વન ડે વિશ્વકપ 2023 ને લઈ તૈયારીઓ તમામ દેશોએ શરુ કરી દીધી છે. આ તૈયારીઓ પહેલા જ હવે ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ન્યુઝીલેન્ડનો સ્ટાર ઓલ રાઉન્ડર ખેલાડી માઈકલ બ્રેસવેલ વનડે વિશ્વકપ રમશે નહીં. ઈજાને લઈ તે વનડે વિશ્વકપથી હટી જવા માટે મજબૂર બન્યો છે. બ્રેસવેલ ઈજાને લઈ સર્જરી કરાવશે અને જેના દ્વારા સ્વસ્થ થવાને સમય લાગશે. આમ તે સંપૂર્ણ ફિટ ચાર મહિનામાં થઈને વિશ્વ કપ માટે તૈયાર થઈ શકે એવી સંભાવનાઓ ઘણી ઓછી છે. આવી સ્થિતીમાં તે બહાર થવા માટે મજબૂર રહ્યો છે.
વનડે વિશ્વકપ આડે હવે માત્ર ચારેક મહિનાનો જ સમય રહ્યો છે. આગામી ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભારતના આંગણે વિશ્વકપનુ આયોજન થનારુ છે. લગભગ દોઢેક મહિનો એટલે કે 45 દિવસ ભારતમાં ક્રિકેટનો મહાસંગ્રામ ચાલશે. આ માટે દુનિયાભરની ટીમો એક બીજા સામે ટકરાશે અને ચેમ્પિયન બનવા માટે ઈરાદો રાખશે. અમદાવાદમાં વિશ્વકપની ઓપનિંગ મેચ અને ફાઈનલ મેચ રમાશે એવી સંભાવનાઓ છે.
ઈજાને લઈ સર્જરી બ્રેસવેલ બ્રિટનમાં કરાવશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ તરફથી આ અંગે એક નિવેદન દ્વારા જાણકારી આપવામાં આવી હતી જે મુજબ તે બ્રેસવેલ ઈજાને લઈ બ્રિટનમાં સર્જરી કરાવશે. સર્જરી બાદ તેને સંપૂર્ણ રીતે સ્વસ્થ થવામાં લગભગ 6 થી 8 મહિના જેટલો સમય લાગી શકે છે. આમ 32 વર્ષના સ્ટાર ઓલરાઉન્ડરને વિશ્વકપ રમવાથી દૂર રહ્યુ છે. બ્રેસવેલને ઈંગ્લેન્ડમાં T20 બ્લાસ્ટમાં વોર્સેસ્ટરશર રેપિડ્સ માટે રમતા ઈજા પહોંચી હતી.
ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટેડે કહ્યું કે, ઈજા રમત અને ખેલાડી સાથે જોડાયેલી બાબત છે. માઈકલ બ્રેસવેલ પોતાની ઈજા માટે દિલગીર છે. તે એ વાતથી વધુ નિરાશ છે કે તે ODI વર્લ્ડ કપ નહીં રમી શકે. ઓપરેશન બાદ તે હાલમાં પોતાના રિહેબ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
HAT-TRICK! #MichaelBracewell breezes past Ireland tail.
.
.#IREvNZ @BLACKCAPS @cricketireland pic.twitter.com/aZNuFNiVHK— FanCode (@FanCode) July 20, 2022
આઈપીએલ રમવા માટે બ્રેસવેલ ભારતમાં હતો અને બાદ ઈંગ્લેંડમાં ટી20 બ્લાસ્ટ માટે ઈંગ્લેંડમાં હતો. જ્યાં તે સર્જરી કરાવશે અને બાદમાં ન્યુઝીલેન્ડ પરત ફરશે. આમ એપ્રિલ થી ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમથી બ્રેસવેલ દૂર રહ્યો છે, હવે ફરીથી ટીમ સાથે જોડાવવામાં લાંબો સમય લાગી જશે.
Published On - 10:37 am, Wed, 14 June 23