lionel messiના નિવેદનથી બાર્સેલોના ચાહકોના ચેહરા પર સ્મિત આવ્યું, દિગ્ગજ ખેલાડીએ જૂની ક્લબમાં પરત ફરવાના સંકેત આપ્યા !

|

Nov 02, 2021 | 10:37 AM

લિયોનેલ મેસી(Lionel Messi)એ આ વર્ષે બાર્સેલોના સાથેના 20 વર્ષ જૂના સંબંધોનો અંત લાવ્યો હતો. હવે તે PSG ક્લબ (PSG CLUB) માટે રમે છે.

lionel messiના નિવેદનથી બાર્સેલોના ચાહકોના ચેહરા પર સ્મિત આવ્યું, દિગ્ગજ ખેલાડીએ જૂની ક્લબમાં પરત ફરવાના સંકેત આપ્યા !
લિયોનેલ મેસીએ 2004માં બાર્સેલોના માટે ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે ક્લબ સાથે છે. આ સમયગાળા દરમિયાન તેણે છ વખત બેલોન ડી'ઓરનો ખિતાબ જીત્યો છે.

Follow us on

lionel messi : ફૂટબોલ જગતના સૌથી મોટા સ્ટાર પૈકીના એક લિયોનેલ મેસી(Lionel Messi)એ આ વર્ષે બાર્સેલોના(Barcelona) ક્લબથી પોતાને અલગ કર્યો ત્યારે લાખો ચાહકોના દિલ તૂટી ગયા હતા. મેસ્સી, જે તેની 20 વર્ષની લાંબી કારકિર્દીમાં માત્ર બાર્સેલોના માટે જ રમ્યો હતો, તે હવે પીએસજી ક્લબ(PSG Club) નો ભાગ છે. સોમવારે મેસીએ એવું નિવેદન આપ્યું કે, તેની સાથે બાર્સેલોનાના ચાહકો પણ ખુશ થઈ જશે. મેસ્સીએ બાર્સેલોના (Barcelona) પરત ફરવાના સંકેત આપ્યા છે.

ફૂટબોલ ઈતિહાસ (Football history)ના મહાન ખેલાડીઓમાંથી એક લિયોનેલ મેસ્સી (Lionel Messi) અને બાર્સેલોના(Barcelona)ની લગભગ 21 વર્ષની સફરનો અંત આવ્યો છે. આર્જેન્ટિના (Argentina)ના દિગ્ગજ ખેલાડીનો સ્પેનિશ ક્લબ સાથેનો સોદો આ વર્ષે જૂનમાં પૂરો થયો હતો, ત્યારબાદ તેના ભવિષ્યને લઈને અટકળો ચાલી રહી હતી. ક્લબ સાથે તેની કારકિર્દીનો અંત લાવવા માંગતા, મેસ્સીએ નવા કરાર માટે તેના પગારમાં 50 ટકાનો કાપ સ્વીકાર્યો, પરંતુ આખરે તે સાકાર થયો નહીં. તેમના રસ્તા અલગ થઈ ગયા હતા.

મેસ્સી બાર્સેલોના પરત ફરશે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

છ વખત બેલોન ડી’ઓરનો ખિતાબ જીતનાર આ સ્ટારે નિવૃત્તિ બાદ બાર્સેલોના પરત ફરવા અંગે મોટી વાત કરી છે. જ્યારે મેસ્સીને તેની નિવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘હું આવતા વર્ષના વર્લ્ડ કપ પછી રમવાનું ચાલુ રાખવા માંગુ છું. મને લાગે છે કે હવે વર્ષ પછી વર્ષ. મને નથી ખબર કે વર્લ્ડ કપ પછી શું સ્થિતિ હશે.’ મેસ્સીએ એમ પણ કહ્યું કે, થોડા સમય પછી તે બાર્સેલોના પરત ફરશે અને જો વાત જશે તો તે તેની જૂની ક્લબ માટે સ્પોર્ટિંગ ડિરેક્ટર તરીકે પણ કામ કરશે. તેણે કહ્યું, ‘હું પાછો આવીશ અને બાર્સેલોનામાં રહીશ. હું અને મારી પત્ની બંને આ જ ઈચ્છીએ છીએ. મને ખબર નથી કે પીએસજી સાથેનો મારો કરાર સમાપ્ત થયા પછી હું આ કરીશ કે પછી ક્યારેક, જો કે તે નિશ્ચિત છે કે હું બાર્સેલોનામાં પાછો આવીશ.

મેસ્સી બાર્સેલોનામાં જ રહેવા માંગતો હતો

તેણે આગળ કહ્યું, ‘હું સ્પોર્ટિંગ ડિરેક્ટર બનવા માંગુ છું, મને ખબર નથી કે, તે બાર્સેલોના માટે હશે કે, અન્ય કોઈ ક્લબ માટે. જો મને તક મળશે તો હું બાર્સેલોના ક્લબને કોઈપણ રીતે મદદ કરવા ઈચ્છીશ.’ બાર્સેલોના છોડતા સમયે મેસ્સીએ કહ્યું, ‘મારો પરિવાર અને હું ત્યાં રહેવા ઈચ્છતા હતા. આ માટે મેં મારાથી બનતું બધું કર્યું. તેણે મને ક્યારેય મફતમાં રમવાનું કહ્યું નથી. મારા પગારમાં 50 ટકા કાપની વાત થઈ હતી અને હું તેના માટે તૈયાર હતો, હું ક્લબને કોઈપણ રીતે મદદ કરવા માંગતો હતો.

આ પણ વાંચો : ખાતરના ભાવ વધારા બાબતે કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખનો પત્ર: ‘સરકાર સ્વીકારે કે કંપનીઓ પર તેમનો કોઈ અંકુશ નથી

Next Article