ભારતીય હોકી (Indian Hockey)એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ધ્વજ લહેરાવ્યો અને અહીં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)ની ચર્ચા થઈ રહી છે. તેમની ચર્ચા શેરી શેરીમાં થવા લાગી છે.
ટોક્યોના મેદાન પર ભારતીય હોકીના શાનદાર પ્રદર્શન પછી ધોની અચાનક પ્રસિદ્ધિમાં આવ્યો તે કારણ પણ આશ્ચર્યજનક છે કારણ કે ભારતીય હોકી અને એમએસ ધોની (MS Dhoni)વચ્ચે કોઈ ખાસ કનેક્શન નથી. હવે સવાલ એ છે કે આવું કેમ થયું તો આનું કારણ 7 વર્ષ જૂનું છે.
ટોક્યોના મેદાન પર ભારતની પુરુષ અને મહિલા બંને ટીમોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. કેપ્ટન મનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય પુરુષ ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિક (Olympics) મેડલ જીત્યો છે, જ્યારે રાની રામપાલની આગેવાનીવાળી મહિલા ટીમે પ્રથમ વખત સેમિફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. પુરૂષ ટીમની જેમ મહિલા હોકી ટીમને પણ બ્રોન્ઝ મેડલ જીતવાની તક હતી, પરંતુ તેઓ આ મેચ ગ્રેટ બ્રિટનની ટીમ સામે હારી ગઈ હતી. જેને રિયો ઓલિમ્પિક (Rio Olympics)ની ગોલ્ડ મેડાલીસ્ટ ટીમ સામે હાર મળી હતી.
Outstanding day today not because CSK got into the finals but because INDIAN HOCKEY TEAM won the gold medal,thanks for making us proud
— Mahendra Singh Dhoni (@msdhoni) October 2, 2014
ધોનીના પ્રસિદ્ધિમાં આવવાનું કારણે 7 વર્ષ જૂનું ટ્વીટ
ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન એમ.એસ.ધોની (MS Dhoni) ચર્ચામાં આવવાનું કારણ એ છે કે 7 વર્ષ પહેલા તેમણે કરેલું જૂનું ટ્વીટ. ધોનીએ આ ટ્વીટ 3 ઓક્ટોબર 2014ના રોજ કર્યું હતું. જ્યારે ભારતીય હોકી ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય પુરુષ ટીમે ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે જ તેમનું ટ્વીટ અચાનક વાયરલ થઈ ગયું હતુ.
ધોનીએ ટ્વીટમાં શું લખ્યું?
ધોનીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે આ ખાસ દિવસે હું માત્ર ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની ફાઈનલમાં પહોંચવાથી જ ખુશ નથી પણ ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો તેથી ખુશ છું. આ આપણા બધા માટે ગૌરવની ક્ષણ છે. હકીકતમાં ધોનીના ટ્વીટના દિવસે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ચેમ્પિયન્સ લીગ ટુર્નામેન્ટમાં પંજાબ કિંગ્સ સામે સેમીફાઈનલ (Semifinals)મેચ જીતીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. તાજેતરમાં જ ધોની પણ તેના નવા લુકને લઈને ચર્ચામાં આવ્યો હતો તો તે પહેલા તે ટીમ ઈન્ડિયાની રેટ્રો જર્સીમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓ સાથે ફોન પર કરી વાત, ખેલાડીઓની આંખમાં આવ્યા આસું