LPL: શ્રીલંકાની ટી-20 લીગમાં ચાર ભારતીય ખેલાડીઓ રમશે, લંકન ક્રિકેટ બોર્ડે કર્યુ એલાન

|

Jan 18, 2021 | 3:24 PM

ભારત અને અન્ય દેશોની માફક જ હવે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પણ હવે પોતાના ત્યા ટી-20 લીગનુ આયોજન કરવાનો ફેંસલો કર્યો છે. લંકા પ્રિમીયર લીગના નામથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ટી-20 લીગની શરુઆત કરી છે. આ ટુર્નામેન્ટની પ્રથમ સીરીઝ આગામી ગુરુવાર 26, નવેમ્બર થી શરુ થઇ રહી છે. આ ટી20 લીગમાં ચાર ભારતીય ખેલાડીઓ ભાગ લઇ રહ્યા […]

LPL: શ્રીલંકાની ટી-20 લીગમાં ચાર ભારતીય ખેલાડીઓ રમશે, લંકન ક્રિકેટ બોર્ડે કર્યુ એલાન

Follow us on

ભારત અને અન્ય દેશોની માફક જ હવે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પણ હવે પોતાના ત્યા ટી-20 લીગનુ આયોજન કરવાનો ફેંસલો કર્યો છે. લંકા પ્રિમીયર લીગના નામથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ટી-20 લીગની શરુઆત કરી છે. આ ટુર્નામેન્ટની પ્રથમ સીરીઝ આગામી ગુરુવાર 26, નવેમ્બર થી શરુ થઇ રહી છે. આ ટી20 લીગમાં ચાર ભારતીય ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આ વાતને અધીકારીક રીતે એલાન કરીને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે જાહેર કરી છે.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પાંચ ટીમોની સ્કોડને જાહેર કરી હતી. આ દરમ્યાન જાણકારી સામે આવી હતી કે, ચાર જેટલા ભારતીય ખેલાડીઓને પણ ત્રણ જુદી જુદી ટીમોમાં સ્થાન મળ્યુ છે. જેમાં ભારતીય ટીમના પુર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ, મિડીયમ પેસર મુનાફ પટેલ, ઝડપી બોલર સુદિપ ત્યાગી અને મનપ્રિત સિંહ ગોનીનું નામ પણ સામેલ છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કેટલાક ભારતીય ખેલાડીઓનો પણ સંપર્ક કર્યો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

એલપીએલમાં ગાલે ગ્લેડિએટર્સ, જાફના સ્ટેલીયંસ, કેંડી ટસ્કર્સ, દાંબુલા વિકિગ્સ અને કોલંબો કિંગ્સ ની ટીમો ભાગ લઇ રહી છે. જેમાં કેંડી ટસ્કર્સ ટીમમાં ઇરફાન પઠાણ અને મુનાફ પટેલ ને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ ટીમ બોલીવુડના સુપર સ્ટાર્સ સલમાનખાનના ભાઇ સોહિલ ખાન અને પિતા સલિમ ખાનની છે. વળી દાંબુલાની ટીમમાં સુદિપ ત્યાગીની પસંદગી કરવામાં આવી છે. જેણે હમણાં જ ભારતીય ક્રિકેટમાં થી નિવૃત્તી જાહેર કરી હતી. આ ઉપરાંત મન પ્રિત સિંહ ગોની કોલંબો ની ટીમનો હિસ્સો બન્યો છે.

એલપીએલ 2020 ની શરુઆત 26, નવેમ્બર થી થઇ રહી છે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 16 મી ડિસેમ્બરે રમાશે. આ ટી-20 લીગમાં તમામ મેચો હંબનટોટા ના મહિંદા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમમાં રમાનાર છે.આઇપીએલની માફક જ લંકા પ્રિમીયર લીગ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ક્વાલીફાયર અને એલિમિનેટર મેચ નથી રાખ્યા. તેના બદલે ફક્ત બે સેમીફાઇનલ રમાડવાનો નિર્ણય કરાયો છે. જે પોઇન્ટ ટેબલની ચાર ટીમો વચ્ચે થશે.

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 6:54 pm, Tue, 24 November 20

Next Article