Year Ender 2021: મિતાલી રાજે આ વર્ષે અનેક ઈતિહાસ રચ્યા, જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પુરૂષ કેપ્ટન પણ કરી શક્યા નથી

|

Dec 27, 2021 | 3:36 PM

મિતાલીએ દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વનડે શ્રેણીની ત્રીજી મેચમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. વર્ષ 1999માં, મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ODI ક્રિકેટથી ડેબ્યૂ કર્યું હતું.

Year Ender 2021: મિતાલી રાજે આ વર્ષે અનેક ઈતિહાસ રચ્યા, જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પુરૂષ કેપ્ટન પણ કરી શક્યા નથી
India captain Mithali Raj world record

Follow us on

Year Ender 2021: વર્ષ 2021 તેના છેલ્લા તબક્કામાં છે જેમાં કેટલીક સારી યાદો અને કેટલીક બાબતોમાં શીખવા મળે છે. દેશ માટે આ વર્ષ કેટલાક પડકારો થી પસાર થયું હતુ, જ્યારે કેટલીક સિદ્ધિઓ હંમેશા માટે યાદ રહેશે. આ ખાટી મીઠી યાદો સાથે, સ્પોર્ટ્સે પણ આ વર્ષે ઘણી વખત ગર્વ કરવાનો મોકો આપ્યો. આ રમતોમાં ક્રિકેટનો પણ સમાવેશ થાય છે. મહિલા ક્રિકેટ (women’s cricket)માં પણ ઘણો સુધારો થયો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian women’s cricket team)ની કેપ્ટન મિતાલી રાજે આ વર્ષે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2021માં મિતાલી રાજ (Mithali Raj)આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)માં 10000 રન બનાવનારી પ્રથમ મહિલા ખેલાડી બની હતી.

મિતાલી (Mithali Raj)એ દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વનડે શ્રેણીની ત્રીજી મેચમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. વર્ષ 1999માં, મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ODI ક્રિકેટથી ડેબ્યૂ કર્યું હતું. 38 વર્ષની મિતાલી રાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)માં 10 હજાર રન કરનારી ભારતની પહેલી અને દુનિયાની બીજી મહિલા ખેલાડી છે.

જો આપણે મિતાલી રાજ(Mithali Raj)ની ક્રિકેટ કારકિર્દી (Cricket career)પર નજર કરીએ તો તેણે 10 ટેસ્ટમાં 51.00ની એવરેજથી 663 રન, ODIમાં 50.53ની એવરેજથી 212 મેચમાં 6,974 રન અને T20 ઈન્ટરનેશનલમાં 37.52ની એવરેજથી 89 મેચમાં 2,364 રન બનાવ્યા છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આ સાથે મિતાલી રાજે પોતાની કારકિર્દીમાં રેકોર્ડ 75 અડધી સદી અને 8 સદી ફટકારી છે. તેમાંથી તેણે વનડેમાં 54 અડધી સદી અને સાત સદી ફટકારી છે. ટેસ્ટ મેચોમાં, તેણે 2002માં ટોટન ખાતે ઈંગ્લેન્ડ સામે એકમાત્ર સદી (214 રન) ફટકારી હતી.

મિતાલીની આગેવાની હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બીજી વખત મહિલા વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચી હતી. આ પહેલા ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં ન તો પુરૂષ કેપ્ટન કે કોઈ મહિલા કેપ્ટન આ સફળતા મેળવી શક્યા નથી. સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી જેવા કેપ્ટન પણ આ કરી શક્યા નથી.

મિતાલી રાજે ODI કેપ્ટન તરીકે 84 મેચ જીતી છે. મિતાલી મહિલા ક્રિકેટમાં આટલી બધી જીત નોંધાવનારી પ્રથમ કેપ્ટન છે. આ સાથે જ મિતાલી રાજે કેપ્ટન તરીકે 6000 આંતરરાષ્ટ્રીય રન પણ પૂરા કર્યા. ODI ક્રિકેટમાં આ કારનામું કરનાર મિતાલી બીજી મહિલા કેપ્ટન પણ બની ગઈ છે. મેન્સ ક્રિકેટમાં મિતાલી ઉપરાંત સચિન તેંડુલકર પણ છે. સચિનના નામે 34357 રનનો રેકોર્ડ છે. બંને ખેલાડીઓએ 16 વર્ષ અને 205 દિવસની ઉંમરમાં ભારત માટે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે.

આ પણ વાંચો : Salman Khan Net Worth : સલમાન ખાન છે કરોડોની સંપત્તિનો માલિક, જાણો અભિનેતાની નેટવર્થ વિશે

Next Article