IPL 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) એ લીગમાં સતત ચાર હાર સાથે પ્લે ઓફની રેસમાંથી દુર થતી જોવા મળી રહી છે. ગુજરાત સામેની 8 રને હાર બાદ કોલકાતાની ટીમ પોઇન્ટ ટેબલમાં 6 પોઇન્ટ સાથે સાતમાં સ્થાને પહોંચી ગઇ છે. જ્યારે ગુજરાતની ટીમ પોઇન્ટ ટેબલમાં પહેલા સ્થાને પહોંચી ગઇ છે.
રાશિદ ખાને કોલકાતાને છઠ્ઠો ઝટકો આપ્યો છે. અભિનવ મનોહરે બાઉન્ડ્રી લાઇન પર શાનદાર કેચ પકડીને તેને પેવેલિયન મોકલી દીધો હતો. વેંકટેશે 17 રન બનાવ્યા હતા.
આ મેચમાં આન્દ્રે રસેલને ચાર રનના સ્કોર પર મોટું જીવનદાન મળ્યું હતુ. યશે આન્દ્રે રસેલને શમીના હાથે કેચ કરાવ્યો, પરંતુ તે નો બોલ હતો અને રસેલને જીવનદાન મળ્યું. આ નો બોલ ગુજરાતને મોંઘો પડી શકે છે. કોલકાતાનો સ્કોર 13 ઓવર પછી પાંચ વિકેટે 98 રન છે. જીવનદાન મળ્યા બાદ રસેલે બે બોલમાં 12 રન બનાવ્યા છે.
આંદ્રે રસેલે 13મી ઓવરમાં ઉપરા ઉપરી 2 સિકસ ફટકારી છે. રસેલ 5 બોલમાં 16 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યો છે
વેંકટેશ ઐયર અને આન્દ્રે રસેલ હવે ક્રિઝ પર છે. આ બંને બેટ્સમેન પાસે કોલકાતાની ટીમને જીત અપાવવાની જવાબદારી છે.
રિંકુ સિંહ આઉટ, KKRને 79 રન પર 5મો ફટકો લાગ્યો છે
Match 35. WICKET! 12.1: Rinku Singh 35(28) ct Wriddhiman Saha b Yash Dayal, Kolkata Knight Riders 79/5 https://t.co/GO9KvGCpqo #KKRvGT #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) April 23, 2022
રિંકુ સિંહે આજની મેચમાં આ ચોથો ચોગ્ગો ફટકાર્યો છે
157 રનનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમે 10 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 63 રન બનાવી લીધા હતા. રિંકુ સિંહ 27 અને વેંકટેશ ઐયર આઠ રન બનાવીને રમી રહ્યા છે. બંને વચ્ચે 29 રનની ભાગીદારી થઈ છે. કોલકાતાને જીતવા માટે 60 બોલમાં 94 રનની જરૂર છે.
આઠ ઓવર પછી કોલકાતાનો સ્કોર ચાર વિકેટે 50 રન છે. રિંકુ સિંહ 21 અને વેંકટેશ ઐયર એક રન બનાવીને રમી રહ્યા છે. કોલકાતાને જીતવા માટે 72 બોલમાં 107 રનની જરૂર છે.
રિંકુ સિંહે કેટલાક સારા શોટ ફટકાર્યા હતા. આજે તેની પાસે પોતાને સાબિત કરવાની તક છે. તેણે ફિલ્ડિંગમાં પણ અજાયબીઓ કરી હતી. તેણે કુલ 4 કેચ લીધા
રિંકુ સિંહ 15 બોલમાં 21 રન બનાવી રમી રહ્યો છે વેંકટેશ અય્યર 2 બોલમાં 1 રન બનાવી ક્રિઝ પર છે,કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 46/4 છે
શ્રેયસ અય્યર 12 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે કોલકાતાની ટીમ મુશ્કેલીમાં આવી ગઈ છે. યશે તેને વિકેટકીપર સાહાના હાથે કેચ કરાવ્યો હતો. હવે રિંકુ સિંહ અને વેંકટેશ અય્યર ક્રિઝ પર છે.
Match 35. WICKET! 6.1: Shreyas Iyer 12(15) ct Wriddhiman Saha b Yash Dayal, Kolkata Knight Riders 34/4 https://t.co/GO9KvGCpqo #KKRvGT #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) April 23, 2022
રિંકુ સિંહ 6 બોલમાં 8 રન બનાવી રમી રહ્યો છે.
5 ઓવર રમાઈ છે. KKRએ 3 વિકેટ ગુમાવીને 23 રન બનાવ્યા છે. શ્રેયસ અય્યર અને રિંકુ સિંહ ક્રિઝ પર હાજર છે. અય્યર 11 રન બનાવીને ક્રિઝ પર છે અને આ સમયે ટીમની સૌથી મોટી આશા છે.
5 ઓવર પછીકોલકાતા નાઈટનો સ્કોર 24 રન સુધી પહોચ્યો છે શ્રેયસ અય્યર 11 બોલમાં 13 રન બનાવી રમી રહ્યો છે રિંકુ 1 બોલમાં 1 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યો છે
કોલકાતાની ટીમ નાના ટાર્ગેટનો પીછો કરવામાં મુશ્કેલીમાં દેખાઈ રહી છે. પાવરપ્લેની અંદર ટીમની ત્રીજી વિકેટ પડી. લોકી ફર્ગ્યુસને નીતિશ રાણાને આઉટ કરીને KKRને ત્રીજો ઝટકો આપ્યો છે.
પહેલા બે ઝટકાએ KKRની ઇનિંગ્સને હચમચાવી દીધી છે. નીતિશ રાણા અત્યારે ક્રિઝ પર અય્યરની સાથે છે. બંનેએ પોતાની બેટિંગ સારી કરવાની રહેશે.
3 ઓવર રમાઈ ગઈ છે અને Kolkata 2 વિકેટ ગુમાવીને 11 રન બનાવ્યા છે.
સુનીલ અને અય્યર પાસેથી મોટી ભાગીદારીની અપેક્ષા હતી, પરંતુ ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર શમીએ નરેનને ફર્ગ્યુસનના હાથે કેચ કરાવીને આ આશાઓ પર પાણી ફરી વળ્યું. નરેન માત્ર 5 રન બનાવી શક્યો હતો.
મોહમ્મદ શમીએ કોલકાતા નાઈટ રાઈડર્સને વધુ એક ઝટકો આપ્યો છે. તેણે સુનીલને ફર્ગ્યુસનના હાથે કેચ કરાવ્યો.
2 ઓવર બાદ કેકેઆરનો સ્કોર 10 રનમાં 1 વિકેટનું નુકસાન થયું છે.
નરેન અને કેપ્ટન અય્યર ક્રીઝ પર હાજર છે. પ્રથમ ઓવર પછી કોલકાતાનો સ્કોર એક વિકેટે પાંચ રન છે.
પ્રથમ ઓવરના ચોથા બોલ પર શમીએ સેમ બિલિંગ્સને સાહાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. KKRને પહેલો ફટકો લાગ્યો છે. બિલિંગ્સ માત્ર 4 રન જ બનાવી શક્યો હતો
Match 35. WICKET! 0.4: Sam Billings 4(4) ct Wriddhiman Saha b Mohammad Shami, Kolkata Knight Riders 5/1 https://t.co/GO9KvGCpqo #KKRvGT #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) April 23, 2022
સુનીલ નારાયણ સેમ બિલિંગ્સ સાથે KKRની ઇનિંગની શરૂઆત કરવા માટે ક્રીઝ પર આવ્યો હતો.
20મી ઓવરના ચોથા બોલ પર રાહુલ તેવટિયાએ ચોગ્ગો ફટકાર્યો અને પછીના બોલ પર રસેલે તેને રિંકુ સિંહના હાથે કેચ કરાવ્યો. રસેલે છેલ્લા બોલ પર યશને પણ આઉટ કર્યો હતો. એક ઓવરમાં તેણે 5 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સાથે ગુજરાતે નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે 156 રન બનાવીને કોલકાતાને 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
આન્દ્રે રસેલ હેટ્રિક ચૂકી ગયો. અલઝારી જોસેફે ઓવરના ત્રીજા બોલ પર સિંગલ લીધો હતો. પ્રથમ બે બોલમાં રસેલે અભિનવ અને ફર્ગ્યુસનને પોતાનો શિકાર બનાવ્યો હતો.
20મી ઓવરના પહેલા બોલ પર આન્દ્રે રસેલે અભિનવ મનોહરને આઉટ કર્યો હતો. રસેલે આગામી બોલ પર લોકી ફર્ગ્યુસનને પોતાનો શિકાર બનાવ્યો હતો.
ગુજરાતની ટીમે પાંચ વિકેટે 150 રન બનાવ્યા છે. સારી શરૂઆત કર્યા બાદ હાર્દિકની ટીમ છેલ્લી ઓવરોમાં સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. હાર્દિકે સારી ઇનિંગ રમ્યા બાદ અંતે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. હાલમાં તેવટિયા અને મનોહર પર છેલ્લી ઓવરમાં મોટો સ્કોર કરવાની જવાબદારી છે. 19 ઓવર પછી ગુજરાતનો સ્કોર પાંચ વિકેટે 151 રન છે.અભિનવ મનોહર આઉટ, ગુજરાતને છઠ્ઠો ફટકો લાગ્યો છે
18 ઓવર પછી ગુજરાતનો સ્કોર પાંચ વિકેટે 140 રન છે. આ પિચમાં ધીમી બોલિંગ અસરકારક સાબિત થઈ રહી છે અને કોલકાતાના બોલરો અંતિમ ઓવરોમાં તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ગુજરાતે સાત રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
18મી ઓવરના બીજા બોલ પર હાર્દિકને આઉટ કર્યા બાદ સાઉદીએ 5માં બોલ પર રાશિદ ખાનને ઉમેશ યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. રાશિદ ખાતું પણ ખોલી શક્યો ન હતો.
Tim Southee strikes yet again in the over 🔥
Rashid Khan departs without scoring.
Follow the match ▶️ https://t.co/GO9KvGCXfW#TATAIPL | #KKRvGT pic.twitter.com/9GiEyDj9QA
— IndianPremierLeague (@IPL) April 23, 2022
આ મેચમાં સારી શરૂઆત કરનારી ગુજરાતની ટીમ અંતમાં સરી પડતી જોવા મળી રહી છે. કેપ્ટન હાર્દિક પણ 67 રન બનાવીને આઉટ થઈ ગયો છે. હવે રાશિદ ખાન અને રાહુલ તેવટિયા ક્રિઝ પર હાજર છે. છેલ્લી ઓવરોમાં રન બનાવવાની જવાબદારી રાહુલ તેવટિયા પર છે.
WICKET!!!!!!!!!!!!!
Pandya has to go! #KKRHaiTaiyaar #KKRvGT #IPL2022
— KolkataKnightRiders (@KKRiders) April 23, 2022
ડેવિડ મિલર આઉટ થયા બાદ ક્રિઝ પર રાહુલ તેવટિયા આવ્યો છે.17મી ઓવરના બીજા બોલ પર શિવમ માવીએ ડેવિડ મિલરને ઉમેશ યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ગુજરાતને ત્રીજો ફટકો. તેણે પંડ્યા સાથે 50 રનની ભાગીદારી પૂરી કરી અને બીજા જ બોલ પર તેની વિકેટ ગુમાવી દીધી. મિલરે 20 બોલમાં 27 રન બનાવ્યા હતા.
શિવમ માવીએ ગુજરાતની ટીમને ત્રીજો ઝટકો આપ્યો છે. તેણે ડેવિડ મિલરને ઉમેશ યાદવના હાથે કેચ કરાવ્યો.
Miller walks back to the pavilion as Mavi strikes! #KKRHaiTaiyaar #KKRvGT #IPL2022 pic.twitter.com/hjnwzKXhHH
— KolkataKnightRiders (@KKRiders) April 23, 2022
ગુજરાત ટાઇટન્સે 15 ઓવરમાં 2 વિકેટે 127 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 63 અને ડેવિડ મિલર 25 રન પર બેટિંગ કરી રહ્યા છે. પંડ્યાની કેપ્ટનશીપની સાહા પેવેલિયન પરત ફર્યા બાદ તેને બીજા છેડે મિલરે સારો સાથ આપ્યો હતો.
કોલકાતા સામેની મેચમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ડેવિડ મિલરે IPLમાં 100 છગ્ગા પૂરા કર્યા છે. તેણે સુનીલના બોલ પર સિક્સર ફટકારીને IPLમાં તેની 100 સિક્સર પૂરી કરી હતી.
ડેવિડ મિલરે 14મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો
ગુજરાત ટાઇટન્સનો સ્કોર 12.4 ઓવરમાં પંડ્યાએ 2 રન લઈને 100 રન સુધી પહોંચાડ્યો છે. પંડ્યાએ પોતાની અડધી સદી પણ પૂરી કરી લીધી છે. સાહાના ગયા બાદ પંડ્યાને ડેવિડ મિલરનો સપોર્ટ મળ્યો હતો.
હાર્દિક પંડ્યાએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 36 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. આ તેની સતત ત્રીજી અડધી સદી છે. અગાઉ તેણે રાજસ્થાન રોયલ્સ સામે અણનમ 87 અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે અણનમ 50 રન બનાવ્યા હતા.
ડેવિડ મિલર સિક્સ ફટકારી છે, હાર્દિક પંડ્યાએ 36 બોલમાં સતત ત્રીજી અડધી સદી ફટકારી હતી
🚨 Milestone Alert 🚨
1️⃣0️⃣0️⃣ sixes and counting in #TATAIPL for @DavidMillerSA12 👏👏#KKRvGT pic.twitter.com/EWPwqzgJA0
— IndianPremierLeague (@IPL) April 23, 2022
11મી ઓવરના ત્રીજા બોલ પર ઉમેશ યાદવે સાહાને વેંકટેશ અય્યરના હાથે કેચ કરાવ્યો હતો.સાહા આઉટ થયા બાદ ક્રિઝ પર મિલર આવ્યો છે હાર્દિર પંડ્યાએ 50 રન પુરા કર્યા છે
11મી ઓવરના ત્રીજા બોલ પર ઉમેશ યાદવે સાહાને વેંકટેશ અય્યરના હાથે કેચ કરાવ્યો હતો. સાહાએ 25 રન બનાવ્યા, પરંતુ પંડ્યા સાથે સારી રમત રમી હતી.
Match 35. WICKET! 10.3: Wriddhiman Saha 25(25) ct Venkatesh Iyer b Umesh Yadav, Gujarat Titans 83/2 https://t.co/GO9KvGCpqo #KKRvGT #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) April 23, 2022
10 ઓવર પછી ગુજરાતનો સ્કોર 78 રન સુધી પહોચ્યો છે રિદ્ધિમાન સાહા 23 બોલમાં 21 રન બનાવ રમી રહ્યો છે હાર્દિક પંડ્યા 32 બોલમાં 46 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યો છે
પંડ્યા અને સાહા વચ્ચે મજબૂત ભાગીદારી છે. આ બંનેએ સાથે મળીને ગુજરાતની ઇનિંગ્સને સંભાળી છે. જોકે, આ જોડી KKR માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
7મી ઓવરના ત્રીજા બોલ પર પંડ્યાએ સિક્સર ફટકારીને ટીમને 50 રનની પાર પહોંચાડી દીધી હતી. શિવમ માવીના આગલા બોલ પર તેણે કવર્સ તરફ ચોગ્ગો ફટકાર્યો. હાર્દિક પંડ્યાની શાનદાર બેટિંગ.
હાર્દિક પંડ્યા 25 બોલમાં 40 રન બનાવી રમી રહ્યો છે
7 ઓવર પછી ગુજરાતનો સ્કોર 60 રન સુધી પહોચ્યો છે રિદ્ધિમાન સાહા 14 બોલમાં 16 રન બનાવ રમી રહ્યો છે હાર્દિક પંડ્યા 23 બોલમાં 34 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યો છે
6 ઓવર રમાઈ ગઈ છે અને ગુજરાત ટાઇટન્સે એક વિકેટના નુકસાને 47 રન બનાવી લીધા છે. કેપ્ટન પંડ્યા 21 રને અને સાહા 16રને રમી રહ્યા છે. ગુજરાતને શુભમન ગિલના રૂપમાં ઝટકો મળ્યો.
5 ઓવર રમાઈ ગઈ છે અને ગુજરાત ટાઇટન્સે એક વિકેટના નુકસાને 43 રન બનાવી લીધા છે. કેપ્ટન પંડ્યા 19 રને અને સાહા 14 રને રમી રહ્યા છે. ગુજરાતને શુભમન ગિલના રૂપમાં ઝટકો મળ્યો.
શુભમન ગિલના પેવેલિયનમાં વહેલા પરત ફર્યા બાદ, કેપ્ટન હાર્દિક પંડ્યા અને રિદ્ધિમાન સાહાનો સંઘર્ષ ચાલુ છે. પંડ્યા અને સાહા વચ્ચે સારી ભાગીદારી જોવા મળી રહી છે
4 ઓવર બાદ ગુજરાત ટાઇટન્સનો સ્કોર 37/1 નુકસાન થયુ છે રિદ્ધિમાન સાહા 12 અને હાર્દિક પંડ્યા 15 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે
ગુજરાતની પ્રથમ વિકેટ પડ્યા બાદ રિદ્ધિમાન સાહા અને હાર્દિક પંડ્યા આક્રમક બેટિંગ કરી રહ્યા છે. બંનેએ ત્રણ ઓવર પછી 11-11 રન બનાવ્યા છે અને ગુજરાતનો સ્કોર 31 રન થઈ ગયો છે.
રિદ્ધિમાન સાહા ત્રીજી ઓવરના પાંચમાં બોલ પર સિક્સ ફટકારી હતી. છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. 3 ઓવર બાદ ગુજરાત ટાઇટન્સનો સ્કોર 31 રનમાં 1 વિકેટનું નુકસાન થયું છે, શુભમન ગિલ પેવેલિયન પરત ફર્યા બાદ હાર્દિક પંડ્યા ક્રિઝ પર આવ્યો અને તેણે સાઉથીની ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા. જોકે ઓવરના છેલ્લા બોલ પર પંડ્યા રન આઉટ થતા બચી ગયો હતો.
બીજી ઓવર પ્રથમ બોલ પર જ શુભમન ગિલને સેમ બિલિંગ્સના હાથે કેચ કરાવીને ગુજરાતને મોટો ઝટકો આપ્યો હતો. ગિલ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે
ઉમેશ યાદવે પ્રથમ ઓવરમાં 8 રન આપ્યા હતા. શુભમન ગિલની શાનદાર બેટિંગ. સાહા હજુ સુધી પોતાનું ખાતું ખોલવામાં સક્ષમ નથી
પહેલી ઓવરના ચોથા બોલ પર શુભમન ગિલે ચોગ્ગો ફટકાર્યો
રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ક્રિઝ પર રમી રહ્યા છે ઉમેશ યાદવ કોલકતા તરફથી બોલિગ કરી રહ્યો છે
KKRએ ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. સેમ બિલિંગ્સ, રિંકુ સિંહ અને ટિમ સાઉથીને આજે ટીમમાં જગ્યા મળી છે,કોલકાતા નાઈટ રાઈડર્સ: શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, સુનીલ નારાયણ, નીતિશ રાણા, સેમ બિલિંગ્સ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, ટિમ સાઉથી, શિવમ માવી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી
Any thoughts on our Playing XI? 🤔@winzoofficial #KKRHaiTaiyaar #KKRvGT #IPL2022 pic.twitter.com/K4jU68XhZi
— KolkataKnightRiders (@KKRiders) April 23, 2022
ગુજરાત ટાઇટન્સે એક ફેરફાર કર્યો છે. વિજયની જગ્યાએ હાર્દિક પંડ્યાની વાપસી થઈ છે, જે ઈજાના કારણે અગાઉની મેચમાંથી બહાર થઈ ગયો હતો. પ્લેઈંગ ઈલેવન: રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અલઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, મોહમ્મદ શમી
Vijay 🔁 Hardik!#PapaPandya is back in the line-up for #KKRvGT 🙌#SeasonOfFirsts #AavaDe #TATAIPL pic.twitter.com/qG1MLrFkbx
— Gujarat Titans (@gujarat_titans) April 23, 2022
ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને કોલકાતા સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો
Match 35. Gujarat Titans won the toss and elected to bat. https://t.co/GO9KvGCXfW #KKRvGT #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) April 23, 2022
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ તેમની બેટિંગ અને બોલિંગ બંને વિભાગોમાં સારું પ્રદર્શન કરી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચમાં પણ ગુજરાતે ઈજાગ્રસ્ત હાર્દિકની ગેરહાજરીમાં વિજય નોંધાવ્યો હતો.
KKR અને GT વચ્ચે ટૂંક સમયમાં ટૉસ થવાનો છે,
IPL 2022 ની 35મી મેચ શનિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. IPLની આ સિઝનમાં ડેબ્યૂ કરનાર ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. તે જ સમયે, KKR 7માં સ્થાને છે.
IPLમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ મજબૂત ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. KKR આજે જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.
Published On - 2:50 pm, Sat, 23 April 22