લિવરપુલ, બાર્સિલોનાથી પણ આગળ નિકળ્યું Mumbai Indians, સોશિયલ મિડીયા પર બહાર આવ્યા રસપ્રદ આંકડા

|

Dec 24, 2020 | 12:53 PM

આ વર્ષે કોરોનાને લઇને આઇપીએલ (IPL) મોડે થી આયોજીત થઇ શકી હતી. કોરોના કાળને લઇને ભારતીય ક્રિકેટર્સ લાંબા સમય બાદ આઇપીએલ સાથે મેદાન પર ઉતર્યા હતા. ભારતમાં કોરોના પ્રમાણને ધ્યાને વિદેશમાં તેનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. મુંબઇ ઇન્ડિયન્સે (Mumbai Indians) પાંચમી વખત આઇપીએલ ટાઇટલ ((IPL title)) પોતાના નામે કર્યુ હતુ. આ દરમ્યાન ટીમના પ્રશંસકોને પણ […]

લિવરપુલ, બાર્સિલોનાથી પણ આગળ નિકળ્યું Mumbai Indians, સોશિયલ મિડીયા પર બહાર આવ્યા રસપ્રદ આંકડા

Follow us on

આ વર્ષે કોરોનાને લઇને આઇપીએલ (IPL) મોડે થી આયોજીત થઇ શકી હતી. કોરોના કાળને લઇને ભારતીય ક્રિકેટર્સ લાંબા સમય બાદ આઇપીએલ સાથે મેદાન પર ઉતર્યા હતા. ભારતમાં કોરોના પ્રમાણને ધ્યાને વિદેશમાં તેનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. મુંબઇ ઇન્ડિયન્સે (Mumbai Indians) પાંચમી વખત આઇપીએલ ટાઇટલ ((IPL title)) પોતાના નામે કર્યુ હતુ. આ દરમ્યાન ટીમના પ્રશંસકોને પણ ટીમની સાથે જોડી રાખવા માટે ફ્રેંન્ચાઇઝીએ સોશિયલ મિડીયાની મદદ થી અનેક પ્રકારે પ્રયાસો કર્યા હતા. ફેન્સ સાથે થયેલા ખાસ ઇન્ટરએક્શનમાં મુંબઇ ઇન્ડિયન્સના ફક્ત આઇપીએલમાં જ, પરંતુ દુનિયાની તમામ ક્લબોમાં આગળ નિકળી ગઇ છે.

આ વર્ષે આઇપીએલ યુએઇમાં આયોજીત કરવામાં આવ્યો હતો. જ્યાં પણ કોરોનાને લઇને દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ માટે અનુમતિ નહોતી. મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ફેંસ સાથે જોડાઇ રહેવા માટે MI LIVE, MI Paltan Play અને Virtual Wankhede જેવી પહેલ શરુ કરવામાં આવી હતી. જેની મદદ થી તેમણે પલટન (Fan Army) તૈયાર કરી, જે મેચ દરમ્યાન સોશિયલ મિડીયા પર ટીમને પ્રોત્સાહન પુરુ પાડી રહ્યા હતા. 60 દિવસના લાંબા સમય સુધી પ્રશંસકો ટીમ સાથે આ માધ્યમથી જ જોડાયેલા રહયા. આ દરમ્યાન ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ આ બધુ મળાવીને ટીમને એંગેજમેન્ટ 317 મિલીયન એટલે કે 31.7 કરોડ રહી. આ સમયમાં જ તે સોશિયલ મિડીયા એંગેજમેન્ટ મામલામાં માંચેસ્ટર યુનાઇટેડ, લિવરપુલ અને બાર્સિલોના જેવી મોટી ક્લબો થી પણ આગળ રહ્યુ.

આ વર્ષે રમાયેલા આઇપીએલના ઉદ્ઘાટન મેચ લગભગ 20 કરોડ લોકોએ જોઇ હતી. મેચ જોવાને માટે 20 કરોડ થી વધુ દર્શકોએ ટ્યુન ઇન કર્યુ હતુ. દેશમાં કોઇ પણ રમત લીગના ઉદ્ઘાઘટન મેચનો આ સૌથી મોટો આંકડો છે. કોઇ પણ લીગને તેની પહેલી મેચમાં ક્યારેય આટલી મોટી સંખ્યામાં દર્શકો નથી મળી શક્યા. જે પોતાને માટે એક મોટો રેકોર્ડ છે. કોરોના વાયરસ મહામારી વચ્ચે રમાયેલી ટુર્નામેન્ટમાં ચાર મોટી વર્ચ્યુઅલ ફેન વોલ બનાવાઇ હતી. જેમાં ચીયરલીડર્સની પહેલા થી રેકોર્ડ કરાયેલ વિડીયો પણ સામેલ હતા.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

 

Next Article