Sidharth Shukla dies: સિદ્ધાર્થ શુક્લા એક સારા ફુટબોલર પણ હતા, આ પ્રખ્યાત ફૂટબોલ ક્લબ સામે રમ્યા પણ હતા

|

Sep 02, 2021 | 3:24 PM

Sidharth Shukla dies: સિદ્ધાર્થ શુક્લાએ રમતગમતમાં પણ પોતાની કુશળતા દર્શાવી હતી, આ પ્રખ્યાત ફૂટબોલ ક્લબ સામે રમ્યો છે

Sidharth Shukla dies: સિદ્ધાર્થ શુક્લા એક સારા ફુટબોલર પણ હતા, આ પ્રખ્યાત ફૂટબોલ ક્લબ સામે રમ્યા પણ હતા
late actor siddharth shukla also was a player and played against italy football club ac milan

Follow us on

Sidharth Shukla dies:પ્રખ્યાત ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે સવારે મુંબઈની કૂપર હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તે 40 વર્ષનો હતો. સિદ્ધાર્થને સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સિદ્ધાર્થના મૃત્યુના સમાચાર સાંભળીને, ટીવી પર તેના સાથીઓથી લઈને બોલીવુડ સ્ટાર્સ (Bollywood stars)સુધીના મિત્રો પણ આઘાતમાં છે અને તેમને આ સમાચાર પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગી રહ્યો છે.

આ સિવાય તેણે ‘દિલ સે દિલ તક’ અને ‘બ્રોકન બટ બ્યુટિફુલ 3’ (Broken But Beautiful 3) સાથે પણ સફળતાની સીડી ચઢી હતી. તેણે બિગ બોસ જેવા શોમાં પણ ભાગ લીધો હતો અને ખતરોં કે ખિલાડીમાં પણ દેખાયો હતો. તેને બંનેમાં જીત મેળવી હતી. જ્યારે કોઈ સિદ્ધાર્થ વિશે વાત કરશે ત્યારે તે આ બધી બાબતો વિશે જણાવશે, પરંતુ ઘણા લોકોને ખબર નથી કે, સિદ્ધાર્થ રમતગમતનો પણ શોખીન હતો અને પ્રખ્યાત ઈટાલિયન ફૂટબોલ ક્લબ (Italian football club)એસી મિલાન(AC Milan) સામે રમ્યો હતો.

સિદ્ધાર્થ નાનપણથી જ રમતોમાં ભાગ લેતો હતો. તેણે ટેનિસ અને ફૂટબોલમાં તેની શાળાની ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. એક રિપોર્ટ અનુસાર, સિદ્ધાર્થે શાળાના દિવસોમાં એસી મિલાન(AC Milan) સામે મેચ રમી હતી. ત્યારબાદ ઇટાલિયન ક્લબ (Italian football club)ની અંડર -19 ટીમ એક કાર્યક્રમ હેઠળ મુંબઈમાં આવી હતી.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

સિદ્ધાર્થ શુક્લાનો જન્મ 12 ડિસેમ્બર 1980 ના રોજ થયો હતો. મુંબઈમાં તેમના પિતા અશોક શુક્લા (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં સિવિલ એન્જિનિયર) હતા. પરંતુ તેના મોડેલિંગ (Modeling)ના દિવસો દરમિયાન તેના પિતાનું અવસાન થયું. શરૂઆતથી જ, સિદ્ધાર્થ અભ્યાસ અને રમતગમતમાં આગળ હતો, જ્યાં તેણે સેન્ટ ઝેવિયર્સ હાઇ સ્કૂલ (St. Xavier’s High School), ફોર્ટમાં અભ્યાસ કર્યો, ત્યારબાદ તેણે એન્ટિયર ડિઝાઇનનો કોર્સ કર્યો. અભિનેતાને પ્રેક્ષકો અને ચાહકોનો પ્રેમ મળતો રહ્યો,

તેણે હંમેશા દરેકનું મનોરંજન કર્યું, પછી ભલે તે બિગ બોસ  (Big Boss)હોય કે તેની સિરિયલો. ચાલો તમને જણાવી દઈએ કે, આવનારા દિવસોમાં, તે ઘણા વધુ મોટા પ્રોજેક્ટ્સમાં દેખાવાના હતા. સોશિયલ મીડિયા પર અને સતત સિદ્ધાર્થ શુક્લાના ચાહકો અને બધા મિત્રો હોવાને કારણે અનેક પ્રકારની પોસ્ટ કરવામાં આવી રહી છે.

સિદ્ધાર્થ શુક્લાના શોખ વિશે વાત કરતા અભિનેતાને જિમ કરવાનું અને મુસાફરી કરવાનું પસંદ હતું. તેના પુરસ્કારો વિશે વાત કરતા, અભિનેતાને એચટી મોસ્ટ સ્ટાઇલિશ અભિનેતા (2017), બ્રેક થ્રુ સપોર્ટિંગ પર્ફોર્મન્સ મેલ 2014 – હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા, મોસ્ટ ફિટ એક્ટર મેલ (2014) માટે – ઝી ગોલ્ડ એવોર્ડ મળ્યો હતો.

આ પણ વાંચો : Cooking oil : જો તમે એક વખત વપરાયેલા કુકિંગ તેલનો વારંવાર ઉપયોગ કરો છો તો તેના જીવલેણ પરિણામો પણ જાણી લો

Next Article