Jaspreet Bumrahની સ્વરુપવાન પત્નિ સંજના ગણેશન વિશે જાણો, કોણ છે તેની પસંદનો ક્રિકેટર ?

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) લગ્નના બંધને બંધાઇ ચુક્યો છે. સોમવારે તે મોડલ અને સ્પોર્ટસ એંકર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન કરી લીધા છે.

Jaspreet Bumrahની સ્વરુપવાન પત્નિ સંજના ગણેશન વિશે જાણો, કોણ છે તેની પસંદનો ક્રિકેટર  ?
Jaspreet Bumrah and Sanjana Ganesan marriege
| Edited By: | Updated on: Mar 15, 2021 | 6:08 PM

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) લગ્નના બંધને બંધાઇ ચુક્યો છે. સોમવારે તે મોડલ અને સ્પોર્ટસ એંકર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન કરી લીધા છે. બુમરાહ એ પોતાના લગ્ન પહેલા જ કોઇને પણ પોતાના અફેયર અંગે ગંધ સુદ્ધા પણ આવવા દીધી નહોતી. એટલા માટે જ જ્યારે પ્રથમ વારમાં જ્યારે સંજનાનુ નામ સામે આવ્યુ ત્યારે ફેંસને પણ આશ્વર્ય થયુ હતુ.

જસપ્રિત બુમરાહ જેની સાથે લગ્ન કર્યા છે તે એક સ્પોર્ટસ એંકર છે. સંજના આમ તો વ્યવસાયીક રીતે એંકરીંગ ઉપરાંત મોડલ તરીકે પણ કામ કરી રહી છે. તેણે ક્રિકેટ ઉપરાંત બેંડમિન્ટન અને ફુટબોલ જેવી મોટી ઇવેન્ટ પણ હોસ્ટ કરી છે. તેણે 2019ના વન ડે વિશ્વ કપમાં પણ ભારત તરફ થી એક શો ને હોસ્ટ કર્યો હતો. 28 વર્ષીય સંજના ગણેશનનો જન્મ 6 મે 1991માં મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો.

સંજના 5 ફુટ 5 ઇંચની લંબાઇ ધરાવે છે. તેનો ફેવરિટ ક્રિકેટર એમએસ ધોની છે. તેણે પુણેની જાણીતી યુનિવર્સીટી થી એન્જીનીયરીંગ કર્યુ છે. સંજનાને ફિટનેશ ખૂબ પસંદ છે અને તે ફિટનેશનુ ખૂબ ધ્યાન રાખે છે. તે ફિટનેશ પ્રત્યે બેહદ કાળજી રાખે છે. તે અવાર નવાર તેને ફિટનેશને લઇને તસ્વીરો પણ શેર કરતી રહે છે.

સંજના આઇપીએલ ઓકશન ને પણ તે હોસ્ટ કરી ચુકી છે. સાથે જ તે IPL ની ફેન્ચાઇઝી કલક્તા નાઇટ રાઇડર્સ માટે પણ નાઇટ ક્લબ શો હોસ્ટ કરી ચુકી છે. જે શોમાં કેકેઆરના સહ માલિક શાહરુખ ખાને પણ હિસ્સો લીધો હતો. સાથે જ તે ઇન્ડીયન સુપર લીગ અને બેડમીન્ટન સુપર લીગ જેવી ઇવેન્ટ પણ હોસ્ટ કરી ચુકી છે.

સંજના ગણેશન એ અભ્યાસ બાદ મોડલીંગમાં હાથ અજમાવ્યો હતો અને તે વર્ષ 2014 માં મિસ ઇન્ડીયા ની ફાઇનલ સુધી પહોંચી હતી. જોકે તેમાં તે સફળ નિવડી શકી નહોતી. આ માટે તેણે સુંદરતાને ખૂબ નિખારી હતી.

વર્ષ 2014માં સંજનાએ એમટીવી ના હિટ રિયાલીટી શો સ્પલિટ્સવિલામાં હિસ્સો લીધો હતો. શરુઆતમાં હાથમાં ઇજા પહોંચવાને લઇને તે શો થી બહાર થઇ ગઇ હતી. તેની સાથે સાથે એક્ટર અને મોડલ અશ્વિની કૌલ પણ બહાર થઇ ગયો હતો. શો થી બહાર થવાને લઇને બંને એ એકબીજાને એક વર્ષ સુધી ડેટ કર્યુ હતુ. ત્યાર બાદ બંને એક બીજા થી અલગ થઇ ગયા હતા. ત્યાર બાદ સંજનાએ પોતાના અફેયર ને લઇને કોઇ જ વાત ખુલીને કરી નહોતી. તેના કારણે જ બુમરાહની સાથેના સંબંધોને લઇને અંદાજો લગવાઇ શકાયો નહોતો.