મે ક્યારેય માસુમ લોકોની હત્યાને સમર્થન નથી કર્યુ, મુરલીધરને આખરે કેમ દર્દ સાથે કહેવી પડી આ વાત, જાણો તેની દર્દ ભરી વ્યથા.

|

Oct 18, 2020 | 11:19 AM

શ્રીલંકાઇ ક્રિકેટર મુથૈયા મુરલીધરન ના જીવન પર 800 નામથી એક બાયોપિક બની રહી છે. ફિલ્મનુ નામ પણ તેમની ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટના આધાર પર રાખવામાં આવ્યુ છે. પાછળના દીવસોમાં આ ફીલ્મનુ એક પોસ્ટર જારી કરવામાં આવ્યુ હતુ. આના પછી થી તો ફિલ્મને લઇને વિવાદ સર્જાઇ ગયો હતો. ફિલ્મમાં મુરલીધરનનો રોલ નિભાવી રહેલા તામિલ અભિનેતા વિજય […]

મે ક્યારેય માસુમ લોકોની હત્યાને સમર્થન નથી કર્યુ, મુરલીધરને આખરે કેમ દર્દ સાથે કહેવી પડી આ વાત, જાણો તેની દર્દ ભરી વ્યથા.

Follow us on

શ્રીલંકાઇ ક્રિકેટર મુથૈયા મુરલીધરન ના જીવન પર 800 નામથી એક બાયોપિક બની રહી છે. ફિલ્મનુ નામ પણ તેમની ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટના આધાર પર રાખવામાં આવ્યુ છે. પાછળના દીવસોમાં આ ફીલ્મનુ એક પોસ્ટર જારી કરવામાં આવ્યુ હતુ. આના પછી થી તો ફિલ્મને લઇને વિવાદ સર્જાઇ ગયો હતો. ફિલ્મમાં મુરલીધરનનો રોલ નિભાવી રહેલા તામિલ અભિનેતા વિજય સેતુપતિ નિશાના પર લાગી ગયો છે.

 તેને ફિલ્મમાં અભિનય નહી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે. તો સાથે જ મુરલીધરન પર શ્રીલંકામાં થયેલા તામિલ લોકો પરના અત્યાચારને લઇને આરોપ લગાવવામાં આવી રહ્યા છે. કેટલીક રાજનિતીક પાર્ટીઓએ પણ આરોપ લગાવ્યો છે કે, મુરલીધરને તામિલો સાથે વિશ્વાસઘાત કર્યો છે એટલા માટે સેતુપતિએ તે ફિલ્મમાં કામ નહી કરવુ જોઇએ. મુરલીધન વિવાદને લઇને આગળ આવીને આરોપોને લઇને સફાઇ આપી હતી. તેણે કહ્યુ છે કે તેમના જીવન પર બની રહેલી ફિલ્મ બાયોપીક 800 માત્ર તેમની રમતની ઉપલબ્ધિઓને લઇને છે. તે દેશમાં દશકાઓના લાંબા સંઘર્ષના પછી આવુ કરી રહ્યા છે. તેમણે  એ વાત પર પણ નારાજગી દર્શાવી હતી કે, તેની પર તામિલોના વિરોધી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ એક રાજનીતિક કારણો અને અજ્ઞાનતાના કારણે જ થઇ રહ્યુ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મારા પિતા અને સંબંધીઓને પણ મારી નાંખ્યા હતા.

મુરલીધરને કહ્યુ હતુ કે, તેમણે ક્યારેય માસુમ લોકોના મોત નિપજાવવાને લઇને સમર્થન નથી કર્યુ. તેમણે એક નિવેદન બહાર પાડીને આ બાબતે જાણકારી આપી હતી. તેઓ શ્રીલંકાઇ ગૃહયુદ્ધની પીડાને સમજે છે અને તેમના પરીવારે પણ શ્રીલંકામાં પોતાની યાત્રા કૂલીના સ્વરુપ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, અમે પણ ખુબ પ્રભાવીત રહ્યા છીએ. જ્યારે હું સાત વર્ષનો હતો ત્યારે જ મારા પિતાની હત્યા કરી દેવાઇ હતી. મારા સંબંધીઓને પણ મારી નાંખવામાં આવ્યા હતા. યુદ્ધના દરમ્યાન અમારી આજીવીકા પણ છિનવાઇ ગઇ હતી. કેટલાક એવા પણ દીવસો હતા કે જે દરમ્યાન અમારી પાસે કશુ જ નહોતુ. મને એ દુખ અને દર્દનો અહેસાસ છે. 800 મુવી યુદ્ધમાં મારા બચવા અને શ્રીલંકાની ટીમમાં આવવા માટેના લગતુ છે.

લોકોને મારી નાંખવાનો સપોર્ટ નથી કર્યો.

આગળ પણ મુરલી કહે છે કે, મારી સ્કૂલના સાથી પણ આગળના દિવસે મરી જાય છે. જે લોકોના ઘર છુટી ગયા, તે લોકો ફરી થી ક્યારેય પાછા ફરી શક્યા નથી. એક સામાન્ય માણસના રુપમાં ગૃહ યુદ્ધની સમાપ્તિ પર તેમને સુરક્ષાનો અહેસાસ થયો પાછળના દશ વર્ષમાં બંને તરફ થી કોઇનુ પણ મોત નિપજ્યુ નથી. એટલા માટે જ કહ્યુ હતુ કે વર્ષ 2009 તેમના જીવનમાં સૌથી વધુ ખુશીઓ ભર્યુ વર્ષ હતુ. મેં ક્યારેય માસુમ લોકોની હત્યાઓને સમર્થન નથી કર્યુ અને ના ક્યારેય કરીશ. સાથે જ મુરલીધન તામિલ ન જાણતો હોવાના આરોપોનુ પણ ખંડન કર્યુ હતુ. તોએ કહ્યુ હતુ કે તે પોતે તામિલ મિડીયમ શાળામાં જ ભણ્યો હતો અને તે તામિલ ભાષાને સારી રીતે જાણે અને બોલે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article