Krunal Pandya: મોટા ભાઇ કૃણાલ પંડ્યાના જન્મદિવસે, હાર્દિક પંડ્યાએ ઇમોશનલ મેસેજ કર્યો, જુઓ

|

Mar 24, 2021 | 4:49 PM

ઇંગ્લેંડ સામે ડેબ્યૂ મેચમાં જ વિક્રમી અર્ધશતક લગાવનાર કૃણાલ પંડ્યા (Krunal Pandya) નો આજે બુધવારે જન્મદિવસ છે. જન્મદિવસને લઇને કૃણાલના નાના ભાઇ હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ જન્મદિવસની શુભેચ્છા પાઠવતી ટ્વીટ કરી હતી.

Krunal Pandya: મોટા ભાઇ કૃણાલ પંડ્યાના જન્મદિવસે, હાર્દિક પંડ્યાએ ઇમોશનલ મેસેજ કર્યો, જુઓ
Krunal Pandya-Hardik Pandya

Follow us on

ઇંગ્લેંડ સામે ડેબ્યૂ મેચમાં જ વિક્રમી અર્ધશતક લગાવનાર કૃણાલ પંડ્યા (Krunal Pandya)નો આજે બુધવારે જન્મદિવસ છે. જન્મદિવસને લઇને કૃણાલના નાના ભાઇ હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ જન્મદિવસની શુભેચ્છા પાઠવતી ટ્વીટ કરી હતી. હાર્દિક પંડ્યાએ ઇમોશનલ પોસ્ટ પણ લખી હતી. કૃણાલ પંડ્યાએ પોતાના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ જ વન ડે ઇન્ટરનેશનલ ડેબ્યૂ મેચમાં જ છવાઇ ગયો હતો. તેણે શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ. કૃણાલે ઇંગ્લીશ બોલરોની ખૂબ પીટાઇ કરી હતી. પંડ્યાએ માત્ર 26 બોલમાં જ પોતાની ફીફટી પુરી કરી લીધી હતી. ડેબ્યૂ બેટ્સમેન દ્રારા વન ડે ક્રિકેટમાં ફટકારવામાં આવેલી આ સૌથી ઝડપી ફીફટી હતી. પંડ્યાએ 31 બોલમાં 58 રન બનાવ્યા હતા. પોતાની ઇનીંગમાં તેણે 2 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવ્યા હતા. તેણે આ ઉપરાંત એક-એક વિકેટ પણ મેળવી હતી.

હાર્દિક પંડ્યા એ ટ્વીટ કરીને લખ્યું હતું કે, ભાઇ, આપણે આ યાત્રામાં ઉતાર, ચઢાવ દરમ્યાન શરુઆતથી જ સાથે હતા. હું ભાગ્યશાળી છુંકે આપ મારા પડખે છો. મોટા ભાઇ જન્મદિવસની શુભેચ્છા. 30 વર્ષના કૃણાલ પંડ્યાને ડેબ્યુ કેપ તેના નાના ભાઇ હાર્દિક પંડ્યાએ આપી હતી. કૃણાલ પંડ્યા મેચ બાદ પોતાના પિતાને યાદ કરતા ભાવુક થયો હતો. અને તેણે પોતાની રમતને પિતાને સમર્પિત કરી હતી.

https://twitter.com/hardikpandya7/status/1374581522586611713?s=20

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મંગળવારે રાત્રી દરમ્યાન મેચ ખતમ થયા બાદ હાર્દિક પંડ્યાએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, પાપા તમારી પર ગર્વ થયું હશે. તે તમારા માટે મુશ્કારાઇ રહ્યા હશે ભાઇ, અને તેમણે તમારા માટે જન્મદિવસ પહેલા એક ગીફ્ટ મોકલી છે. તમે આ દુનિયાને અને ઘણું બધુ ડિઝર્વ કરો છો. હું તમારા માટે આનાથી વધારે નથી થઇ શકતો ભાઇ. આ તમારા માટે હતું પાપા. ભારતની જીત માં પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા કૃણાલ પંડ્યાનુ યોગદાન મોટું રહ્યું છે.

Next Article