્ટ બોલ્ટે ફરી ત્રીજી ઓવર કરી, આ વખતે તેણે પાંચ રન આપ્યા. ઈશાનને ફરી એકવાર અહીં જવાબદારી નિભાવવી પડશે કારણ કે ટીમની સામે એક મોટું લક્ષ્ય છે. મુંબઈએ પાવર પ્લેમાં આક્રમક રમત બતાવવી પડશે
ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટની શાનદાર બોલિંગ ચાલુ છે. તેણે બીજી ઓવરમાં માત્ર 5 રન આપ્યા. 3 ઓવર પછી સ્કોર એક વિકેટે 24 રન હતો. ઈશાન 8 અને અનમોલપ્રીત 5 રન બનાવીને રમી રહ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બે ઓવરમાં એક વિકેટે 19 રન બનાવ્યા છે. ઈશાન કિશન 4 અને અનમોલપ્રીત સિંહ પણ 4 રને રમી રહ્યા છે.
રોહિત શર્માએ બીજી ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. બોલર પ્રસિદ્ધ ક્રિષ્ણા હતો. પ્રથમ બોલ પર 2 રન બનાવ્યા હતા. ત્રીજા બોલ પર ફરીથી 2 રન બનાવ્યા. ચોથા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. 5માં બોલે રોહિત 10 રન બનાવીને આઉટ થયો હતો.
રાજસ્થાન રોયલ્સ માટે ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ડે પ્રથમ ઓવર ફેંકી હતી. તેણે પ્રથમ ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. ઈશાન કિશને બાઉન્ડ્રી ફટકારી.
194 રનના ટાર્ગેટને પુરો કરવા માટે મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશન ક્રિઝ પર હાજર છે. પ્રથમ ઓવરમાં મુંબઈએ વિના નુકશાને ચાર રન બનાવ્યા હતા.
રાજસ્થાનની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 193 રન બનાવી શકી હતી. હવે મુંબઈ સામે 194 રનનો ટાર્ગેટ છે. મેચના છેલ્લા બોલ પર રિયાન પરાગે મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ન ટિમ ડેવિડે ડીપ મિડ-વિકેટ પર શાનદાર કેચ પકડ્યો. આ સાથે રાજસ્થાનની ટીમ આઠ વિકેટે 193 રન જ બનાવી શકી હતી.રાજસ્થાન તરફથી જોસ બટલરે સૌથી વધુ 100 રન બનાવ્યા હતા. તેના સિવાય શિમરોન હેટમાયર 35 અને કેપ્ટન સંજુ સેમસને 30 રન બનાવ્યા હતા. મુંબઈ માટે જસપ્રીત બુમરાહે ચાર ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે ટીમલ મિલ્સે પણ ત્રણ વિકેટ લીધી હતી.
ટાઇમલ મિલ્સે રાજસ્થાનને સાતમો ઝટકો આપ્યો છે. તેણે નવદીપ સૈનીને વિકેટકીપર ઈશાન કિશનના હાથે કેચ કરાવ્યો. નવદીપ બે રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રિયાન પરાગ અને ટ્રેન્ટ બોલ્ટ હવે ક્રિઝ પર છે. જો કે રાજસ્થાનના 200ને પાર જવાની આશા ઠગારી નીવડી છે.
રાજસ્થાનને 200થી વધુ સ્કોર કરવાના સપનાને તોડી નાખ્યું છે. હેટમાયર બાદ તેણે બટલરને પણ યોર્કર બોલ પર આઉટ કર્યો હતો. જસપ્રિત બુમરાહે 19મી ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે માત્ર ત્રણ રન આપ્યા અને બે સેટમાં બેટ્સમેનોને આઉટ કર્યા. આ સાથે જ એક બેટ્સમેન પણ રનઆઉટ થયો હતો.
જોશ બટલરે IPL 2022ની પ્રથમ સદી ફટકારી છે. આ તેની આઈપીએલ કારકિર્દીની બીજી સદી છે.
જોશ બટલરે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્દ પોતાની સદી પૂરી કરી છે
100 reasons why Jos is the #RoyalsFamily | #HallaBol | #IPL2022 | #MIvRR
— Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2022
જોશ બટલર અને શિમરોન હેટમાયરએ રાજસ્થાનના સ્કોરને ત્રણ વિકેટે 182 ની પાર પહોંચાડી દીધો હતો. રાજસ્થાનનો સ્કોર ત્રણ વિકેટે 182 રનને પાર કરી ગયો છે.જોશ બટલર સદીથી માત્ર એક રન દુર છે
શિમરોન હેટમાયરે 18મી ઓવરના પહેલા બોલ પર શાનદાર સિક્સ ફટકારી હતી
શિમરોન હેટમાયરે 17મી ઓવરના પહેલા અને બીજા બોલ પર સિકસ ફટકારી . 17મી ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, પાંચમો બોલ વાઈડ ગયો હતો. છઠ્ઠા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો
પોલાર્ડે રાજસ્થાનને ત્રીજો ઝટકો આપ્યો છે. તેણે કેપ્ટન સંજુ સેમસનને તિલક વર્માના હાથે કેચ કરાવ્યો.બટલર તેની સદીની નજીક છે.સેમસને ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા.15 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર ત્રણ વિકેટે 138 રન છે.
જોશ બટલર 89 અને સંજુ સેમસન 30 રન બનાવી ક્રિઝ પર છે, રાજસ્થાને 14મી 6 રન આવ્યા હતા
રાજસ્થાનનો સ્કોર બે વિકેટના નુકસાને 100ને પાર કરી ગયો છે. સંજુ સેમસન અને જોશ બટલર વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ છે.
જોશ બટલર અને સંજુ સેમસન હવે આક્રમક રીતે બેટિંગ કરી રહ્યા છે. બટલરે પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. સાથે જ સેમસન પણ ઝડપી રમી રહ્યો છે. જોશ બટલર 77 સંજુ સેમસન 27 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે
જોશ બટલર તોફાની બેટિંગ કરી રહ્યો છે 11 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર બે વિકેટે 108 રન છે. બટલર 76 અને સેમસન 21 રન બનાવીને રમી રહ્યા છે.
રાજસ્થાનના ઓપનર જોશ બટલરે પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. આ તેની આઈપીએલ કારકિર્દીની 12મી અડધી સદી છે. તે હવે કેપ્ટન સંજુની મદદથી પોતાની ટીમને આગળ લઈ જવા માંગશે. 10 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર બે વિકેટે 87 રન છે. બટલર 64 અને સેમસન 14 રન બનાવીને રમી રહ્યા છે.
રાજસ્થાન રોયલ્સનો સ્કોર 9 ઓવર બાદ 74/2 છે બટલર 57 અને સંજુ 8 રન બનાવી રમી રહ્યા છે
જોસ બટલરે ચોગ્ગા સાથે અડધી સદી પૂર્ણ કરી છે
પાવરપ્લે પુરો થયો અને રાજસ્થાને બે વિકેટના નુકસાને 48 રન બનાવી લીધા છે. જોસ બટલરે ચોથી ઓવરમાં 26 રન બનાવ્યા, જેનાથી મુંબઈ મુશ્કેલીમાં મુકાઈ ગયું પરંતુ મિલ્સ અને એમ અશ્વિને છેલ્લી બે ઓવરમાં સારી બોલિંગ કરી. ઓવરના છેલ્લા બોલ પર મિલ્સે દેવદત્ત પડ્ડિકલને પેવેલિયન પરત મોકલ્યો હતો.
Bumrah strikes early but Jos capitalises on the Powerplay overs.
RR – 48/2#OneFamily #DilKholKe #MumbaiIndians #MIvRR @Jaspritbumrah93 pic.twitter.com/D8w7ojxy1u
— Mumbai Indians (@mipaltan) April 2, 2022
રાજસ્થાનના ખેલાડી દેવદત્ત પડ્ડિકલ 7 રન બનાવી આઉટ થયો . તેની જગ્યાએ ક્રિઝ પર સંજુ સેમસન આવ્યો છે
Match 9. WICKET! 5.6: Devdutt Padikkal 7(7) ct Rohit Sharma b Tymal Mills, Rajasthan Royals 48/2 https://t.co/lPXtk37wjj #MIvRR #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) April 2, 2022
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ચોથી ઓવર બાસિલ થમ્પીને આપી હતી, . બટલરે થમ્પીની ઓવરમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા અને 26 રન બનાવ્યા.
જોસ બટલરે ચોથી ઓવરમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. રાજ્સ્થાનનો સ્કોર 4 ઓવર બાદ 43 રનમાં 1 વિકેટનું નુકસાન છે.
Aur phir aaye Jos bhaiiiii. Dhaaga khol diye. 😍#HallaBol | #TATAIPL2022 | #MIvRR pic.twitter.com/IMRgYspiP2
— Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2022
જોસ બટલરે ઉપરા ઉપરી ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. જોસ બટલર 17 બોલમાં 22 રન બનાવીને રમી રહ્યો છે.
રાજસ્થાન રોયલ્સને પ્રથમ ઝટકો ત્રીજી ઓવરમાં લાગ્યો હતો.રાજસ્થાનને પહેલો ઝટકો બુમરાહે આપ્યો, યશસ્વી જયસ્વાલ આઉટ થયો
Match 9. WICKET! 2.4: Yashasvi Jaiswal 1(2) ct Tim David b Jasprit Bumrah, Rajasthan Royals 13/1 https://t.co/lPXtk37wjj #MIvRR #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) April 2, 2022
2 ઓવર બાદ રાજસ્થાન રોયલ્સનો સ્કોર 12 રન થયો છે
બટલરે બીજી ઓવરના ત્રીજા બોલ પર શાનદાર સિક્સ ફટકારી
રાજસ્થાન રોયલ્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા છે, જ્યારે જસપ્રીત બુમરાહ મુંબઈ માટે બોલિંગની શરૂઆત કરી હતી. રાજસ્થાન રોયલ્સનો સ્કોર પ્રથમ ઓવરમા કોઈપણ નુકસાન વગર 4 રન થયો છે.
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનની આ 200મી T20 મેચ છે. તેણે ટી20માં અત્યાર સુધીમાં 3 સદી અને 31 અડધી સદી ફટકારી છે. સ્ટ્રાઇક રેટ 131 છે.
આઈપીએલની 15મી સિઝનમાં શનિવારે 2 મેચો રમાવાની છે. સાંજે 7.30 વાગ્યાથી રમાનારી બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. બંને ટીમોએ પોતાની પ્રથમ મેચ જીતી છે.
રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સનો રેકોર્ડ સારો છે. બંને વચ્ચેના IPL રેકોર્ડ પર નજર કરીએ તો મુંબઈએ રાજસ્થાન સામે 13 મેચ જીતી છે. બીજી તરફ રાજસ્થાનની ટીમ માત્ર 11 મેચ જીતવામાં સફળ રહી છે. ગત સિઝનની બંને મેચમાં મુંબઈની જીત થઈ હતી.
A look at the Playing XI for #MIvRR
Live – https://t.co/lPXtk37wjj #MIvRR #TATAIPL pic.twitter.com/G6wqXzCYPj
— IndianPremierLeague (@IPL) April 2, 2022
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાન રોયલ્સ પ્રથમ બેટિંગ કરવા ઉતરશે.
#MumbaiIndians have won the toss and they will bowl first against #RR.
Live – https://t.co/lPXtk37wjj #MIvRR #TATAIPL pic.twitter.com/NP65clEs2i
— IndianPremierLeague (@IPL) April 2, 2022
પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ હાલમાં 2 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે જ્યારે મુંબઈની ટીમનો એક પણ પોઈન્ટ નથી અને તે નવમા સ્થાને છે.
બંને ટીમો મેદાન પર વોર્મ અપ કરી રહી છે અને હવે થોડીવારમાં ટોસ થશે.
🚎 ➡️ 🏟 Your favourite Royals are off for their first game under the afternoon sun. ☀️#RoyalsFamily | #HallaBol | #MIvRR pic.twitter.com/xf4e1hTadC
— Rajasthan Royals (@rajasthanroyals) April 2, 2022
રાજસ્થાનની વાત કરીએ તો કેપ્ટન સંજુ સેમસન પર ફરીથી મોટી જવાબદારી આવશે. તેણે છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ટીમે લીગની પ્રથમ મેચ 61 રને જીતી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે મુંબઈમાં મેચ રમાઈ રહી છે. હાર સાથે શરૂઆત કરનાર મુંબઈ આજે સિઝનની પ્રથમ જીત મેળવવા ઈચ્છે છે.
Published On - 2:56 pm, Sat, 2 April 22