Pakistani cricketer પણ છે MS ધોનીના ચાહક ઘરમાં જોવા મળ્યો ફોટો, ભારતીય ફેન્સ ખુશ થયા

|

Sep 04, 2021 | 12:24 PM

આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, તેણે ભારતીય ચાહકોના દિલ જીતી લીધા. તમને જણાવી દઈએ કે, ભારત સિવાય મહેન્દ્ર સિંહ ધોનીને પાકિસ્તાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. પાકિસ્તાનના વર્તમાન ક્રિકેટરો પણ ધોનીના મોટા ચાહકો છે.

Pakistani cricketer પણ છે MS ધોનીના ચાહક ઘરમાં જોવા મળ્યો ફોટો, ભારતીય ફેન્સ ખુશ થયા
ms dhoni photo faheem ashraf pakistan cricketer ms dhoni framed house photo viral

Follow us on

Pakistani cricketer : પાકિસ્તાનના ક્રિકેટર ફહીમ અશરફે (Faheem Ashraf)પોતાના ઘરમાં ધોની સાથે પોતાનો ફોટો મુક્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ફહીમ અશરફે ધોની સાથે સેલ્ફી વાળો ફોટો દિવાલ પર લગાવ્યો છે.

PAK ક્રિકેટરે પોતાના ઘરમાં ધોનીનો ફોટો

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, તેણે ભારતીય ચાહકોના દિલ જીતી લીધા. તમને જણાવી દઈએ કે ભારત સિવાય મહેન્દ્ર સિંહ ધોનીને પાકિસ્તાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. પાકિસ્તાનના વર્તમાન ક્રિકેટરો (Cricketers)પણ ધોનીના મોટાચાહકો છે.પાકિસ્તાની ક્રિકેટર ફહીમ અશરફે કેટલાક સાથી ક્રિકેટરોને તેમના ઘરે ડિનર પાર્ટી  (Dinner party)માટે આમંત્રણ આપ્યું હતું.

 

 

સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

આ ડિનર પાર્ટી (Dinner party)માં પોતાના ઘરની દીવાલ પર ધોનીનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હસન અલી, હેરિસ રઉફ અને શાદાબ ખાન જેવા ક્રિકેટરો ડિનર પાર્ટીમાં ફહીમના ઘરે પહોંચ્યા હતા.

 

કોણ છે ફહીમ અશરફ?

પાકિસ્તાનના ઓલરાઉન્ડર ફહીમ અશરફે 11 ટેસ્ટ, 31 વનડે અને 42 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ (International match)રમી છે. ફહીમે 2017 માં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ધોની સાથેની તેની સેલ્ફીવાળી તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ચાહકોએ લખ્યું કે આ તસવીર બતાવે છે કે ધોનીનો ક્રિકેટરોના જીવન પર કેટલો પ્રભાવ છે.

ધોની જેવું કોઈ નથી

ધોનીની કેપ્ટનશીપમાં ભારતે આઈસીસી વર્લ્ડ ટી 20 (2007), ક્રિકેટ વર્લ્ડ કપ (2011) અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (2013) નો ખિતાબ જીત્યો છે. આ સિવાય ભારત 2009 માં પ્રથમ વખત ટેસ્ટમાં નંબર વન બન્યું હતું. ઓગસ્ટ 2020 માં, ધોનીએ અચાનક ક્રિકેટમાંથી નિવૃત્તિ (Retirement from cricket)ની જાહેરાત કરી.

મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2008માં ભારતીય ટીમ (Indian team)ની કેપ્ટનશીપ સંભાળી હતી. જ્યારે ધોનીએ ટીમની કેપ્ટનશીપ સંભાળી ત્યારે તેની સામે ઘણા પડકારો હતા. જેમ કે યુવાનોને તકો આપવી અને ભવિષ્ય માટે ટીમ બનાવવી. તે તમામ પડકારોનો સામનો કરતી વખતે ધોનીએ ભારતીય ટીમને ઘણી ઐતિહાસિક ક્ષણો આપી છે.

આ પણ વાંચો : Mohammed shami : ઈજાથી પરેશાન મોહમ્મદ શમીએ ચાહક સાથે જન્મદિવસ ઉજવ્યો, બાઉન્ડ્રી પાસે કેક કાપી ચાહકને ખુશ કર્યા, જુઓ Video

આ પણ વાંચો : Ravindra jadejas : ઓવલ ટેસ્ટમાં ફ્લોપ રહેનાર રવિન્દ્ર જાડેજા પર માંજરેકરે પ્રશ્ન ઉઠાવ્યો, કહ્યું ટીમ વધુ ભરોસો કરી રહી છે

Next Article