મેસ્સી સતત બીજીવાર બન્યો સૌથી વધુ કમાણી કરનારો ફુટબોલર, રોનાલ્ડો પણ રાખી દીધો પાછળ, જાણો કેટલી છે કમાણી

સ્પેનીશ ફૂટબોલ ક્લબ, બાર્સિલો ના દિગ્ગજ સ્ટ્રાઈકર લિયોન મેસ્સી કમાણીની બાબતમાં સતત પૈસા વરસાવી રહ્યો છે એમ કહીએ તો સહેજ પણ ઓછુ નથી. તે સતત બીજા વર્ષે સૌથી વધુ કમાણી કરનાર ફુટબોલર બન્યો છે. તેણે ફોર્બ્સ મેગેઝિનના પ્રકાશિત 2020 ની યાદીમાં યુએસ ડોલરના 126 મિલિયન ડોલર (924 કરોડ રૂપિયા) કમાણી સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું […]

મેસ્સી સતત બીજીવાર બન્યો સૌથી વધુ કમાણી કરનારો ફુટબોલર, રોનાલ્ડો પણ રાખી દીધો પાછળ, જાણો કેટલી છે કમાણી
https://tv9gujarati.com/sports-tv9-stories/messi-satat-biji…hi-didho-paachad-160232.html
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:14 PM

સ્પેનીશ ફૂટબોલ ક્લબ, બાર્સિલો ના દિગ્ગજ સ્ટ્રાઈકર લિયોન મેસ્સી કમાણીની બાબતમાં સતત પૈસા વરસાવી રહ્યો છે એમ કહીએ તો સહેજ પણ ઓછુ નથી. તે સતત બીજા વર્ષે સૌથી વધુ કમાણી કરનાર ફુટબોલર બન્યો છે. તેણે ફોર્બ્સ મેગેઝિનના પ્રકાશિત 2020 ની યાદીમાં યુએસ ડોલરના 126 મિલિયન ડોલર (924 કરોડ રૂપિયા) કમાણી સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું અને આ બાબતમાં તેણે જુવેન્ટસના ક્રિસ્ટીઆનો રોનાલ્ડો અને પીએસીના નેમારને પાછળ મુકી દીધા છે.

મેસ્સીએ 92 મિલિયન (રૂ. 677 કરોડ) ની કમાણી તેના વેતન દ્રારા કરી છે, જ્યારે જાહેરાતથી તેને 34 મિલિયન ડોલર (250 કરોડ રૂપિયા) મળ્યા છે. તે 2019 માં 931 કરોડ રૂપિયા સાથે સૌથી વધુ કમાણી કરનાર ફુટબોલર પણ હતો. રોનાલ્ડોએ આ વર્ષે 7 117 મિલિયન (રૂ. 861 કરોડ) ની કમાણી કરી અને બીજા નંબરે રહ્યો છે, જ્યારે નેમાર 96 મિલિયન (રૂ. 706 કરોડ) સાથે ત્રીજા નંબરે છે. ફીફા વર્લ્ડ કપ -૨૦૧૮ માં કરિશ્માઇ પ્રદર્શન કરનાર કૈલીઅન એમબાપે 42 મિલિયન (રૂ. 309 કરોડ) ની કમાણી કરી હતી. ઇજિપ્તનો સ્ટ્રાઈકર મુહમ્મદ સલાહ  37 મિલિયન (રૂ. 272 ​​કરોડ) સાથે પાંચમા ક્રમે છે.

જોકે રોનાલ્ડોની કમાણીમાં વધારો

મેસ્સીએ કોરોનાને લીધે પાછલા વર્ષ કરતા સાત કરોડ રૂપિયાથી ઓછી કમાણી કરી છે. તો રોનાલ્ડોની આવક પાછલા વર્ષ કરતા 59 કરોડ રૂપિયા વધી છે. આ વર્ષે દરેકને આશ્ચર્યજનક મુેકે રીતે એમબાપેએ તેની કમાણી 308 કરોડ રૂપિયા સુધી વધારી દીધી. કોરોનાને પણ નેમારની કમાણીનો ફટકો પડ્યો છે. ગયા વર્ષે તેણે 770 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સાલાહે 37 મિલિયન (રૂ. 272 ​​કરોડ) ની કમાણી સાથે કોરોના કાળમાં પણ સાત સ્થાને થી કૂદકો લગાવી તે પાંચમાં નંબર પર પહોંચી ગયો છે.

ગયા વર્ષની સરખામણીએ સાલાહ એ 87 કરોડ રૂપિયાની વધુ કમાણી કરી. તે સિવાય ફ્રાન્સના પોલ પોગબા 251 કરોડ રૂપિયા સાથે છઠ્ઠા સ્થાને, બાર્સિલોનાના એન્ટોઇન ગ્રીઝમેન 243 કરોડ રૂપિયા ની કમાણી સાથે સાતમા, રીઅલ મેડ્રિડના ગેરેથ બેલ 214 કરોડ રૂપિયા કમાઇ આઠમા સાથે, બેઅરન મ્યુનીખના  સ્ટ્રાઈકર રોબર્ટ લેવાંદોવસ્કી રૂપિયા 207 કરોડ સાથે નવમા ક્રમે છે.અને માન્ચેસ્ટર યુનાઇટેડના ડેવિડ ડી જીઆ 199 કરોડ રૂપિયા સાથે 10 મા ક્રમના ફુટબોલર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


 

 

Published On - 7:42 am, Wed, 16 September 20